Home /News /business /Stock Market: શેરબજારમાં બંપર તેજી સેન્સેક્સ 60 હજારને પાર અને નિફ્ટી 17900ને પાર

Stock Market: શેરબજારમાં બંપર તેજી સેન્સેક્સ 60 હજારને પાર અને નિફ્ટી 17900ને પાર

શેરબજારમાં આજે આગ ઝરતી તેજીની શક્યતા દેખાઈ રહી છે.

Indian Stock Market: શેરબજારનું છેલ્લું સત્ર એટલે કે ગત શુક્રવારે માર્કેટ તેજી સાથે બંધ થયું હતું અને એક્સપર્ટનું માનીએ તો આજે બજારમાં તેજીની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. તો ગ્લોબલ માર્કેટમાં પણ પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ તેની અસર જોવા મળશે અને ખરીદી વધી શકે છે જેનાથી બજારમાં તેજીની શક્યતા છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતીય શેર બજાર આ સમયે પોઝિટિવ સેન્ટિમેન્ટથી ભરેલું છે અને રોકાણકારોમાં ખરીદીનો જોશ હાઈ છે. જેનાથી માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે. ગત સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં તેજી સાથે બંધ થયેલા સેન્સેક્સ નિફ્ટીમાં આજે પણ તગડો ઉછાળો જોવા મળી શકે છે. સેન્સેક્સ ગત છેલ્લા સત્રમાં 100 અંકથી પણ વધુ વધીને 59,793 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 34 અંકની મજબૂતી સાથે 17833 પર બંધ થયો હતો. એક્સપર્ટ્સનું કહેવું છે કે તેજીની આ દોડ આજે પણ ચાલુ રહી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા ઉછાળાની અસર રોકાણકારો પર પણ જોવા મળી રહી છે અને બજારમાં શરુઆતથી જ ખરીદદારી જોવા મળી શકે છે જેનાથી આજે સેન્સેક્સ ફરી એકવાર 60 હજારને પાર જઈ શકે છે.

  તમારા 10 લાખ રુપિયાને આ રીતે રોકાણ કરો? પછી ટેન્શન ફ્રી થઈને તગડું રિટર્ન મેળવો

  અમેરિકા અને યુરોપિયન માર્કેટની સ્થિતિ


  અમેરિકામાં વ્યાજ દરોમાં વધારાની જાહેરાત છતાં રોકાણકારોમાં હવે પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ગત મહિને શરુઆતના ઝટકા બાદ રોકાણકારો હવે ફરી બજારમાં આવી ગયા છે અને ધોમ ખરીદી કરી રહ્યા છે. આ જ કારણ છે કે ગત કારોબારી સત્રમાં અમેરિકાના શેરબજારમાં સામેલ NASDAQ પર 2.11 ટકાનો જબરજસ્ત ઉછાળો આવ્યો છે. અમેરિકાની સાથે સાથે યુરોપિયન માર્કેટમાં પણ છેલ્લા કેટલાક સત્રથી તેજી આવી રહી છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મની સ્ટોક એક્સચેન્જ 1.43 ટકા વધીને બંધ થયો છે. જ્યારે ફ્રાંસના શેરબજારમાં પણ છેલ્લા કારોબારી સત્રમાં 1.41 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેના ઉપરાંત લંડન સ્ટોક એક્સચેન્જ પણ 1.23 ટકાના તગડા વધારા સાથે બંધ થયું છે.

  iPhone 14 ખરીદવા જેટલી રકમમાં થઈ શકે મસમોટી કમાણી? આવો છે ફંડા, સમજી લો

  એશિયન બજારોમાં તેજી


  એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ પર એસજીએક્સ નિફ્ટી 0.04 ટકા ઉપર ટ્રેડ કરી રહી છે. જ્યારે જાપાનનો નિક્કેઈ 1.11 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં પણ 1.78 ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પી પર 0.33 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ આજે 0.82 ટકાના ઉછાળ સાથે કારોબાર કરી રહ્યો છે.

  બજારમાં બુલ્સનો જોશ હાઈ, આગામી 6 મહીના સુધી રહેશે ઓટો સેક્ટરમાં તેજી

  દેશી બજારમાં વિદેશી રોકાણકારોની ધોમ ખરીદી


  ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા શેરની ખરીદી સતત વધી રહી છે અને વિદેશી રોકાણ વધતા ભારતીય માર્કેટ પોઝિટિવ સેન્ટિમેન્ટ આપી રહ્યું છે. છેલ્લા કારોબારી સત્રમાં એટલે કે ગત શુક્રવારે શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 2132.42 કરોડ રુપિયાની ખરીદી કરી હતી. જ્યારે આ દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 1167.56 કરોડ રુપિયાના શેરનું વેચાણ કર્યું હતું. વિદેશી રોકાણકારોએ એકલા ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરબજારોમાં લગભગ 6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

  Business Idea: એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો

  આજથી શરું થતું સપ્તાહ કેવું રહેશે?


  ટેક્નિકલ ચાર્ટ પર જોઈએ તો નિફ્ટી 50 વિકલી ચાર્ટ પર એક બુલિશ કેન્ડલિસ્ટિક પેટર્ અને ડેલી સ્કેલ પર એક નાના આકારની બુલિશ કેન્ડલ બનાવી છે. એન્જલવનના ચીફ એનાલિસ્ટ સમિત ચૌહાણ મુજબ નાણાકીય અને આઈટી શેરમાં ખરીદીને કારણે નિફ્ટી આ સપ્તાહમાં 18 હજારને પાર જઈ શકે છે. જો વૈશ્વિક માર્કેટથી સપોર્ટ મળશે તો નિફ્ટી આ સપ્તાહમાં 18200-18350ના સ્તર સુધી જઈ શકે છે. જ્યારે તેમણે ઘટાડાની સ્થિતિમાં 17675-17500ના સ્તરે ખરીદી કરવાની સ્ટ્રેટેજી આપી છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Indian Stock Market, Nifty 50, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन