Home /News /business /આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને નચાવ્યા, 10 હજારની માસિક SIP પર આપ્યુ 12 કરોડનું રિટર્ન
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને નચાવ્યા, 10 હજારની માસિક SIP પર આપ્યુ 12 કરોડનું રિટર્ન
HDFC Flexi Cap fund
આ ફંડ છે HDFC Flexi Cap. તેણે તેની શરૂઆતથી જ રોકાણકારોને ફાયદો કરાવવાનું શરૂ કરી દીધું છે. આ મહિને આ ફંડના 28 વર્ષ પણ પૂરા થયા છે. આ સમયમાં ફંડ દ્વારા રોકાણકારો જોરદાર ફાયદો થયો છે. ગત એક વર્ષના ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો આ ફંડે લગભગ 30 ટકા વળતર આપ્યુ છેં.
નવી દિલ્હીઃ શેરબજારમાં એક ઝાટકે જ રોકાણકાર અમીર બની જાય છે. જ્યારે એક ઝાટકે રોડપતિ પણ બની જાય છે. એવામાં તમે રોકાણકાર તરીકે ડાયરેક્ટ રોકાણથી બચવા અને કમાણી કરવા માંગો છો, તો પછી એસઆઈપી એટલે કે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટેમેન્ટ પ્લાન એક શાનદાર વિકલ્પ છે. આજે અમે એવા ફંડના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે 10,000 રૂપિયાની માસિક એસઆઈપી પર હજુ સુધી 12 કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે.
એક વર્ષમાં 30 ટકા વળતર આપ્યું
આ ફંડ છે HDFC Flexi Cap. તેણે તેની શરૂઆતથી જ રોકાણકારોને ફાયદો કરાવવાનું શરૂ કરી દીધું છે. આ મહિને આ ફંડના 28 વર્ષ પણ પૂરા થયા છે. આ સમયમાં ફંડ દ્વારા રોકાણકારો જોરદાર ફાયદો થયો છે. ગત એક વર્ષના ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો આ ફંડે લગભગ 30 ટકા વળતર આપ્યુ છેં.
એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડના 28 વર્ષના સફરની વાત કરીએ તો કોઈ રોકાણકારો શરૂઆતમાં 10 હજારની માસિક એસઆઈપી શરૂ કરી હશે, તેને હાલમાં 12 કરોડ રૂપિયાનું વળતર મળ્યુ હશે. કારણ કે, આ ફંડે 19 ટકાથી વધારે વળતર આપ્યુ છે. ગત એક વર્ષમાં આ ફંડે 30.29 ટકા વળતર આપ્યુ છે. રોકાણના હિસાબથી જોઈએ તો, એક વર્ષમાં 10 હજાર રૂપિયાની માસિક એસઆઈપીએ 1.39 લાખ રૂપિયાનું વળતર આપ્યુ છે.
આ છે ફંડનો 15 વર્ષનો રેકોર્ડ
ગત ત્રણ વર્ષોમાં આ ફંડ દ્વારા મળનારા વળતરનો આંકડો જોઈએ તો, તેણે રોકાણકારોને લગભગ 31 ટકા સુધીનું વળતર આપ્યુ છે. આ ત્રણ વર્ષોમાં 10 હજારની માસિક એસઆઈપી દ્વારા 3.60 લાખ રૂપિયાના કુલ રોકાણ પર 5.61 લાખ રૂપિયા વળતર આપ્યુ છે. આ રીતે ગત 5 વર્ષોમાં લગભગ 21 ટકા અને 15 વર્ષોમાં લગભગ 15 ટકા વળતર આપ્યું છે.
આ ફંડ દ્વારા મળનારા વાર્ષિક વળતરના હિસાબથી જોઈએ તો, તેણે લાંબાગાળામાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. જો તમે પણ એસઆઈપીમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોવ તો, પછી મોટા રોકાણ પહેલા ફંડની બેસ્ટ હિસ્ટ્રી અને વળતરના વિશે તપાસ કરવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર