Budget 2023: આગામી 12 દિવસ પછી દેશનું બજેટ આવશે જેને લઈને અત્યારથી જ ખૂબ ચર્ચા થઈ રહી છે. તેવામાં નવું બજેટ રોજગારની તકો લઈને આવી શકે છે. જેના સંકેત હાલમાં જ નીતિ આયોગના સીઈઓ પરમેશ્વરન ઐયરે આપ્યા છે.
નીતિ આયોગના સીઈઓ પરમેશ્વરન અય્યરે આગામી બજેટ 2023માં વિકાસને વેગ આપવા માટેના સરારાત્મક પગલાં લેવા માટે સરકારને અનુરોધ કર્યો છે. તેમણે ભાર મૂકતા કહ્યું કે સરકારે બજેટ દ્વારા દેશમાં વધુ રોજગારી પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) કાર્યક્રમમાં મનીકંટ્રોલ સાથેની એક સ્પેશયલ ચર્ચામાં ઐયરે જણાવ્યું કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) અને કૃષિ ક્ષેત્રને વધુ એક વખત પ્રાથમિકતા આપવામાં આવશે.
બજેટ 2023 રજૂ કરતી વખતે સરકાર માટે પ્રાથમિકતાઓ શું હશે તે અંગેના પ્રશ્નના જવાબમાં અય્યરે કહ્યું, “મને લાગે છે કે એકંદરે આ બજેટ ખૂબ જ મજબૂત બજેટ હશે અને તે વૃદ્ધિને વધુ આગળ વધારશે, નોકરીઓમાં વધારો કરશે. મને ખાતરી છે કે MSME અને કૃષિ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.”
ઈન્વેસ્ટ ઈન્ડિયાના એમડી અને સીઈઓ દીપક બાગલાએ તેમની બજેટ WishList અને સરકાર પાસેથી સુધારાની અપેક્ષા રાખતા સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, રીફોર્મના મોરચે અનેક નીતિગત નિર્ણયોને કારણે આજે “ભારત દરેક જગ્યાએ છે” અને આ દેશની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, ખાસ કરીને વૈશ્વિક રોકાણ સમુદાય સાથે ભારત મજબૂત તાલમેલ બાંધી શક્યું છે.
બજેટમાં અપેક્ષિત સુધારાની જરૂરિયાત અંગે તેમણે કહ્યું કે ભારત માળખાકીય સુધારા (Structural Reforms)ના માર્ગે પ્રગતિના પંથે છે અને આગામી બજેટની જાહેરાતો તે લક્ષ્યાંકો હાંસલ કરવા કે તેની નજીક પહોંચવા માટે અને વિકાસની રાહે મજબૂતાઈથી આગળ વધવાનું ચાલુ રાખશે.
“મારા મતે આપણે સુધારાની આ હારમાળા ચાલુ રાખીશું અને તેને ડિલિવરી પોઈન્ટ સુધી લઈ જઈ રહ્યાં છીએ. છેલ્લા એકાદ દશકથી ભારત આ પંથે છે અને હવે વાસ્તવિકતા ટૂંક સમયમાં છતી થશે. 2023નું કેન્રિરહય બજેટ ઈંધણ સમાન સાબિત થશે. નોંધપાત્ર વાત એ છે કે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રની મોદી સરકાર 2.0નું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.”
ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલેકે FDIનું ઉદાહરણ આપતા બાગલાએ કહ્યું કે આ ખરેખર ભારતના નેતૃત્વ અને દેશની પ્રગતિમાં રોકાણકારોના વિશ્વાસનો પુરાવો છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (World Economic Forum)એ 16 જાન્યુઆરીના રોજ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે 'કોઓપરેશન ઇન એ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ' થીમ હેઠળ વાર્ષિક બેઠક શરૂ કરી છે. ભારત દાવોસમાં તેની હાજરીને મજબૂત, સ્થિતિસ્થાપક અર્થતંત્ર (Resilient Economy) તેમજ વૈશ્વિક મંચ પર રાજદ્વારી પાવરહાઉસ તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવવાની અપેક્ષા રાખે છે. વૈશ્વિક મંચ પર ભારત તરફથી દેશનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ, રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે WEF 2023માં હાજર રહેશે.
વાર્ષિક બેઠકમાં રાજ્ય અને સરકારના મુખ્ય વડાઓ રાજકીય, સામાજિક વ્યૂહાત્મક ચર્ચાની સાથે જીયો-ઈકોનોમીક અને જીયો-પોલિટીકલ ચર્ચાઓ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર