Home /News /business /FD કરવી હોય તો અહીં જ રોકાય રૂપિયા, 750 દિવસો માટે મળશે 8.71 ટકા જેટલું વ્યાજ

FD કરવી હોય તો અહીં જ રોકાય રૂપિયા, 750 દિવસો માટે મળશે 8.71 ટકા જેટલું વ્યાજ

FD પર મળી રહ્યું છે બંપર રિટર્ન

રેપો રેટમાં વધારા બાદ અનેક મોટી પ્રાઇવેટ અને સરકારી બેંકો સિવાય સ્મોલ ફાઇનાન્સ બેંકો (small Finance Banks)એ પણ પોતાની ફિક્સ્ડ ડિપોઝીટ રેટ (Fixed Deposit Rates)ને વધારી દીધા છે.

નવી દિલ્હીઃ ગત 8 ફેબ્રુઆરીના રોજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ફરી એક વખત રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો (RBI Repo Rate Hike) કર્યો છે. રેપો રેટમાં આ વધારા બાદ અનેક મોટી પ્રાઇવેટ અને સરકારી બેંકો સિવાય સ્મોલ ફાઇનાન્સ બેંકો (small Finance Banks)એ પણ પોતાની ફિક્સ્ડ ડિપોઝીટ રેટ (Fixed Deposit Rates)ને વધારી દીધા છે. તેમાં હવે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકએ 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર વ્યાજ દરો (Fincare Small Finance FD Interest Rate) વધારી દીધા છે.

મળશે 8.71 ટકા વ્યાજ


વ્યાદ દરોમાં આ વધારા બાદ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક 750 દિવસની એફડી પર તેના જનરલ કસ્ટમર્સને 8.11 ટકા વ્યાજ આપી રહી છે. તો આ સ્મોલ ફાઇનાન્સ બેંક આ જ ટાઇમ પિરિયડ પર પોતાના સીનિયર સિટીઝન્સ ગ્રાહકોને 8.71 ટકા વ્યાજ આપી રહી છે. ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓફિશ્યલ વેબસાઇટ દ્વારા મળતી જાણકારી અનુસાર વધેલા નવા વ્યાજ દર 13 ફેબ્રુઆરીથી લાગૂ થયા છે.

આ પણ વાંચોઃ જ્યાં ઘાસનું તણખલું ઉગાડવું પણ મુશ્કેલ તેવા દુકાળિયા પ્રદેશમાં આ ખેડૂતે સ્ટ્રોબેરી ઉગાવી કર્યો કમાલ

સ્મોલ ફાઇનાન્સ બેંકના નવા એફડી રેટ્સ


ઇન્ટરેસ્ટ રેટમાં આ વધારા બાદ આ સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના ગ્રાહકોને 7 દિવસથી 45 દિવસની એફડી પર 3 ટકા, 46 દિવસથી 90 દિવસની એફડી પર 3.50 ટકા, 91 દિવસથી 180 દિવસની એફડી પર 4.50 ટકા, 181 દિવસથી 364 દિવસની એફડી પર 5.50 ટકા, 12 મહીનાથી 15 મહીનાની એફડી પર 7.25 ટકા અને 15 મહીના 1 દિવસથી 499 દિવસની એફડી પર 7.30 ટકા વ્યાજ મળશે. તો 500 દિવસની એફડી પર બેંક તેના ગ્રાહકનોને 7.50 ટકા, 501 દિવસથી 18 મહીનાની એફડી પર 7.30 ટકા અને 18 મહીનાથી 24 મહીનાની એફડી પર 7.30 ટકાનું વ્યાજ આપશે.

આ પણ વાંચોઃ વધતી ગરમીની સાથે વધશે આ કંપનીઓનો નફો, ઉનાળામાં એક જોરદાર કમાણીનો મોકો


અહીં મળશે 8.11 ટકા વ્યાજ


બીજી તરફ સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના ગ્રાહકોને 24 ગ્રાહકોને 24 મહીનાથી 749 દિવસની એફડી પર 7.50 ટકા, 750 દિવસની એફડી પર મહત્તમ 8.11 ટકા, 751 દિવસથી 999 દિવસની એફડી પર 7.50 ટકા અને 1000 દિવસની એફડી પર 8 ટકા વ્યાજ મળશે. આ સિવાય બેંક 1001 દિવસથી 48 મહીનાની એફડી પર 7 ટકા, 48 મહીના 1 દિવસથી 59 મહીનાની એફડી પર 6.75 ટકા, 59 મહીના 1 દિવસથી 66 મહીનાની એફડી પર 7 ટકા અને 66 મહીના 1 દિવસથી 84 મહીનાની એફડી પર 6 ટકાનું વ્યાજ આપશે.
First published:

Tags: Business news, Fixed Deposit, Interest Rate