Home /News /business /Real estate Budget 2023: રોજગારી વધશે, રિયલ એસ્ટેટ માટે બજેટમાં મોદી સરકારે આપ્યા 10 લાખ કરોડ
Real estate Budget 2023: રોજગારી વધશે, રિયલ એસ્ટેટ માટે બજેટમાં મોદી સરકારે આપ્યા 10 લાખ કરોડ
budget 2023
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ઈંન્ફાસ્ટ્રક્ચરના વિકાસ પર ખાસ ભાર આપ્યો છે. રોજગાર સર્જનને ધ્યાને રાખીને સરકારે પોતાનું કેપિટલ એક્સપેંડિચર વધાર્યું છે.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ઈંન્ફાસ્ટ્રક્ચરના વિકાસ પર ખાસ ભાર આપ્યો છે. રોજગાર સર્જનને ધ્યાને રાખીને સરકારે પોતાનું કેપિટલ એક્સપેંડિચર વધાર્યું છે. સરકારે પોતાના કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ 3 ટકાથી વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.
દેશમાં રોડ, નેશનલ હાઈવેથી લઈને રેલવે, એરપોર્ટના વિકાસ પર આ રકમ ખર્ચ કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું છે કે, સતત ત્રીજૂ વર્ષે, જ્યારે સરકારે બજેટમાં કેપિટલ ઈન્વેસ્ટમેન્ટને વધાર્યું છે. આ દેશના જીડીપીના 3.3 ટકા બરાબર છે.
મોદી મોદીના નારા લાગ્યા
નાણામંત્રીની આ જાહેરાત સાથે જ સદનમાં મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠ્યો હતો. નાણામંત્રીએ જાણકારી આપી હતી કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કરવામાં આવેલ બજેટીય ફાળવણી 2019-20ની સરખામણીમાં 3 ગણુ વધારે છે.
પાછલા બજેટમાં સરકારે પોતાના કેપિટલ એક્સપેંડિચરને 35.4 ટકા વધારી દીધું હતું. જે લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા હતું. ા રકમ પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન, રોડ, રેલ, પોર્ટ અને એરપોર્ટના નિર્માણ માટે નક્કી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર