Home /News /business /બજેટની EPF ટેક્સ ગૂગલી : શું તમારે નિવૃત્તિની વ્યૂહરચના ફરીથી કરવી જોઈએ?

બજેટની EPF ટેક્સ ગૂગલી : શું તમારે નિવૃત્તિની વ્યૂહરચના ફરીથી કરવી જોઈએ?

એક વર્ષમાં પ્રોવિડન્ટ ફંડમાં અઢી લાખથી વધુના યોગદાન પર લાગશે ટેક્સ, શું બીજા વિકલ્પ શોધવાનો સમય આવી ગયો છે?

એક વર્ષમાં પ્રોવિડન્ટ ફંડમાં અઢી લાખથી વધુના યોગદાન પર લાગશે ટેક્સ, શું બીજા વિકલ્પ શોધવાનો સમય આવી ગયો છે?

બજેટ 2021 (Budget 2021)માં આવકવેરાના દર અને સ્લેબને (Income Tax Slab) સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ નાણાંમંત્રી નિર્મલા સીતારામણ (Nirmala Sitharaman)એ ધનિકોને ટેક્સ લગાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. એક નાણાંકીય વર્ષમાં કર્મચારીના 2.5 લાખ રૂપિયાથી વધુના પ્રોવિડન્ટ ફંડ (EPF) પર પ્રાપ્ત કરેલ વ્યાજ પર હવે ટેક્સ લાગશે. અન્ય શબ્દોમાં કહીએ તો, આ વધારાના યોગદાન પરના વ્યાજ પર હવે ટેક્સ લાગશે.

ઉચ્ચ કમાણી કરનાર વધુ પ્રભાવિત

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, નવા નિયમથી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ના એક ટકા કરતા પણ ઓછા ગ્રાહકોને અસર થશે.

કર્મચારી માટે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) એ એક ખૂબ જ લોકપ્રિય રોકાણ છે. વ્યાજ દર સરકાર દ્વારા સમર્થિત છે (નાણાંકીય વર્ષ 2019-20 માટે 8.5. ટકા દર જાહેર કરેલ છે.). અત્યાર સુધીમાં તમારા યોગદાન, વ્યાજની આવક તેમજ વિમોચન કમાણીને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, વર્ષ 2021ના બજેટમાં બદલાવ કરવામાં આવ્યા છે. અગાઉના વર્ષે, યુનિયન બજેટ 2020માં કરમુક્ત એમ્પ્લોયરો દ્વારા ઇપીએફ અથવા એનપીએસનું યોગદાન વર્ષે 7.5 લાખ રૂપિયા હતું.

હાલમાં, વાર્ષિક મૂળ પગાર 21 લાખથી વધુ છે તેવા ઉચ્ચ આવકવાળા લોકો સૌથી વધુ પ્રભાવિત હશે. એમ્પ્લોયરોએ ઈપીએફના યોગદાન સ્વરૂપે કર્મચારીઓના મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાના 12 ટકાને ફરજિયાતપણે EPFમાં જમા કરાવવું આવશ્યક છે. ઉપરાંત એમ્પ્લોયરોએ પણ ભંડોળમાં સમાન રકમ ફાળવવાની છે, જેમાંથી 8.33 ટકા જે કર્મચારીઓની પેન્શન યોજનામાં જશે.

દા.ત; પગારદાર વ્યક્તિઓના કિસ્સામાં જેમનો મૂળ વાર્ષિક પગાર 21 લાખ રૂપિયા છે, તેનું કર્મચારી ભવિષ્યનિધિ યોગદાન 2.52 લાખ રૂપિયા હશે. રૂ. 2000ના આ વધારા પરનું વ્યાજ કરપાત્ર હશે. સંભવ છે કે આ રકમ દર વર્ષે તમારી કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવશે અને તમને લાગુ સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ લાગશે. તેમ છતાં, તમે ફક્ત તમારા ઇપીએફ કોર્પસને પરિપક્વતા પર કે પછી જ્યારે તમે ઘરની ખરીદી, બાળકોનું ઉચ્ચ શિક્ષણ, ગંભીર બીમારીઓની સારવાર અને અન્ય માટે ઉપાડ કરો છો.

આ પણ વાંચો, Gold Silver Price Today: આજે ફરી સસ્તા થયા સોના-ચાંદી, ખરીદતાં પહેલા ચેક કરી લો આજનો ભાવ

TaxSpanner.comના કો-ફાઉન્ડર અને સીઈઓ સુધીર કૌશિકે કહ્યું, “ગણતરી અને કરવેરા અંગેની માર્ગદર્શિકા નિયત સમયે સમાપ્ત થઇ જશે. પરંતુ સંભવ છે કે જે વ્યાજ ઘટક કરપાત્ર બન્યો છે, તે દર વર્ષે તમારી આવકમાં ઉમેરવામાં આવશે. આ તમને લાગુ પડેલા સ્લેબ દર અનુસાર એક કરના આધારે લગાવી શકાય છે." રોકાણના સમયગાળા દરમિયાન એકત્રિત થયેલ વ્યાજ તમને પાકતી મુદતે તમારા યોગદાનની સાથે ચૂકવવામાં આવે છે. “નાણાં મંત્રાલય ગણતરીની પદ્ધતિ નિર્ધારિત કરશે. આર.એસ.એમ. એસ્ટ્યુટ કન્સલ્ટીંગના સ્થાપક સુરેશ સુરાનાએ કહ્યું કે, વ્યાજ રૂપે મળેલી રકમમાંથી છૂટ અને કરપાત્ર વ્યાજ અલગથી પ્રદર્શિત કરવાની પદ્ધતિ હોઈ શકે.

જો તમે વીપીએફ (VPF) યોગદાન કરો છો, તો તમારા વિકલ્પો શું હોઈ શકે?
જો તમારું વૈધાનિક ઈપીએફ યોગદાન એમ્પ્લોયરના યોગદાન વિનારૂ. 2.5 લાખથી વધુ હોય તો આ એક મોટો વિકલ્પ હોઈ શકે છે. જોકે, તમે સ્વૈચ્છિક ભાવિ નિધિ (વીપીએફ) દ્વારા તમારા મૂળભૂત પગારના 12 ટકાથી વધુ સ્વેચ્છાએ ફાળો આપતા હો, તો તમારે તમારી નિવૃત્તિ યોજનાની વ્યૂહરચનાનું ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર પડી શકે છે. વીપીએફમાં, તમે તમારા મૂળભૂત પગારના 100 ટકા સુધી ફાળો આપી શકો છો અને આ રકમ પણ નિયમિત ઇપીએફ યોગદાનના રૂપે સમાન ટેક્સ લાભ મળે છે. હવે, તમારે શું કરવું જોઈએ?

તમારી ઉંમર, આવક-કર અને જોખમને જુઓ. જો તમે સુરક્ષિત વળતરના વચન પર એક અત્યંત રૂઢીચુસ્ત રોકાણકાર છો, તો તમે પહેલા જાહેર ભવિષ્ય નિધિ (પીપીએફ) માં વધુ ફાળો આપી શકો છો. એટલે કે, જો તમે 1.5 લાખ રૂપિયાની વાર્ષિક રોકાણ મર્યાદાને સમાપ્ત નથી કરી. તે 7.1 ટકા સુરક્ષિત અને કર-મુક્ત વળતર આપે છે. જો તમે પણ પીપીએફ મર્યાદા વાપરી છે, તો તમે વીપીએફમાં વધારે યોગદાન આપીને ચાલુ રાખી શકો છો. નાણાકીય વર્ષ 2019-20 માટે ઇપીએફઓએ 8.5 ટકાનો વ્યાજ દર જાહેર કર્યો હતો. જો તમે 30 ટકાના સૌથી વધુ ટેક્સમાં આવતા હોય, તો પણ તમારો અસરકારક વ્યાજ દર 8.8 ટકા (4 ટકા સેસમાં ફેક્ટરરિંગ કરશે, પરંતુ સરચાર્જ નહીં) હશે.

ફિનફિક્સ રિસર્ચ એન્ડ એનાલિટિક્સના સ્થાપક, પ્રબલીન બાજપાઇએ કહ્યું કે, “વધારે યોગદાન પરના વ્યાજની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. પછી ભલે તે તમારા સ્લેબ રેટ પ્રમાણે વેરો લેવામાં આવે, તો પણ કર પછીનો દર ઊંચો રહેશે. બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ પ્રી-ટેક્સ રેટ્સ પાંચ-દસ વર્ષ માટે વર્તમાન સમયમાંઆશરે 5.4-5.5 ટકાની આસપાસ રહે છે, જેથી વીપીએફ હજી પણ વધુ સારો વિકલ્પ બની શકે.

સુધીર કૌશિકે ઉમેર્યું “રોકાણના સમગ્ર સમયગાળા દરમિયાન 8.5 ટકાના ઊંચા ઇપીએફ વ્યાજની બાંહેધરી નથી. તેની દરેક નાણાંકીય વર્ષમાં સમીક્ષા કરવામાં આવે છે અને આગામી વર્ષોમાં તે વધુ નીચે આવી શકે છે. બીજી તરફ, એનપીએસ પેન્શન ફંડ્સે વર્ષોથી 10 ટકાથી વધુનું પ્રભાવશાળી વળતર આપ્યું છે. તેના બદલે તમે એનપીએસમાં વધારે યોગદાન સ્થાનાંતરિત કરવા વિચારી શકો છો. એનપીએસ યોગદાન ધારા 80C હેઠળ રૂ. 1.5 લાખની એકંદર મર્યાદાની કપાત માટે લાયક છે. ઉપરાંત કલમ 80CCD (1B) હેઠળ રૂ .50,000ની વધારાની કપાત થાય છે. આ સિવાય, તમારા મૂળભૂત પગારના 10 ટકા સુધીના એનપીએસમાં એમ્પ્લોયરના યોગદાનને પણ કલમ 80CCD (2) હેઠળ કપાત તરીકે દાવો કરી શકાય છે.

આ પણ વાંચો, બજેટની ઘોષણા બાદ સેલરી અને રિટાયરમેન્ટ સેવિંગ્સ પર પડશે બમણો માર, જાણો કેટલી થશે અસર

એનપીએસની કેટલીક મર્યાદાઓ પણ છે. એકવાર તમારી ઉંમર 60 વર્ષ થયા પછી તમે તમારી ધનરાશિના 60 ટકા ઉપાડી શકો છો. પરંતુ, બાકીની 40 ટકા રકમ વાર્ષિકી ખરીદવા માટે વાપરવી પડશે. બાજપાઈએ કહ્યું કે, “એનપીએસ પાસે EEE દરજ્જો નથી, કારણ કે વાર્ષિક આવક કરપાત્ર હોય છે. તે ઓછી કિંમતની યોજના છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્સની તુલનામાં ઓછી સ્વતંત્રતા પ્રદાન કરે છે ''. જોકે, કૌશિકને લાગે છે કે ઘણા વર્ષોથી એનપીએસના આકર્ષક રીટર્ન ટ્રેક રેકોર્ડને જોતા, તે યોગ્ય વિકલ્પ છે.
" isDesktop="true" id="1069433" >

જો તમે વચગાળાના સમયમાં બજારના ઉતાર-ચઢાવના જોખમો માટે તૈયાર છો, તો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ તમારા રોકાણોનો એક ભાગ નિવૃત્તિ માટે ફાળવી શકો છો. આ એક વધુ કર-કાર્યક્ષમ વિકલ્પ છે, કારણ કે ઇક્વિટી રોકાણો પર 1 લાખ રૂપિયાથી વધુના લાંબા ગાળાના મૂડી લાભ, 1 વર્ષથી વધુ સમય સુધી, એલટીસીજી કરને ફક્ત 10 ટકા આકર્ષે છે. જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે અને સેવાનિવૃત્તિની નજીક છે, તો તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ જોઈ શકો છો. તો બીજી તરફ કોઈની ઉંમર 40 વર્ષ છે, તો તે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે મોટી રકમ ફાળવી શકે છે. બાજપાઈ મુજબ, કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારે બધા વિકલ્પો ચકાસવાની જરૂર છે.”
First published:

Tags: Epfo, Nirmala Sitharaman, Retirement, Union Budget 2021, મોદી સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો