Home /News /business /ડોલર સામે રૂપિયાની નબળી ચાલ સ્માર્ટફોન્સની કિંમતો પર કરશે અસર, બજેટ સ્માર્ટફોન્સમાં થઇ શકે છે ભાવ વધારો

ડોલર સામે રૂપિયાની નબળી ચાલ સ્માર્ટફોન્સની કિંમતો પર કરશે અસર, બજેટ સ્માર્ટફોન્સમાં થઇ શકે છે ભાવ વધારો

અમેરિકન ડોલર (US Dollar) સામે ભારતીય રૂપિયો (Indian Rupee) નબળો પડી રહ્યો છે.

અમેરિકન ડોલર (US Dollar) સામે ભારતીય રૂપિયો (Indian Rupee) નબળો પડી રહ્યો છે અને રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી રહ્યો છે, ત્યારે અહેવાલોની માનીએ તો સ્માર્ટફોન, ખાસ કરીને બજેટ હેન્ડસેટમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં ભાવમાં 5-7 ટકાનો વધારો (Price Hike in Smartphones) જોવા મળે તેવી શક્યતા છે.

વધુ જુઓ ...
મુંબઈઃ અમેરિકન ડોલર (US Dollar) સામે ભારતીય રૂપિયો (Indian Rupee) નબળો પડી રહ્યો છે અને રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી રહ્યો છે, ત્યારે અહેવાલોની માનીએ તો સ્માર્ટફોન, ખાસ કરીને બજેટ હેન્ડસેટમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં ભાવમાં 5-7 ટકાનો વધારો (Price Hike in Smartphones) જોવા મળે તેવી શક્યતા છે.

ઇન્ડસ્ટ્રી એક્ઝીક્યુટીવ્સ અને એનાલિસ્ટ્સના ઇન્ટરવ્યુ લેનાર ETના એક અહેવાલ અનુસાર, તહેવારોની મોસમ (Festival Season)ને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોન બ્રાન્ડ્સે મોટાભાગે ગ્રાહકો માટેના વધતા ખર્ચને અટકાવી દીધો હતો. પરંતુ જો રૂપિયાની ગતિ આ જ દિશામાં રહી તો નવેમ્બરમાં આ સ્થિતિ બદલાઇ શકે છે.

માર્કેટ ટ્રેકિંગ કંપની આઈડીસીના હવાલો આપીને પ્રકાશને જણાવ્યું હતું કે, કિંમતોમાં અંદાજિત વધારો 2022ના ઓક્ટોબર-ડિસેમ્બરના ગાળામાં ઇન્ડસ્ટ્રીની સરેરાશ વેચાણ કિંમત (Average Selling Price) રેકોર્ડ 20,000 રૂપિયા સુધી લઈ જઈ શકે છે, જે એપ્રિલ-જૂનના ગાળામાં 17,000 રૂપિયા હતી.

શાઓમી ઇન્ડિયાના પ્રવક્તાએ પ્રકાશનને જણાવ્યું હતું કે, "અવમૂલ્યન ચોક્કસપણે ખર્ચના દબાણમાં વધારો કરી રહ્યું છે. બ્રાન્ડ તરીકે અમે છેલ્લા કેટલાક મહિનાઓથી યુએસડીની પ્રશંસાની અસરને સારી રીતે સમાવી લેવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ. જો યુ.એસની નાણાંકીય નીતિ સ્થિતિ વધુ ખરાબ બનાવે તો અમારે કિંમતોમાં વધારો કરવાની જરૂર પડી શકે છે.

લાવા ઇન્ટરનેશનલના પ્રમુખ સુનિલ રૈનાએ પણ આ વાત પર પ્રકાશ પાડતાં પ્રકાશનને જણાવ્યું હતું કે, "ઊંચા વિનિમય દરની સીધી અસરને કારણે અમે સ્માર્ટફોન ઉત્પાદન માટે આયાત કરવાની જરૂર હોય તેવા કોમેપોનેન્ટ્સ પર વધુ ચૂકવણી કરી રહ્યા છીએ. આ સ્થિતિ તે અમારી પાસે બે વિકલ્પો સામે મૂકી દે છે - કાં તો કિંમતોમાં વધારો કરો અથવા નફામાં ફટકો સહન કરી લો. હમણાં માટે, અમે વધતા જતા ખર્ચને ઉપભોક્તા પર નાખ્યો નથી. પરંતુ છેવટે, જો રૂપિયાની સ્લાઇડ બંધ નહીં થાય, તો અમારે ભાવ વધારા તરફ ધ્યાન આપવું પડશે."

આ પણ વાંચોઃ 16 વર્ષની છોકરીને મોબાઈલનું એવુ ઘેલું લાગ્યું કે બ્લડબેન્કમાં પોતાનું લોહી વેચવા પહોંચી ગઈ

આ વલણોને જોતાં કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના સિનિયર એનાલિસ્ટ પ્રાચિર સિંઘે પ્રકાશનને જણાવ્યું હતું કે, નવેમ્બરમાં બજેટ સેગમેન્ટમાં 5-7 ટકા ભાવવધારો થવાની ધારણા છે. જો કે, હાલ નબળા પડી રહેલા રૂપિયાને કારણે પ્રીમિયમ સ્માર્ટફોન પર અસર થવાની શક્યતા ઓછી છે. એપલે ગબડતા રૂપિયાને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરમાં તેના સૌથી સસ્તા 5G આઇફોનની કિંમતમાં વધારો કરી દીધો હતો, આ જ વસ્તુ સેમસંગે તેના ફોલ્ડેબલ મોડેલોના સંદર્ભમાં ગયા વર્ષે પણ કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો રૂપિયો સતત ઘટતો રહેશે તો 2022 માં વર્ષના અંતમાં બહાર પાડવામાં આવેલા ફ્લેગશિપ ફોનમાં કિંમતમાં વધારો જોવા મળી શકે છે.
Published by:Vrushank Shukla
First published:

Tags: 5G Smartphone, Mobile phones, US Dollar

विज्ञापन
विज्ञापन