ફ્લાઇટ યાત્રા કરનારાઓ માટે મોટા સમાચાર, હવે 4 કલાક પહેલા પહોંચવું પડશે એરપોર્ટ, જાણો શા માટે

નાગરિક ઉડ્યન સુરક્ષા બ્યુરો (BCAS)એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હવે તમામ એરલાઇન્સ અને એરપોર્ટ પર મુસાફરોને ઘરેલુ ફ્લાઇટ્સ માટે 3 કલાક પહેલા એરપોર્ટ પર આવવું પડશે. ચાલો જાણીએ આ મામલો

News18 Gujarati
Updated: August 8, 2019, 12:15 PM IST
ફ્લાઇટ યાત્રા કરનારાઓ માટે મોટા સમાચાર, હવે 4 કલાક પહેલા પહોંચવું પડશે એરપોર્ટ, જાણો શા માટે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 8, 2019, 12:15 PM IST
જો તમે વિમાનથી મુસાફરી કરવા જઇ રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરેખર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આંચકો લાગ્યો છે. એટલા માટે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. દેશના તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યુરોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હવે તમામ એરલાઇન્સ મેનેજમેન્ટ અને એરપોર્ટના મુસાફરોને ઘરેલુ ફ્લાઇટ્સ માટે 3 કલાક પહેલા એરપોર્ટ પર આવવું પડશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ લેનારાઓએ હવે 4 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું પડશે. નાગરિક સુરક્ષા બ્યરોએ એરપોર્ટ પર ડ્રોન , મોડલ અને માઇક્રોલાઇટ એરક્રાફ્ટ દેખરેખ રાખવા પણ સૂચના આપી છે. તમામ એરપોર્ટ પર ઝડપી પ્રતિક્રિયા ટીમ તૈનાત કરાશે.

આ ઓર્ડર 30 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે - સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યુરોનું કહેવું છે કે આ પગલું સ્વતંત્રતા દિવસની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. નવો નિયમ 10 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી સામાન્ય રીતે ઘરેલુ ફ્લાઇટ્સ માટે 2 કલાક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના 3 કલાક પહેલા પહોંચાવું જરુરી હોય છે.30 ઓગસ્ટ સુધી એરપોર્ટ પર વિઝિટર પાસ ઉપલબ્ધ રહેશે નહીં. બ્યુરોએ મુલાકાતીઓની પ્રવેશ બંધ કરી દીધી છે.

તમામ કારની કરાશે તપાસ - આદેશમાં જણાવ્યું છે કે એરપોર્ટ પર આવતી તમામ કારની તપાસ કરવામાં આવશે. જો કાર પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે, તો તેની તપાસ પણ કરવામાં આવશે. એરપોર્ટ ટર્મિનલની બહાર અથવા પીક-ડ્રોપ સેવામાં આવેલી કાર પર તપાસ કરાશે. એ જ રીતે તમામ મુસાફરોની વિમાનમથકથી પ્રવેશથી લઈને વિમાનમાં બેસવા સુધીની ખૂબ જ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.


>> મુસાફરો ઉપરાંત હવે પાઇલોટ, ક્રૂ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ સહિત એરપોર્ટના તમામ કર્મચારીઓની તપાસ કરવામાં આવશે.

>> તે પણ જોવામાં આવશે કે તેમાંથી કોઈએ દારૂ પીધો છે કે નહીં. તે તમામનું બ્રેથ એનેલાઇઝર પરીક્ષણ થશે. અત્યાર સુધી પાયલોટ અને ક્રુ સ્ટાફ જ આ પ્રક્રિયામાંથી પસાર થતા હતાં.

>> બીસીએએસએ કહ્યું છે કે જે વ્યક્તિ શ્વાસ વિશ્લેષક પરિક્ષણમાં દારૂ પીને પકડાશે, તેની સામે તરત જ કડક કાર્યવાહી કરવામાં આવશે.

>> આવા કૃત્ય પર પાયલોટનું લાઇસન્સ પણ રદ કરી શકાય છે. જો કર્મચારીઓ લાઇસન્સ વગર કામ કરે છે, તેઓને અસ્થાયી અથવા કાયમી ધોરણે બરતરફ કરી શકાય છે.
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...