Burger Kingના શેરમાં આ મહિને મોટો ઘટાડો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

Investment advise: વર્ષથી વર્ષના આધારે બર્ગર કિંગ (Burger King)નું વેચાણ 289% વધ્યું છે. આ દરમિયાન કંપનીએ પાંચ નવા સ્ટોર પણ ખોલ્યા છે.

  • Share this:
    મુંબઈ: Burger Kingના શેરનું ગત ડિસેમ્બરમાં લિસ્ટિંગ થયું હતું. જે બાદમાં રોકાણકારોને સારું એવું વળતર મળ્યું હતું. જોકે, હવે બર્ગર કિંગના શેર (Burger King stock)ની રફ્તાર સુસ્ત પડી ગઈ છે. આ વર્ષે અત્યારસુધી બર્ગર કિંગના સ્ટૉકમાં 6%થી વધુનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 16% વધ્યો છે. ફક્ત ઓગસ્ટ 2021ની વાત કરીએ તો Burger Kingના સ્ટોકમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

    જોકે, બ્રોકરેજ હાઉસ હજુ પણ આ શેર પર બુલિશ (Bullish) છે. તેમને લાગે છે કે આગામી દિવસોમાં આ શેરમાં સારી એવી રિકવરી આવશે. મિન્ટ પ્રમાણે મોતીલાલ ઓસવાલે એક નોટમાં લખ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરમિયાન રેસ્ટોરન્ટ બંધ રહેવા છતાં નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બર્ગર કિંગે સારું પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન હોમ ડિલિવરી (Home delivery)ને પગલે કંપનીને ખૂબ સપોર્ટ મળ્યો હતો.

    જુલાઈ-ઓગસ્ટ 2021માં પણ રિકવરી ટ્રેન્ડ ચાલુ છે. આને જોતા બ્રોકરે ફર્મોએ Burger King Stockને ખરીદીની સલાહ આપી છે. આ ઉપરાંત શેરની ટાર્ગેટ કિંમત 210 રૂપિયા નક્કી કરી છે. 20 ઓગસ્ટના રોજ બર્ગર કિંગનો શેર 3.28% ઘટીને 158 રૂપિયા પર બંધ રહ્યો હતો.

    આ પણ વાંચો: CarTradeના શેરનું 1.11%ના ઘટાડા સાથે નબળું લિસ્ટિંગ, ટ્રેડિંગ શરૂ થતાં જ શેર 6% તૂટ્યો

    વર્ષથી વર્ષના આધારે બર્ગર કિંગનું વેચાણ 289% વધ્યું છે. આ દરમિયાન બર્ગર કિંગે પાંચ નવા સ્ટોર પણ ખોલ્યા છે. હજુ સુધી કોઈ પણ રેસ્ટોરન્ટને બંધ કરવાનો પ્રસંગ નથી આવ્યો. નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન દેશમાં કંપની પાસે 270 સ્ટોર છે.

    બ્રોકરેજ હાઉસ ICICI Securities તરફથી પણ બર્ગર કિંગના શેરને Buy રેટિંગ આપવામાં આવ્યું છે. તેમણે શેરની ટાર્ગેટ કિંમત 200 રૂપિયા નક્કી કરી છે. ICICI Securitiesનું કહેવું છે કે શોર્ટથી મીડિયમ ટર્મ માટે બર્ગર કિંગના ગ્રોથ માટે અનેક કારણ છે. તેની આવકમાં સુધારો, મૉલમાં સ્ટોર્સમાં વધારો તેમજ કેફેમાં ગ્રોથ સામેલ છે. જોકે, બ્રોકરેજ હાઉસે એવું પણ કહ્યું છે કે કંપની સામે કેટલાક પડકાર પણ છે. ટીયર-2, ટીયર-3 અને ટીયર-4 શહેરમાં સ્ટોર ન ચાલવાને પગલે વિસ્તાર અટકી જવાની સાથે સાથે ઉત્તર અને પૂર્વ ભારતમાં કાંટાની ટક્કર મળી રહી હોવાથી કંપનીનું વેચાણ પ્રભાવિત થઈ શકે છે.

    આ પણ વાંચો: Multibagger Stocks: ફક્ત ત્રણ મહિનામાં 1 લાખ બની ગયા 7.31 લાખ, આ સ્ટૉકે આપ્યું 632% વળતર

    Burger King અમેરિકાની ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેનની અમેરિકન શાખા છે. તેનું લિસ્ટિંગ (Burger king listing) ભારતીય શેર બજારમાં 12મી ડિસેમ્બર, 2020ના રોજ થયું હતું. કંપનીની ઇશ્યૂ કિંમત 60 રૂપિયા હતું. જ્યારે તેનું લિસ્ટિંગ 115 રૂપિયા પર થયું હતું. જેમને આ કંપનીના શેર લાગ્યા હતા તેઓને ખૂબ સારો લિસ્ટિંગ લાભ મળ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: