Home /News /business /

Burger King શેર બે દિવસમાં 13% ચઢ્યો, શું આ ભાવ પર ખરીદી કરવી યોગ્ય રહેશે?

Burger King શેર બે દિવસમાં 13% ચઢ્યો, શું આ ભાવ પર ખરીદી કરવી યોગ્ય રહેશે?

પ્રતીકાત્મક તસવીર

Burger king stock: બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે બર્ગર કિંગના શેરમાં તેજી આવવી નક્કી હતી. કારણ કે કોરોના સંક્રમણની બીજી લહેર છતાં કંપનીએ નાણાકીય વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે.

    મુંબઈ: Burger King Stock price- બર્ગર કિંગનો શેર ડિસેમ્બર 2020માં લિસ્ટ (Burger king listing 2020) થયો હતો. લિસ્ટિંગ વખતે રોકાણકારોને ખૂબ મોટો ફાયદો થયો હતો. જોકે, 2021માં અત્યારસુધી Burger King શેર 2.5 ટકા નીચે ગયો છે. છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો શેરમાં 13 ટકાથી વધુ તેજી આવી છે. ફક્ત બે જ દિવસમાં બર્ગર કિંગનો શેર (Burger king share) 149 રૂપિયામાંથી વધીને 170 પર પહોંચી ગયો છે. આ તેજી ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. 25 ઓગસ્ટના રોજ બપોરે 1.16 વાગ્યા Burger King શેર 5.52 ટકાના વધારે સાથે 170 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

    બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે બર્ગર કિંગના શેરમાં તેજી આવવી નક્કી હતી. કારણ કે કોરોના સંક્રમણની બીજી લહેર છતાં કંપનીએ નાણાકીય વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે બર્ગર કિંગના શેરમાં ભવિષ્યમાં પણ તેજી ચાલુ રહેશે. ભાવ 190 રૂપિયા પ્રતિ શેર સુધી અને તેનાથી આગળ પણ જઈ શકે છે.

    Burger kingના શેરમાં તેજીનું કારણ શું?

    Profitmart Securitiesના રિસર્ચ હેડ અવિનાશ ગોરાક્ષકરે મિન્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કોરોના વાયરસની બીજી લહેર છતાં બર્ગર કિંગના જૂન ક્વાર્ટરનું પરિણામ મજબૂત આવ્યું છે. વર્ષથી વર્ષ પ્રમાણે તેનો વેચાણ ગ્રોથ 289% રહ્યો છે. હવે ધીમે ધીમે બજાર ખુલશે તો કંપનીને વધારે ફાયદો થશે. આ વાતોની અસર શેરના ભાવ પર જોવા મળી રહી છે."

    ગોરાક્ષકરનું કહેવું છે કે લૉંગ ટર્મ માટે બર્ગર કિંગના શેરમાં રોકાણ કરી શકાય છે. સંક્રમણને કારણે લિસ્ટિંગ પછી શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જે રોકાણ માટે સારી તક છે.

    SMC Global Securitiesના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ મુદિત ગોયલનું કહેવું છે કે, "બર્ગર કિંગના શેરમાં ફરી તેજી જોવા મળી છે. શેરનો મજબૂત સપોર્ટ 155 રૂપિયા છે, જ્યારે ઇમિડિએટ સપોર્ટ લેવલ 161 રૂપિયા નજરે પડે છે. બર્ગર કિંગનો શેર 160-190 રૂપિયા વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે. 190નું લેવલ પાર કરીને જો ત્યાં ટકી રહેશે તો મજબૂત બ્રેકઆઉટ આપી શકે છે."

    આ પણ વાંચો: Hot Stocks: એક-બે અઠવાડિયામાં જ આ ત્રણ શેર આપી શકે છે બે ડિજિટમાં વળતર, શું તમારી પાસે છે?

    ગોયલે કહ્યુ કે, જેમની પાસે બર્ગર કિંગના શેર છે તેઓ 155 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવી શકે છે. જ્યારે નવા રોકાણકારો માટે એ ઉચિત રહેશે કે તેઓ 190 રૂપિયાનું લેવલ પાર થાય તેની રાહ જુએ. એકવાર આ લેવલથી ઉપર આવ્યા બાદ જ નવા રોકાણકારો ખરીદી કરે.

    Burger King અમેરિકાની ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેનની અમેરિકન શાખા છે. તેનું લિસ્ટિંગ (Burger king listing) ભારતીય શેર બજારમાં 12મી ડિસેમ્બર, 2020ના રોજ થયું હતું. કંપનીની ઇશ્યૂ કિંમત 60 રૂપિયા હતું. જ્યારે તેનું લિસ્ટિંગ 115 રૂપિયા પર થયું હતું. જેમને આ કંપનીના શેર લાગ્યા હતા તેઓને ખૂબ સારો લિસ્ટિંગ લાભ મળ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Burger king, Investment, Share market, Stocks

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन