Home /News /business /Budget 2023માંથી જનતાને ખુશખબર મળે તે પહેલા સરકારને લાગી લોટરી, GST કલેક્શનમાં થઈ ગયા ઘી-કેળા
Budget 2023માંથી જનતાને ખુશખબર મળે તે પહેલા સરકારને લાગી લોટરી, GST કલેક્શનમાં થઈ ગયા ઘી-કેળા
gst
બજેટ 2023 રજૂ થાય તે પહેલા સામાન્ય લોકોના મોર્ચેથી મોદી સરકારને મોટી ખુશખબર મળી છે. નાણામંત્રાલયે 31 જાન્યુઆરીએ કહ્યું કે, ભારતે જાન્યુઆરીમાં વસ્તુ અને સેવા કર (GST Collection)ના તરીકે 1.56 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે.
નવી દિલ્હી: બજેટ 2023 રજૂ થાય તે પહેલા સામાન્ય લોકોના મોર્ચેથી મોદી સરકારને મોટી ખુશખબર મળી છે. નાણામંત્રાલયે 31 જાન્યુઆરીએ કહ્યું કે, ભારતે જાન્યુઆરીમાં વસ્તુ અને સેવા કર (GST Collection)ના તરીકે 1.56 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે.
નાણામંત્રાલયે મંગળવારે કહ્યું કે, જાન્યુઆરીમાં જીએસટી સંગ્રહ વધીને 1.55 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે, જે અત્યાર સુધીનું બીજા નંબરનું સૌથી મોટુ સંગ્રહ છે.
ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું કે, જાન્યુઆરી 2023માં 31 તારીખે સાંજના પાંચ વાગ્યા સુધી જીએસટી રેવન્યૂ 1,55,922 કરોડ રૂપિયા છે. તેમાં સીજીએસટી 28,963 કરોડ રૂપિયા, એસજીએસટી 36,730 કરોડ રૂપિયા, આઈજીએસટી 79,599 કરોડ રૂપિયાના આયાત પર એકત્રિત 37,118 કરોડ રૂપિયા સહિત ઉપકર 10,630 કરોડ રૂપિયા છે.
જાન્યુઆરી 2023 સુધી ચાલૂ નાણાકીય વર્ષમાં રેવન્યૂ પાછલા વર્ષના સમાન ગાળામાં જીએસટી રેવન્યૂથી 24 ટકા વધારે છે. આ ત્રીજી વાર છે કે, ચાલૂ નાણાકીય વર્ષમાં જીએસટી સંગ્રહે 1.50 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. જાન્યુઆરી 2023માં જીએસટી સંગ્ર એપ્રિલ 2022માં નોધાયેલો 1.68 લાખ કરોડ રૂપિયાના સકલ રેવન્યૂ બાદ બીજો સૌથી મોટો સંગ્રહ છે.
ઓક્ટોબર-ડિસેમ્બર 2022 ત્રિમાસિકમાં મહિનાના અંત સુધી કુલ 2.42 કરોડ જીએસટી રિટર્ન દાખલ કર્યા, જ્યારે પાછલા વર્ષની સરખામણીમાં ત્રિમાસિકમાં આ સંખ્યા 2.19 કરોડ હતી. મંત્રાલયે કહ્યું કે, આ અનુપાલનમાં સુધારા માટે વર્ષ દરમિયાન શરુ કરવામાં આવેલ વિવિધ નીતિગત પરિવર્તનોના કારણે થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર