Home /News /business /Budget 2023: મધ્યમ વર્ગની ચાંદી જ ચાંદી, નવી ટેક્સ પ્રણાલી અંતર્ગત 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં

Budget 2023: મધ્યમ વર્ગની ચાંદી જ ચાંદી, નવી ટેક્સ પ્રણાલી અંતર્ગત 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં

નવા ટેક્સ પ્રણાલી અંતર્ગત હવે 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં.

income tax updates Budget 2023: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) લાંબા સમય બાદ આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે. વર્ષ 2014 પછી પ્રથમ વખત ટેક્સ એગ્ઝેમ્પશન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેને 2.50 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે.

વધુ જુઓ ...
Budget 2023- Income Tax Slab Announcement: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) લાંબા સમય બાદ આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે. વર્ષ 2014 પછી પ્રથમ વખત ટેક્સ એગ્ઝેમ્પશન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેને 2.50 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેમજ આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય ટેક્સ સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. જોકે, આ રાહત નવી ટેક્સ સિસ્ટમ હેઠળ જ આપવામાં આવી છે. જૂની કર પ્રણાલીમાં કોઈ ફેરફાર નથી, પરંતુ મૂળભૂત મુક્તિ મર્યાદા રૂ. 2.5 લાખથી વધીને રૂ. 3 લાખ થઈ છે.

સરળ શબ્દોમાં કહીએ તો નવી કર વ્યવસ્થા હેઠળ, 87A હેઠળ મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે, આવા કરદાતાઓ જેમની આવક રૂ. 7 લાખથી ઓછી છે અને જો તેઓ નવી કર વ્યવસ્થા પસંદ કરે છે, તો તેમણે ટેક્સ ચૂકવવો પડશે નહીં.

આ પણ વાંચો- Budget 2023 Live: મેળવો બજેટ 2023ની પળેપળની વિગત

આવકવેરા સ્લેબના વર્તમાન દરો શું છે?


હવે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવી કર પ્રણાલી હેઠળ, હવે સ્લેબ દરો આ છે -

- રૂ. 0-3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં
- રૂ. 3 લાખથી 6 લાખ સુધી 5%
- રૂ. 6 લાખથી રૂ. 9 લાખ સુધી 10%
- રૂ.9 લાખથી રૂ.12 લાખ 15%
- રૂ. 12 લાખથી રૂ.15 લાખ 20%
- રૂ. 15 લાખથી ઉપર માટે 30%

આવકવેરાના જૂના સ્લેબ


ત્રણ વર્ષ પહેલા વર્ષ 2020માં નવી ટેક્સ સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી. જેમાં વધુ ટેક્સ સ્લેબ અને ઓછા ટેક્સ દર રાખવામાં આવ્યા હતા. જો કે, આ નવી ટેક્સ સિસ્ટમમાં, તમામ કપાત અને મુક્તિ દૂર કરવામાં આવી હતી. અહીં નીચે એક ટેબલ આપવામાં આવ્યું છે જેમાં નવી અને જૂની ટેક્સ સિસ્ટમની સરખામણી આપવામાં આવી રહી છે.

First published:

Tags: Budget 2023, Business news, Finance minister nirmala sitharaman

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો