Home /News /business /PM Pranam Scheme: શું છે PM પ્રણામ યોજના, નિર્મલા સીતારમણે બજેટમાં કર્યો ઉલ્લેખ, કઈ રીતે થશે ફાયદો

PM Pranam Scheme: શું છે PM પ્રણામ યોજના, નિર્મલા સીતારમણે બજેટમાં કર્યો ઉલ્લેખ, કઈ રીતે થશે ફાયદો

પીએમ-પ્રણામ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાનો છે.

Union Budget 2023: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પ્રદૂષણ ફેલાવતા જૂના સરકારી વાહનોને સ્ક્રેપ કરવા માટે પણ ભંડોળ બહાર પાડી રહી છે. આ પોલિસી 1 એપ્રિલથી લાગુ થશે.

Budget 2023 Update: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રી-પ્રણામ કૃષિ પ્રબંધન યોજના (PM-PRANAM) રજૂ કરવામાં આવશે. આ પગલાથી રાજ્યોને ખાતરનો ઉપયોગ ઘટાડવા પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે. નાણામંત્રીએ કહ્યું કે પીએમ-પ્રણામ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાનો છે.

તેમણે કહ્યું કે લાખો યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવવા માટે 20 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 પણ શરૂ કરવામાં આવશે. યુવાનોને રોજગાર યોગ્ય કૌશલ્ય પ્રશિક્ષણ આપવા માટે સરકારે 2021માં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો શરૂ કર્યો હતો. સરકારે યુવાનોને 300 કૌશલ્ય અભ્યાસક્રમો પૂરા પાડ્યા હતા.

આ પણ વાંચો:Health Budget 2023: હેલ્થ સેક્ટરમાં થઈ મોટી જાહેરાત, 2047 સુધીમાં આ બિમારીને ખતમ કરશે સરકાર

તેમણે કહ્યું કે રાજ્ય સરકારોને યુનિટી મોલ્સ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ મોલ્સમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને ભૌગોલિક સંકેત ઉત્પાદનોનો પ્રચાર અને વેચાણ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 50 સ્થળો પસંદ કરશે.

સરકાર પ્રદૂષણ ફેલાવતા જૂના સરકારી વાહનોને સ્ક્રેપ કરવા માટે પણ ભંડોળ બહાર પાડી રહી છે. વાહનમાં જંક અંગેની પોલિસી 1 એપ્રિલથી લાગુ થશે. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો માટે 38,800 શિક્ષકો અને અન્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું સંપૂર્ણ બજેટ 2.0 રજૂ કરતાં તેમણે કહ્યું કે બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે.

આ પણ વાંચો:Agriculture Budget 2023: બજેટમાં ખેડૂતો માટે સરકારે ખજાનો ખોલી દીધો, મળશે 20 લાખ કરોડની લોન

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દુષ્કાળ પ્રભાવિત કર્ણાટકના મધ્ય પ્રદેશને મદદ કરવા માટે 5,300 કરોડ રૂપિયા આપશે. નાણામંત્રીએ કહ્યું કે પીએમ આવાસ યોજના પરનો ખર્ચ 66 ટકા વધીને 79,000 કરોડ રૂપિયા થઈ ગયો છે. સીતારમણે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે મૂડી ખર્ચ વધારવાની પણ જાહેરાત કરી છે.



આ સાથે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે કર્ણાટકમાં અપર ભદ્રા પ્રોજેક્ટ માટે રૂ. 5,300 કરોડની સહાયતા પૂરી પાડશે.
First published:

Tags: Agricultural, Budget 2023, Business news, Farmers News, Fertilizer

विज्ञापन