Home /News /business /Income Tax Slab 2023: 9 વર્ષની કસર પૂરી કરવાની તૈયારીમાં મોદી સરકાર, લોકોની મોટી આશાઓ થઈ શકે છે પૂરી

Income Tax Slab 2023: 9 વર્ષની કસર પૂરી કરવાની તૈયારીમાં મોદી સરકાર, લોકોની મોટી આશાઓ થઈ શકે છે પૂરી

બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત મળવાની આશા

Budget 2023, Income Tax Slab 2023 Updates: મોદી સરકાર 2023-24ના બજેટમાં આવકમાં છૂટની સીમા 2.5 લાખથી વધારીને રૂપિયા 5 લાખ સુધી કરી શકે છે. ન્યૂઝ એજન્સી રોઈટરે આ સંબંધમાં PMOના સૂત્રોને ટાંકીને આ વાત કહી છે. આગામી વર્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ મોટો નિર્ણય સરકાર આ બજેટમાં લઈ શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
Income Tax Slab 2023: કેન્દ્ર સરકાર 2024માં સામાન્ય ચૂંટણી પહેલા પોતાનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બજેટ 2023માં ટેક્સપેયર્સને મોટી ભેટ મળી શકે છે. સમાચાર એજન્સી રોઈટર્સમાં છપાયેલા રિપોર્ટ્સ મુજબ સરકાર આ વખતના બજેટમાં 2023-24માં ઈન્કમ ટેક્સ સ્લેબમાં બદલાવ કરવાની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન કાર્યાલયના 2 સરકારી સૂત્રોને ટાંકીને રોઈટર્સ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. સૂત્રોનું માનીએ તો એજન્સીએ લખ્યું છે કે આ વખતે ઈન્કમ ટેક્સ છૂટની સીમા 2.5 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી શકે છે. નાણાં મંત્રાલયે આ મામલે રોઈટર્સે કરેલા મેઈલનો જવાબ આપ્યો નથી.

ઘણાં એવું પણ કહી રહ્યા છે કે જે ઈન્કમ ટેક્સ રેટ્સ અને સ્લેબ આકલન વર્ષ 2022-23માં લાગુ હતા, તે જ નવા આકલન વર્ષમાં પણ લાગુ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023એ બજેટ

આ પણ વાંચોઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ટરવ્યુ: બ્રાઈટ ઇન્ડિયાની કહાની, નાણામંત્રીની જુબાની

હાલ શું છે ઈન્કમ ટેક્સ સ્લેબ?


અઢી લાખ સુધીની આવક ટેક્સ ફ્રી


ઈન્કમ ટેક્સની દ્રષ્ટીએ જો આવકની મર્યાદામાં સુધારો કરીને તેને વધારવામાં આવે છે તો તેનો સૌથી વધુ ફાયદો નોકરીયાત વર્ગને અને પોતાનો નાનો વેપાર ચલાવી રહેલા લોકોને થશે. હાલમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ આપવો પડતો નથી. 60થી 80 વર્ષની વયના વ્યક્તિઓને 3 લાખ રૂપિયા અને 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળે છે.

5 લાખની આવક સુધી ટેક્સમાંથી છૂટ મળવાની સંભાવના


મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ વખતે 2.5 લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રીની લિમિટને વધારીને 5 લાખ સુધી કરવામાં આવી શકે છે. જો આમ થયું તો વાર્ષિક 5 લાખ સુધીની આવક ધરાવનારા નાગરિકોને ટેક્સમાંથી છૂટ મળશે. આ સિવાય 2.50 લાખથી વધારે આવક ધરાવનારા નાગરિકોને ITR ફાઈલ કરવું જરુરી છે. જેના બદલે આ લિમિટ 5 લાખની થઈ શકે છે.


પાછલા 9 વર્ષમાં આવકના સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી, જોકે, આ વખતે મોદી સરકાર આવકની છૂટછાટની સીમા વધારી શકે છે. આ પહેલા 2014માં આવક સીમામાં છૂટછાટ આપવામાં આવી હતી. આ પરિવર્તન નરેન્દ્ર મોદી સરકારના પહેલા સામાન્ય બજેટમાં કરવામાં આવ્યું હતું. હવે વર્ષ 2023માં મોદી સરકારના બીજા કાર્યકાળના અંતિમ સંપૂર્ણ બજેટમાં નાણામંંત્રી નિર્મલા સીતારમણ કોઈ નિર્ણય આવકની સીમા પર લઈ શકે છે.
First published:

Tags: Budget 2023, Business news in gujarati, FM Nirmala sitharaman, Narendra modi government, Nirmala Sitharaman, બજેટ ન્યૂઝ, બજેટ લેટેસ્ટ ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો