બજેટ અસર: પેટ્રોલ-ડિઝલમાં રૂ.2નો ઘટાડો

kiran mehta | News18 Gujarati
Updated: February 1, 2018, 2:23 PM IST
બજેટ અસર: પેટ્રોલ-ડિઝલમાં રૂ.2નો ઘટાડો
ટ્રોલ-ડિઝલ સસ્તુ થતાં તેની અસર શેરબજારમાં પણ જોવા મળી

ટ્રોલ-ડિઝલ સસ્તુ થતાં તેની અસર શેરબજારમાં પણ જોવા મળી

  • Share this:
કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ દેશનું બજેટ રજૂ કર્યું જેની અસર પેટ્રોલ-ડિઝલના ભાવ પર જોવા મળી છે. બજેટ રજૂ કર્યા બાદ સૌપ્રથમ ફાયદો અહીં જોવા મળ્યો છે.

નાણાંમંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં એક્સાઈઝ ડ્યુટી પર લેવામાં આવતા ટેક્સમાં થોડી રાહત આપવામાં આવતા પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ અને ડિઝલમાં રૂ. 2નો ઘટાડો થયો છે.

બજેટની અસરથી પેટ્રોલ-ડિઝલ સસ્તુ થયું તો, પેટ્રોલ-ડિઝલ સસ્તુ થતાં તેની અસર શેરબજારમાં જોવા મળી. બજેટ રજૂ થયા બાદ સરકારે મધ્યમવર્ગને ટેક્ષ છૂટમાં કોઈ રાહત ન આપતા શેરબજારમાં 400 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો. પરંતુ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયાની જાહેરાત થતાં ફરી શેરબજારમાં રીકવરી જોવા મળી રહી છે.
First published: February 1, 2018, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading