Home /News /business /Post Office MIS: આ સ્કીમમાં ડિપોઝિટની મર્યાદા વધી, એકવાર પૈસા જમા કરો, દર મહિને મળશે ઇનકમ
Post Office MIS: આ સ્કીમમાં ડિપોઝિટની મર્યાદા વધી, એકવાર પૈસા જમા કરો, દર મહિને મળશે ઇનકમ
Budget 2023
Post Office MIS: પોસ્ટ ઑફિસની આ સુપરહિટ સ્કીમમાં માત્ર એક જ વાર પૈસા જમા કરીને દર મહિને ગેરેન્ટેડ આવક મેળવી શકાય છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે, આ સ્કીમ માટે કેવી રીતે અરજી કરવી...
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ (Budget 2023) રજૂ કર્યું છે. કેન્દ્રીય બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં નાણામંત્રીએ પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS)ની ડિપોઝિટ લિમિટ વધારવાની જાહેરાત કરી હતી.
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ માટે નવી મર્યાદા 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટ માટે 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં, તમે એક ખાતામાં 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
જણાવી દઈએ કે, જો તમને નિયમિત આવકનો વિકલ્પ જોઈએ છે, તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Post Office MIS) તમારા માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. આ સ્કીમમાં રોકાણકારોએ એકસાથે પૈસા જમા કરાવવાના હોય છે અને દર મહિને કમાવાની તક મળે છે.
આ યોજના 5 વર્ષ માટે છે
પોસ્ટ ઓફિસ સ્કીમના કારણે તમારા પૈસા પણ સુરક્ષિત છે. આ સ્કીમ 5 વર્ષની છે, જેને વધુ 5-5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
માત્ર 1000 રૂપિયામાં ખાતું ખોલવામાં આવશે
કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ, માત્ર 1000 રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસ એમઆઈએસમાં સિંગલ અને સંયુક્ત બંને ખાતા ખોલવાની સુવિધા છે.
આ ખાતું ખોલાવવા માટેની એક શરત એ છે કે, તમે 1 વર્ષ પહેલા તમારી જમા રકમ ઉપાડી શકતા નથી. બીજી તરફ, જો તમે તમારી પાકતી મુદત પૂરી થાય તે પહેલાં એટલે કે 3 થી 5 વર્ષની વચ્ચે ઉપાડ કરો છો, તો મુદ્દલના 1 ટકા બાદ કરવામાં આવશે અને પરત કરવામાં આવશે. બીજી તરફ, જો તમે પાકતી મુદત પૂરી થયા પછી પૈસા ઉપાડો છો, તો તમને યોજનાના તમામ લાભો મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર