Home /News /business /Budget 2023: ઓનલાઈન શોપિંગ અને સેવાઓ સસ્તી થશે! સ્ટાર્ટઅપ કંપનીઓએ સરકાર સામે મૂકી આ મોટી માંગ
Budget 2023: ઓનલાઈન શોપિંગ અને સેવાઓ સસ્તી થશે! સ્ટાર્ટઅપ કંપનીઓએ સરકાર સામે મૂકી આ મોટી માંગ
વધુ પડતા કરને લઈને મુશ્કેલીઓ સર્જાણી છે જેને લઈને અમુક માંગણીઓ કરવામાં આવી છે
સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી બોડી IndiaTech.org એ પ્રત્યક્ષ અને પરોક્ષ કર હેઠળ અમુક ધારા-ધોરણોમાં ફેરફારની માગણી કરી છે. આ સ્ટાર્ટઅપ બોડીએ 8 ડિસેમ્બરે સરકારને બે અલગ-અલગ સબમિશનમાં આ અંગે વિચાર કરવા જણાવ્યું છે.
Direct and Indirect Taxes: આગામી વર્ષે રજૂ થનારા સામાન્ય બજેટને લઈને સામાન્ય માણસથી લઈને ઉદ્યોગ જગતના લોકોને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ શ્રેણીમાં, સ્ટાર્ટ-અપ ઉદ્યોગ સંસ્થા IndiaTech.org એ હાલમાં તમામ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સને લાગુ પડતા પ્રત્યક્ષ અને પરોક્ષ કર હેઠળ અમુક ધોરણોમાં ફેરફારની માંગણી કરી છે. આ સંસ્થાએ કેટલાક નિયમો પર પુનર્વિચાર કરવા અને આ ટેક્સની પુનઃરચનાનું પણ સૂચન કર્યું છે.
IndiaTech.org ના સભ્યો
સ્ટાર્ટઅપ સંસ્થાએ 8 ડિસેમ્બરે સરકારને બે અલગ અલગ સબમિશનમાં આ અંગે વિચારણા કરવા જણાવ્યું છે. જેમાં MakeMyTrip, Nykaa, Ola, Policybazaar, Dream11, BharatMatrimony, CoinSwitch, WazirX, Zomato, Meesho, અને PharmEasy નો સમાવેશ થાય છે.
મનીકંટ્રોલ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર GST એ ડાયરેક્ટ ટેક્સ હેઠળનો પ્રાથમિક ઘટક છે. જેના કારણે કેટલાક સ્ટાર્ટઅપ્સે ખાસ કરીને ટ્રાવેલિંગ અને અન્ય ઈ-કોમર્સ સેક્ટરમાં પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય જીએસટી બંને દ્વારા કરવામાં આવી રહેલી તપાસનો સમાવેશ થાય છે. આ જ મુદ્દા માટે GST ઓથોરિટી પાસેથી રાહત, ઓનલાઈન નોન એસી બસ ટિકિટિંગ માટે વધારાના GSTની ચૂકવણી, લગ્ન મંડપ બુકિંગ માટે ઉચ્ચ GST દર, ટાયર-2 અને 3 શહેરોમાં સ્ટોરેજ માટે પ્રોત્સાહન વગેરેની માંગ કરવામાં આવી છે.
IndiaTech.org CEO રમેશ કૈલાસમે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે, "સરકાર અમુક સમયમાં પરોક્ષ કર માટે માર્ગદર્શિકા બહાર પાડી શકે છે, પરંતુ બજેટ દરમિયાન પ્રત્યક્ષ કરને લગતી ચિંતાઓને વહેલી તકે દૂર કરવાની જરૂર છે."
હાલમાં, રાજ્ય GST અને કેન્દ્રીય GST સત્તાવાળાઓ એક જ એન્ટિટી માટે સમાન મુદ્દા પર અલગ અલગ તપાસ કરી શકે છે, જેના કારણે વ્યવસાયોને બિનજરૂરી મુશ્કેલી પડે છે. GST કાઉન્સિલ સચિવાલયે માર્ગદર્શિકા બહાર પાડી કે જે GST સત્તાવાળાઓ સાથે એક જ ઇન્ટરફેસ સુનિશ્ચિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તેમના ટર્નઓવરના આધારે કરદાતાઓને અલગ પાડે છે. જો કે, તેનું પાલન કરવામાં આવ્યું ન હતું અને કંપનીઓને બંને સંસ્થાઓ તરફથી ઘણી નોટિસ/સમન્સ મળવાનું ચાલુ રહે છે.
ઉદ્યોગ જૂથે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ટર્નઓવર અથવા અન્ય કોઈપણ આધાર પર આધારિત કંપનીઓ માટે એક જ ઈન્ટરફેસ હોય અને તે તમામ GST સત્તાવાળાઓ દ્વારા અનુસરવામાં આવે. તેમજ સુનિશ્ચિત કરવા માટે સરકારે સુધારેલી માર્ગદર્શિકા સાથે કાયદામાં યોગ્ય સુધારા કરવા જોઈએ.
ટિકિટ બુકિંગ પર વધારાનો GST
વેબસાઈટ હાલમાં ઓનલાઈન ટ્રાવેલ ટિકિટ બુકિંગ માટે નોન એસી ટિકિટ માટે વધારાનો GST વસૂલ કરે છે. જ્યારે ઑફલાઈન બુકિંગમાં આ પ્રકારે નથી. તેમાં ઓછો ચાર્જ છે. આ કારણ ઈ-કોમર્સ ઓપરેટરના વ્યવસાયને અસર કરે છે અને ગ્રાહકને પણ મુશ્કેલી થાય છે.
લગ્ન સ્થળ અને મંડપ
તેવી જ રીતે, લગ્ન હોલ, સ્થળ અથવા લગ્ન મંડપ બુક કરાવતા વ્યવસાયો પર હાલમાં 18% GST વસૂલવામાં આવે છે. જે ખૂબ વધારે છે જે સ્ટાર્ટઅપ્સ પર નકારાત્મક અસર કરે છે. તેમજ સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલા પાર્ટનરના માર્જિન પર અસર પડી રહી છે. ઉદ્યોગ મંડળે સૂચન કર્યું હતું કે વેપાર કરવાની વધુ સરળતા અને પારદર્શિતા માટે 18% GST સ્લેબ ઘટાડીને 5% કરવો જોઈએ.
IndiaTech.org એ પણ ઈ-કોમર્સ વ્યવસાયો માટે ટાયર-2 અને ટાયર-3 ઓળખાયેલા સ્થળોએ વેરહાઉસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે વિશેષ પ્રોત્સાહનની વિનંતી કરી હતી. હાલમાં તેમના પર 18% GST કર છે અને સંસ્થાએ સૂચન કર્યું છે કે જે ઘટાડીને 5% કરી આપવામાં આવે.
સ્ટાર્ટઅપ સેક્ટર
ડાયરેક્ટ ટેક્સના સંદર્ભમાં સ્ટાર્ટઅપ સેક્ટર માટેનો એક મુખ્ય મુદ્દો એ છે કે સ્ટાર્ટઅપ્સમાં લિસ્ટેડ અને અનલિસ્ટેડ શેરહોલ્ડિંગ પર હાલમાં અલગ અલગ ટેક્સ લાગે છે. આમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર