Home /News /business /Budget Session: સંસદનું બજેટ સત્ર આજથી શરુ, રાષ્ટ્રપતિ મુર્મૂ બંને સદનને સંયુક્ત રીતે કરશે સંબોધન
Budget Session: સંસદનું બજેટ સત્ર આજથી શરુ, રાષ્ટ્રપતિ મુર્મૂ બંને સદનને સંયુક્ત રીતે કરશે સંબોધન
budget session 2023
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી, 2023ના નાણાકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનું પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરુ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે.
નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારથી શરુ થઈ રહ્યું છે, જે દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને સદનોની સંયુક્ત બેઠકમાં પોતાનં પ્રથમ અભિભાષણ આપશે. સત્ર દરમિયાન સરકારની નજર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ પર નિર્ધારિત રીતે ચર્ચા કરાવવા પર રહેશે. તો વળી વિપક્ષી પાર્ટીઓએ અદાણી ગ્રુપ સાથે જોડાયેલ વિષય, અમુક રાજ્યોમાં રાજ્યપાલોના કામકાજ, જાતિ આધારિત ગણતરી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા પર સરકારને ઘેરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. સત્ર દરમિયાન 31 જાન્યુઆરીએ જ સરકાર સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી, 2023ના નાણાકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનું પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરુ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠક થશે. સોમવારે સર્વદળીય બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું કે, તે સંસદમાં નિયમોમાં અંતર્ગત દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને સદન સુચારુ રીતે ચલાવવામાં પણ તમામનો સહયોગ ઈચ્છે છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી સર્વદલીય બેઠક બાદ કહ્યું કે, સરકાર સંસદમાં નિયમો અંતર્ગત દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે વિપક્ષના સહયોગની આશા રાખીએ છીએ.
જોશીએ જણાવ્યું છે કે, આ બેઠકમાં 27 રાજકીય પાર્ટીઓના 37 નેતાઓએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા સહિત ડાબેરી વગેરેએ અદાણી ગ્રુપ સાથે જોડાયેલ મુદ્દો ઉઠાવ્યો અને સંસદ સત્ર દરમિયાન તેના પર ચર્ચા કરવાની માગ કરી, અહીં ઉલ્લેખનિય છે કે, અમેરિકી ફોરેન્સસિક ફાયનાન્સિયલ કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર ફ્રોડના આરોપ લગાવ્યા હતા, જે બાદ ગ્રુપની કંપનીઓના શેરમાં ધોબી પછાડ આવી હતી. અદાણી ગ્રુપના હિંડનબર્ગ રિસર્ચના આરોપના જવાબમાં રવિવારે 413 પાનાનું સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર