Home /News /business /Budget 2023 પહેલા મોંઘવારીને લઈને મોટી રાહત, IMFના રિપોર્ટથી સામાન્ય માણસને રાહત
Budget 2023 પહેલા મોંઘવારીને લઈને મોટી રાહત, IMFના રિપોર્ટથી સામાન્ય માણસને રાહત
મોંઘવારીને લઈને સૌથી મોટા સમાચાર
IMFએ મંગળવારે 'વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક' પર અપડેટેડ રિપોર્ટ જાહેર કર્યો હતો. IMFના સંશોધન વિભાગના વડા ડેનિયલ લેહે જણાવ્યું હતું કે, "અન્ય દેશોની જેમ ભારતમાં પણ ફુગાવો 2022માં 6.8 ટકાથી ઘટીને 2023માં 5 ટકા થવાની ધારણા છે."
વોશિંગ્ટન: મોંઘવારી દરના (Inflation Rate) મોરચે દેશના સામાન્ય માણસને આવનારા દિવસોમાં વધુ રાહત મળી શકે છે, કારણ કે મોંઘવારી ઘટવાની આશા છે. ભારતમાં ફુગાવાનો દર 31 માર્ચે પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષમાં 6.8 ટકાથી ઘટીને આગામી નાણાકીય વર્ષમાં 5 ટકા થઈ શકે છે. 2024માં તે વધુ ઘટીને 4 ટકા થવાની ધારણા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ મંગળવારે આ અનુમાન લગાવ્યું છે.
IMFના સંશોધન વિભાગના વડા ડેનિયલ લેહે જણાવ્યું હતું કે, "અન્ય દેશોની જેમ ભારતમાં પણ ફુગાવો 2022માં 6.8 ટકાથી ઘટીને 2023માં 5 ટકા થવાની ધારણા છે." 2024 માં તે વધુ ઘટીને 4 ટકા થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, "આ આંશિક રીતે કેન્દ્રીય બેંકના પગલાંને પ્રતિબિંબિત કરે છે."
IMFએ મંગળવારે 'વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક' પર અપડેટેડ રિપોર્ટ જાહેર કર્યો હતો. આ મુજબ, લગભગ 84 ટકા દેશોમાં 2022ની સરખામણીએ 2023માં ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટશે. રિપોર્ટમાં જણાવાયું છે કે, વૈશ્વિક ફુગાવો 2022માં 8.8 ટકા (વાર્ષિક સરેરાશ)થી ઘટીને 2023માં 6.6 ટકા અને 2024માં 4.3 ટકા થઈ જશે. રોગચાળા પહેલાના યુગમાં (2017-19), તે લગભગ 3.5 ટકા હતો.
વિશ્વભરમાં ફુગાવો ઘટવાની અપેક્ષા
ફુગાવામાં અનુમાનિત ઘટાડો આંશિક રીતે આંતરરાષ્ટ્રીય ઇંધણના ભાવમાં નરમાઈ અને નબળી વૈશ્વિક માંગને કારણે બળતણ સિવાયની કિંમતો પર આધારિત છે. આ એ પણ દર્શાવે છે કે, નાણાકીય સખ્તાઈની અસર થઈ રહી છે. IMFએ કહ્યું કે કોર ફુગાવો 2022ના ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 6.9 ટકાથી ઘટીને 2023ના ચોથા ક્વાર્ટર સુધીમાં 4.5 ટકા થઈ જશે.
IMFના સંશોધન નિયામક અને મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગોરિન્ચે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "વૈશ્વિક ફુગાવો આ વર્ષે ઘટવાની ધારણા છે પરંતુ હજુ પણ 2024 સુધીમાં 80 ટકાથી વધુ દેશોમાં પૂર્વ-રોગચાળાના સ્તરને વટાવી જશે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર