Home /News /business /ઘટતા બજારમાં પણ ઉપર ચઢ્યો આ શેર, 3 મહિનામાં આપ્યુ 20 ટકા વળતર

ઘટતા બજારમાં પણ ઉપર ચઢ્યો આ શેર, 3 મહિનામાં આપ્યુ 20 ટકા વળતર

52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો આ શેર

શેરબજારમાં ઘટાડા છતાય Equitas Small Finance Bank (SFB)માં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આ શેર આજે 5 ટકાની તેજીની સાથે 52 સપ્તાહના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે.

  • CNBC
  • Last Updated :
  • New Delhi, India
    નવી દિલ્હીઃ શેરબજારમાં ઘટાડા છતાય Equitas Small Finance Bank (SFB)માં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આ શેર આજે 5 ટકાની તેજીની સાથે 52 સપ્તાહના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. વાસ્તવમાં, આ સ્મોલ ફાઈનાન્સ બેંકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી SBI Funds Managementને હિસ્સેદારી વેચવાની મંજૂરી મળી ગઈ છે. Equitas SFBએ મંગળવારે આ વિશે જાણકારી આપી હતી. SBI Funds Management કંપનીમાં 9.99 ટકા હિસ્સેદારી ખરીદશે.

    CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, બેંકે એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યુ કે, આરબીઆઈની મંજૂરી હજુ પણ એક્વિઝિશન અનુપાલનને આધીન છે. નવેમ્બર 2022માં બેંકે કહ્યુ હતું કે, DSP Investment Managers ને 9.99 ટકા હિસ્સેદારી ખરીદવા માટે આરબીઆઈ પાસેથી મંજૂરી મળી ગઈ છે. ગત 6 મહિનામાં Equitas SFB માં 53 ટકાથી વધારે તેજી જોવા મળી છે. શેરાં તેજી બેંકના રિવર્સ મર્જરની ખબર પછી આવી છે. મેનેજિંગ ડિરેક્ટર અને સીઈએ તેમના હોદ્દા પર કાયમ રહેશે.

    ગત વર્ષે બોર્ડ પાસેથી મળી હતી એકીકરણની મંજૂરી


    ગત વર્ષે માર્ચમાં Equitas SFB બોર્ડે Equtias SFB અને પ્રમોટર/હોલ્ડિંગ કંપનીના એકીકરણની યોજનાને મંજૂરી આપી હતી. Equitas SFB ની હોલ્ડિંગ કંપની Equitas Holdings છે. બેંકે પ્રમોટર હોલ્ડિંગ સાથે જોડાયેલા નિયમોને પૂરા કરવા માટે આ નિર્ણય કર્યો છે. નોંધનીય બાબત છે કે, હોલ્ડિંગ કંપનીના સ્ટ્ર્ક્ચરને આરબીઆઈના નિયમો પાલન કરમા માટે તૈયાર કરવામાં આવ્યુ છે.

    Equitas SFB માં 100 ટકા પબ્લિક શેર હોલ્ડિંગ થશે


    આ પહેલા RBIએ પ્રમોટરવે કંપનીથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાનો વિકલ્પ આપ્યો હતો. RBI તરફથી આ વિકલ્પ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 5 વર્ષના લોક-ઈન પીરિયડને પૂરો થયા પછી રાખવામાં આવ્યો હતો. એકીકરણ પછી હોલ્ડિંગ કંપની ખત્મ થઈ જશે અને Equitas SFB માં 100 ટકા પબ્લિક શેર હોલ્ડિંગ થશે. આ યોજના હેઠળ 231:111નો સ્વેપ રેશિયો નક્કી કરવામાં આવ્યો છે. તેના હેઠળ કંપનીને Equitas SFBના દરેક શેર પર 231 શેર મળશે. જો કે, તેના માટે હજુ રેગ્યુલેટરી અને કોર્ટ પાસેથી મંજૂરી મળવાની બાકી છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन