Home /News /business /બજેટ રજૂ કરતા નાણામંત્રીની જીભ લપસી, જાણો એવું તો શું થયું કે સીતારમણને બોલવું પડ્યું ‘સોરી’
બજેટ રજૂ કરતા નાણામંત્રીની જીભ લપસી, જાણો એવું તો શું થયું કે સીતારમણને બોલવું પડ્યું ‘સોરી’
બજેટ રજૂ કરતા નાણામંત્રીની જીભ લપસી, જાણો એવું તો શું થયું કે સીતારમણને બોલવું પડ્યું ‘સોરી’
Budget 2023 when Nirmala Sitharaman slip of tongue: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રિય બજેટ 2023ની ઘોષણા કરતી વખતે એક ભૂલ (Funny Moment in Union Budget) કરી હતી. જેનાથી બજેટનો માહોલ થોડો હળવો બની ગયો હતો.
1 ફેબ્રુઆરી બુધવારના દિવસે દેશના દરેક નાગરિક માટે મહત્વનો દિવસ હતો. કારણ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આ દેશનું 75મું બજેટ (Union Budget 2023) રજૂ કર્યું છે. નાણામંત્રીએ કૃષિ, શિક્ષણ, ગરીબો માટે મહત્ત્વની જાહેરાત કરી હતી. ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રિય બજેટ 2023ની ઘોષણા કરતી વખતે એક ભૂલ (Funny Moment in Union Budget) કરી હતી. જેનાથી બજેટનો માહોલ થોડો હળવો બની ગયો હતો. નિર્મલા સીતારમણ સ્ક્રેપ પોલિસી (Scrap Policy)નો ઉલ્લેખ કરી રહ્યા હતા. તે પહેલાં કહ્યું ઓલ્ડ પૉલિટિકલ વ્હીકલ હટાવવામાં આવશે...પછી બોલ્યા- સોરી...સોરી..., ઓલ્ડ પૉલ્યુટેડ વ્હીકલ્સને હટાવાશે. સીતારમણની આ ભૂલથી ઉપસ્થિત તમામ નેતાઓ અને ખુદ નાણામંત્રી પણ હસી પડ્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં છેલ્લું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં સરકારની જાહેરાતોને કારણે કેટલીક વસ્તુઓ મોંઘી તો કેટલીક વસ્તુઓ સસ્તી થઈ છે. સિગારેટ, સોનું અને ચાંદી મોંઘાં થશે, જ્યારે રમકડાં અને મોબાઈલના પાર્ટ્સ સસ્તા થશે. 2017 બાદથી મોટા ભાગની ચીજોની કિંમત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં વધારો અથવા ઘટાડા પર આધાર રાખે છે, જેને GST કાઉન્સિલ દ્વારા નક્કી કરાય છે.
આજે રજૂ કરવામાં આવેલ બજેટથી દેશના સામાન્ય માણસથી લઇને મોટા ઉદ્યોગપતિઓ સુધી સૌને કેવી અસર થશે તેના પર સૌની મીટ મંડાયેલી હતી અને આ રાહનો આખરે અંત આવ્યો છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટ રજૂ કરી દીધું છે. તો ચાલો જોઇએ તમારા ખિસ્સા પર કેવી થશે આ બજેટની અસર-