Home /News /business /

Bumper Discount : Baleno, Ignis અને Ciaz સહિત ગાડીઓ પર રૂ. 1.12 લાખ સુધીની છૂટ

Bumper Discount : Baleno, Ignis અને Ciaz સહિત ગાડીઓ પર રૂ. 1.12 લાખ સુધીની છૂટ

બલેનો

Nexa રેન્જની Ignis, Baleno, Ciaz અને S Cross ગાડી પર કેશબેક (Cash Back), કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને એક્ચેન્જ બોનસ સહિત અનેક ઓફર મળી રહી છે.

    મારુતિ સુઝુકી પોતાની Nexa રેન્જ ગાડીઓ માટે એક લાખ રૂપિયાથી વધારેનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન અંતર્ગત તગડી છૂટ (Bumper Discount) આપી રહી છે. તમને Nexa રેન્જની Ignis, Baleno, Ciaz અને S Cross ગાડી પર કેશબેક (Cash Back), કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને એક્ચેન્જ બોનસ સહિત અનેક ઓફર મળી રહી છે. જાણો કઈ ગાડી પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે :

    Maruti Ignis: આ કાર પર તમને સપ્ટેમ્બર, 2019 સુધી 57 હજાર રૂપિયાનો લાભ મળી રહ્યો છે. ઇગ્નિસ પર રૂ. 30 હજારનું કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 20 હજારનું એક્સેન્જ બોનસ અને રૂ. 7 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    Maruti Baleno: મારુતી સુઝુકી બલેનો BS-6 પર રૂ. 35 હજાર સુધીનો ફાયદો મળી રહ્યો છે. જ્યારે BS-4 બલેનો પર તમે રૂ. 60 હજાર સુધીની બચત કરી શકો છો. Maruti Baleno BS-6 Petrol પર રૂ. 15 હજાર કેશબેક, રૂ. 18 હજાર એક્ચેન્જ બોનસ, રૂ. 5 હજાર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે Maruti Baleno BS-4 Diesel પર રૂ. 20 હજાર એક્ચેન્જ બોનસ, રૂ. 10 હજાર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને પાંચ વર્ષની વૉરંટી મળી રહી છે.



    Maruti Ciaz: સિયાઝના અલગ અલગ વેરિએન્ટ્સ (Variants) પર ઓફર્સ મળી રહી છે. આ કાર પર તમે રૂ. 87 હજાર સુધીની બચત કરી શકો છો. Maruti Ciaz Sigma, Delta Petrol પર રૂ. 25 હજાર કેશબેક, રૂ. 30 હજાર એક્ચેન્જ બોનસ, રૂ. 10 હજાર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. Maruti Ciaz Zeta Petrol પર રૂ. 15 હજાર કેશબેક, રૂ. 30 હજાર એક્ચેન્જ બોનસ, રૂ. 10 હજાર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Maruti Ciaz Alpha Petrol, Automatic પર રૂ. 30 હજાર એક્ચેન્જ બોનસ અને રૂ. 10 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે Maruti Ciaz 1.5 Diesel (DDIS 225) ઉપર રૂ. 25 હજાર કેશબેક, રૂ. 30 હજાર એક્ચેન્જ બોનસ, રૂ. 10 કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સહિત પાંચ વર્ષની વૉરંટી મળી રહી છે.



    Maruti S Cross: સૌથી વધારે ડિસ્કાઉન્ટની ઓફર એક ક્રોસ પર છે. આ કાર પર કંપની રૂ. 1.12 લાખ સુધીની છૂટ આપી રહી છે. Maruti S Cross Sigma, Delta ઉપર રૂ. 50 હજાર કેશબેક, રૂ. 30 હજાર બોનસ, રૂ. 10 હજાર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને પાંચ વર્ષની વૉરંટી મળી રહી છે. જ્યારે Maruti S Cross Zeta, Alpha પર રૂ. 40 હજાર કેશબેક, રૂ. 30 હજાર એક્ચેન્જ બોનસ, રૂ. 10 હજાર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને પાંચ વર્ષની વૉરંટી મળી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Baleno, Discount, Maruti suzuki, કાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन