Home /News /business /

Good news : LIC શેર પ્રાઇઝમાં આવી શકે છે બંપર તેજી, જાણો શું કહે છે બ્રોકરેજ ફર્મ

Good news : LIC શેર પ્રાઇઝમાં આવી શકે છે બંપર તેજી, જાણો શું કહે છે બ્રોકરેજ ફર્મ

એલઆઇસીના શેર ધારકો માટે સારા સમાચાર

જેપી મોર્ગને એલઆઇસીના શેર પર ઓવરવેઇટ રેટિંગ સાથે કવરેજ રજૂ કર્યું છે. આ બ્રોકરેજ ફર્મે 12 મહિનાના ગાળા માટે એલઆઈસીના શેર પર 840 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે.

    સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના શેરમાં વધારો થયો હતો. બીએસઈ (BSE) પર એલઆઈસીના શેરનો ભાવ (LIC Share Price) એક ટકા એટલે કે 6.55 રૂપિયાના વધારા સાથે 661.25 પર બંધ થયો હતો. બજારમાં લિસ્ટ થયા બાદ આ શેરનું ઉચ્ચતમ સ્તર 920 રૂપિયા અને ન્યૂનતમ સ્તર 650 રૂપિયા રહ્યું છે. આ રીતે એલઆઈસીના આઈપીઓમાં (LIC IPO)પૈસા લગાવનારા લોકો હાલ ભારે ખોટમાં ચાલી રહ્યા છે. મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો, ગ્રોથ આઉટલૂક અને જીવન વીમા બજારમાં સૌથી વધુ માર્કેટ શેર હોવા છતાં એલઆઇસીના શેરે તેના રોકાણકારોને નિરાશ કર્યા છે.

    ગયા મહિને બજારમાં લિસ્ટ થયા બાદથી આ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આ રોકાણકારો માટે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગન હવે એક મોટા ખુશખબર (Good news for LIC Stock Holders) લઈને આવી છે. જેપી મોર્ગન ભારતની આ સૌથી મોટી વીમા કંપની વિશે એકદમ બુલિશ છે. આવો જાણીએ જેપી મોર્ગને શું કહ્યું છે.

    840 રૂપિયા સુધી જઇ શકે છે શેર


    જેપી મોર્ગને એલઆઇસીના શેર પર ઓવરવેઇટ રેટિંગ સાથે કવરેજ રજૂ કર્યું છે. આ બ્રોકરેજ ફર્મે 12 મહિનાના ગાળા માટે એલઆઈસીના શેર પર 840 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. જેપી મોર્ગનનું માનવું છે કે એલઆઇસીના શેરમાં તેના લેટેસ્ટ સૌથી નીચલા સ્તરથી 29 ટકાનો સંભવિત ઉછાળો જોવા મળી શકે છે. જો કે અહીં જણાવી દઈએ કે આ ટાર્ગેટ પ્રાઈસ પણ આ શેરના ઈશ્યૂ પ્રાઈસથી 12 ટકા ઓછી છે. આ શેરની ઈશ્યૂ પ્રાઈઝ (એલઆઈસી ઈશ્યૂ પ્રાઈઝ) 949 રૂપિયા હતી. શેર તેના ઇશ્યૂ પ્રાઇસના ત્રીજા ભાગનો ઘટાડો થયો છે.

    આ પણ વાંચો -આજે શેરબજારમાં તેજીનો માહોલ, આ શેરોમાં રહેશે સૌથી વધુ એક્શન

    બજારે નક્કી કરી ખોટી કિંમત


    બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, લિસ્ટિંગ બાદ ભારે ઘટાડા બાદ બજાર સ્ટોકનું ખોટું મૂલ્ય આંકી રહ્યું છે એટલે કે આ સ્ટોકને હળવાશથી લેવામાં આવી રહ્યો છે. "એલઆઈસીના શેર તેના આઈપીઓ મૂલ્યથી 32 ટકા નીચે છે. બજારે આ સ્ટોકની ખોટી કિંમત નક્કી કરી છે."

    જેપી મોર્ગને જણાવ્યું હતું કે, "એલઆઇસીની નવી બિઝનેસ વેલ્યુ તેની પોલિસીના માત્ર એક ટકા છે. તેથી 99 ટકા મૂલ્ય જૂની નીતિઓમાંથી આવે છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મે એલઆઈસીમાં સરકારના હિસ્સામાં વધુ ઘટાડાના જોખમ પર પણ પ્રકાશ પાડ્યો હતો. એલઆઈસી ભારતીય આઈપીઓ બજારનો સૌથી મોટો આઈપીઓ હતો. કારણ કે ભારત સરકારે તેનો 3.5 ટકા હિસ્સો 20,554 કરોડ રૂપિયામાં વેચ્યો હતો.

    આ પણ વાંચો-સોનાના ભાવમાં થયો ફેરફાર, અહીં ચેક કરો ગુજરાતમાં સોના-ચાંદીની આજની કિંમત

    લોંગ ટર્મ રીટર્ન


    એલઆઇસીના ચેરમેન એમ.આર.કુમારે ઇકોનોમિક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, લોકોએ સ્ટોકની હાલની કામગીરી અંગે ચિંતા ન કરવી જોઇએ અને રોકાણકારોને ધીરજ રાખવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા પરિબળોને કારણે આ સમયે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની અસર એલઆઈસીના શેર પર પણ પડી રહી છે. પરંતુ માર્કેટ રિકવર થતાં એલઆઇસીના શેરમાં પણ ઉછાળો આવશે. રોકાણકારોને મધ્યમથી લાંબા ગાળામાં અહીં સારું વળતર મળશે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, LIC, Share bazar, Stock market

    આગામી સમાચાર