રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ : CAAથી રાષ્ટ્રપિતા ગાંધીજીનું સપનું પૂરું થયું

રાષ્ટ્રપ‍તિ રામનાથ કોવિંદે કહ્યું, વિરોધના નામે હિંસા દેશને નબળો બનાવે છે

રાષ્ટ્રપ‍તિ રામનાથ કોવિંદે કહ્યું, વિરોધના નામે હિંસા દેશને નબળો બનાવે છે

 • Share this:
  નવી દિલ્હી : નાગરિકતા સંશોધા કાયદાની વિરુદ્ધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)એ દેશને નબળો કરવાનો પ્રયાસ કરાર કરી. બજેટ સત્ર (Budget Session)ના શુભારંભ પ્રસંગે શુક્રવારે રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકારનો સ્પષ્ટ મત છે કે પારસ્પરિક ચર્ચા-પરિચર્ચા તથા વાદ-વિવાદ લોકતંત્રને વધુ સશક્ત બનાવે છે, બીજી તરફ વિરોધના નામે કોઈ પણ પ્રકારની હિંસા, સમાજ અને દેશને નબળા કરે છે.

  મને પ્રસન્નતા છે કે સંસદના બંને ગૃહો દ્વારા નાગરિકતા સંશોધન કાયદો બનાવીને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની ઈચ્છાને પૂરી કરી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, માનનીય સભ્યગણ ભારતે હંમેશા સર્વપંથ વિચારધારામં વિશ્વાસ મૂક્યો છે. પરંતુ ભારત વિભાજનના સમયે ભારતવાસીઓ અને તેના વિશ્વાસ પર પ્રહાર કરવામાં આવ્યા. વિભાજન બાદ બનેલા માહોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પાકિસ્તાનના હિન્દુ અને શીખ, જે ત્યાં નથી રહેવા માંગતા, તેઓ ભારત આવી શકે છે.

  તેઓએ વધુમાં કહ્યું કે, મારી સરકાર એ પુન: સ્પષ્ટ કરે છે કે ભારતમાં આસ્થા રાખનારા અને ભારતની નાગરિકતા લેવા ઈચ્છુક દુનિયાના તમામ પંથોના વ્યક્તિઓ માટે જે પ્રક્રિયાઓ પહેલા હતી તે આજ પણ એવી જ છે.  નોંધનીય છે કે, અર્થવયવસ્થાની કથળતી સ્થિતિની વચ્ચે આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. શુક્રવારે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થઈ, ત્યારબાદ સરકાર તરફથી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે સત્રમાં આર્થિક મુદ્દાઓ પર ચર્ચા થાય.

  આ પણ વાંચો, ધરપકડ થયેલા સગીરે કહ્યું, જામિયામાં ફાયરિંગ કરવાનો અફસોસ નથી, બદલો લેવા માંગતો હતો
  Published by:Mrunal Bhojak
  First published: