Home /News /business /Paytm Share tips : પેટીએમના શેર પર મોટા બ્રોકરેજ હાઉસે આપ્યું Bullish રેટિંગ

Paytm Share tips : પેટીએમના શેર પર મોટા બ્રોકરેજ હાઉસે આપ્યું Bullish રેટિંગ

પેટીએમ શેર (પ્રતીકાત્મક તસવીર)

Paytm share target: મોર્ગન સ્ટેનલી તરફથી પેટીએમના શેર માટે 1,875 રૂપિયાનો ટાર્ગેટ (Paytm share target) આપવામાં આવ્યો છે, જે કિંમત મંગળવારની ક્લોજિંગ પ્રાઇસથી 43% વધારે છે.

મુંબઇ. Paytm Share: ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Digital payment company Paytm)નું શેર બજારમાં નબળું લિસ્ટિંગ થયું હતું. જે બાદમાં વિવિધ બ્રોકરેજ હાઉસોએ પણ ખરાબ રેટિંગ આપ્યું હતું. પેટીએમના શેરને હવે એક મોટો બ્રેકરોજ હાઉસ તરફથી Bullish રેટિંગ આપવામાં આવ્યું છે. હકીકતમાં મોર્ગન સ્ટેનલીએ (Morgan Stanley) ઓવરવેટ રેટિંગ સાથે ડિજિટલ પેમેન્ટ સ્ટાર્ટઅપનું કવરેજ શરૂ કર્યું છે. મોર્ગન સ્ટેનલી તરફથી પેટીએમના શેર માટે 1,875 રૂપિયાનો ટાર્ગેટ (Paytm share target) આપવામાં આવ્યો છે, જે કિંમત મંગળવારની ક્લોજિંગ પ્રાઇસથી 43% વધારે છે. પેટીએમની શેર આ અઠવાડિયાની શરૂઆતમાં રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચી ગયો હતો.

નાણાકીય સેવામાં સુધારાથી નફામાં વધારો થશે

સુમીત કરીવાલા સહિત અને એનાલિસ્ટે મંગળવારે એક નોટમાં લખ્યું છે કે, કંપની નાણાકીય વર્ષ 2025માં ઓપરેટિંગ પ્રોફિટના સ્તર પર આવી શકે છે. સાથે જ નાણાકીય સેવાઓ વધવાથી કંપનીની નાણાકીય સ્થિતિમાં ઝડપથી સુધારો થવાની આશા છે.

બીજા વિદેશી બ્રોકરોએ આપ્યું ખરાબ રેટિંગ

આ શેર પર મક્કાયરી ગ્રુપ અને ગોલ્ડમેન સાક્સ તરફથી ક્રમશ: અંડરપફોર્મ અને ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે. ભારતીય બ્રોકર્સમાં દોલત કેપિટલ માર્કેટ તરફથી પેટીએમ માટે Buy રેટિંગ આપવામાં આવ્યું હતું અને 2500 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પેટીએમના ઇશ્યૂમાં મોર્ગટ સ્ટેનલી અને ગોલ્ડમેન સાક્સ બેંકર્સમાં સામેલ હતા.

પેટીએમનો શેર

પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિડેટે (One 97 Communications Ltd.) આઈપીઓ મારફતે 2.5 અબજ ડોલર એકઠા કર્યાં હતાં. 18 નવેમ્બરના રોજ લિસ્ટિંગના દિવસે જ શેર 27% તૂટીને 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી 1,564 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. હાલ આ શેર પોતાની ઇશ્યૂ કિંમતથી 39 રૂપિયા ઘટાડા સાથે 1340 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈ પર પેટીએમનો શેર 1,955 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

આ પણ વાંચો: Metro Brands IPO listing: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત મેટ્રો બ્રાન્ડસના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

પેટીએમના શેર પર બ્રોકરેજ ફર્મનો અભિપ્રાય

MOGRAN STANLEY: પેટીએમ શેર પર ઓવરવેટ (Overweight) રેટિંગ આપ્યું છે. સાથે જ ટાર્ગેટ 1875 રૂપિયા નક્કી કર્યો છે.

GOLDMAN SACHS: પેટીએમ શેર પર ન્યૂટ્રલ (Neutral) રેટિંગ આપ્યું છે. સાથે જ શેર માટે 1630 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે પાંચ વર્ષમાં TAMમાં 20%થી વદારે ગ્રોથની આશા છે. ઇન્ડસ્ટ્રીમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાનો દાવો બ્રોકરેજ હાઉસે કર્યો છે.
First published:

Tags: Investment, Paytm, Share market, Stock tips