Home /News /business /Budget 2023: વર્ષોથી ચાલી આવતી પદ્ધતિ બદલાઈ શકે! PPF સ્કીમ પર સરકાર આપી શકે બમણી રાહત, પૈસા અને ટેક્સ બંનેની બચત થશે

Budget 2023: વર્ષોથી ચાલી આવતી પદ્ધતિ બદલાઈ શકે! PPF સ્કીમ પર સરકાર આપી શકે બમણી રાહત, પૈસા અને ટેક્સ બંનેની બચત થશે

ICAIએ તેના પ્રી-બજેટ મેમોરેન્ડમમાં PPFમાં યોગદાનની વાર્ષિક મર્યાદા વધારીને રૂ.3 લાખ કરવાનું સૂચન કર્યું છે.

ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા તેના પ્રિ-બજેટ મેમોરેન્ડમમાં, પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં યોગદાનની વાર્ષિક મર્યાદા વર્તમાન રૂ.1.5 લાખથી વધારીને બજેટ 2023માં રૂ.3 લાખ કરવાનું સૂચન કર્યું છે.

    Budget 2023: 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ પહેલા દેશનો સામાન્ય માણસ અને કરદાતા ઘણી આશાઓ લઈને બેઠા છે. કેટલાક ટેક્સના દરમાં ઘટાડો ઈચ્છે છે. જ્યારે કેટલાક ટેક્સ બચાવવા માટે રોકાણ મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે. કરદાતાઓની આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરકાર બજેટમાં મોટી ભેટ આપી શકે તેવી અટકળો છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સરકાર PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણની મર્યાદા વધારી શકે છે.

    વાસ્તવમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડએ કરવેરા લાભો સાથે ખાતરીપૂર્વક વળતર આપતી મહત્વની સરકારી બચત યોજનાઓમાંની એક છે. પીપીએફ ખાતામાં રોકાણ કરનારા કરદાતાઓને કર કપાતમાં છૂટ મળે છે. આવકવેરા કાયદાની કલમ 80C મુજબ PF યોગદાન પર LIC પ્રીમિયમ ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો:TATAની જ બંને કંપનીઓમાં ખુશી અને ગમ જેવો માહોલ, બ્રોકરેજ હાઉસે આપી આ સલાહ

    શું રોકાણ મર્યાદા બમણી થશે


    અત્યાર સુધી એક નાણાકીય વર્ષમાં PPFમાં રૂ.1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે અને તેના પર ટેક્સ છૂટ મળે છે. તેમજ 7.1%ના દરે વળતર પણ મળે છે. એવી અટકળો છે કે આગામી બજેટમાં PPFમાં રોકાણની મર્યાદા વધારવામાં આવી શકે છે. 1.5 લાખની વાર્ષિક મર્યાદાથી તેને વધારીને 3 લાખ રૂપિયા કરી શકાય છે.

    ICAIએ સરકારને સૂચન આપ્યું હતું


    ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ તેના પ્રી-બજેટ મેમોરેન્ડમ 2023માં પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં યોગદાનની વાર્ષિક મર્યાદાને બજેટ 2023માં હાલના રૂ.1.5 લાખથી વધારીને રૂ.3 લાખ કરવાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત, ICAI એ એવું પણ સૂચન કર્યું છે કે સેક્શન 80C હેઠળ કપાતની મર્યાદા હાલના રૂ.1.5 લાખથી વધારીને બજેટ 2023માં રૂ.2.5 લાખ કરવી જોઈએ.

    આ પણ વાંચો:ભારતની વિકાસગાથાનાં મૂળિયાં ટ્રેસ કરવા: આધુનિક ભારતનું નિર્માણ કરનારી મજબૂત કંપનીઓ

    ICAIએ કહ્યું, "PPF નો ઉપયોગ નોકરિયાતો અને વ્યાવસાયિકો દ્વારા બચતના સાધન તરીકે કરવામાં આવે છે. જ્યારે પગારદાર વ્યક્તિઓએ તેમના પગારના 12 ટકા બચાવવા ફરજિયાત છે."



    ICAI અનુસાર, PPFમાં ₹1,50,000ની વર્તમાન રોકાણ મર્યાદા ઘણા વર્ષોથી વધારવામાં આવી નથી અને તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. સુધારેલી નાણાકીય મર્યાદા વ્યક્તિઓને બચત વધારવામાં મદદ કરશે અને ફુગાવાના દરને ધ્યાનમાં રાખીતા તે જરૂરી પણ છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Budget 2023, Business news, PPF, Tax Savings

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन