Home /News /business /બજેટથી અપેક્ષા: ઘર ખરીદનારાઓને સરકાર આપી શકે છે 5 રાહત, લોન સસ્તી થશે અને ટેક્સ પણ બચશે
બજેટથી અપેક્ષા: ઘર ખરીદનારાઓને સરકાર આપી શકે છે 5 રાહત, લોન સસ્તી થશે અને ટેક્સ પણ બચશે
વ્યાજદરમાં વધારાથી હોમ લોન અને રિયલ એસ્ટેટ સેક્ટર પર મોટી અસર થવાની ધારણા છે.
બજેટથી અપેક્ષાઓ: નિષ્ણાતો માને છે કે સરકાર બજેટમાં કેટલાક હાઉસિંગ સેક્ટર માટે કેટલીક બાબતોની જાહેરાત કરીને તેને આગળ લઈ જવામાં મદદ કરી શકે છે. આ જાહેરાતો ગ્રાહક અને વેચાણ કરતા બંનેને ટેકો આપશે.
Budget 2023: 2022માં હાઉસિંગ સેક્ટરનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. એનારોક રિસર્ચના રિપોર્ટ અનુસાર, 2021ની સરખામણીમાં 2022માં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 50%થી વધુનો વધારો થયો છે. જો કે 2023 હાઉસિંગ સેક્ટર માટે સારું રહેવાની અપેક્ષા નથી. બજેટ 2023 ખરીદનાર અને વેચનાર બંને બાજુથી થોડો હસ્તક્ષેપ કરીને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે જો બજેટમાં કેટલીક જાહેરાતો કરવામાં આવે તો રિયલ એસ્ટેટ સેક્ટરને સપોર્ટ મળી શકે છે.
રિયલ એસ્ટેટ નિષ્ણાત અતુલ મોંગાએ કહ્યું છે કે રિયલ એસ્ટેટ અને હોમ લોન સેક્ટર ભારતીય અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ તે અત્યારે કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. જે વધતા વ્યાજ દરોને કારણે આવું થઈ રહ્યું છે. તેથી ધિરાણકર્તાઓએ આકર્ષક વ્યાજ સાથે લોન ઓફર કરવી જરૂરી છે. આ સિવાય ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો બજેટમાંથી આવી 5 ઘોષણાઓની અપેક્ષા રાખી રહ્યા છે જે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપી શકે.
નિષ્ણાતોનું કહેવું છે કે વ્યાજદરમાં વધારાથી હોમ લોન અને રિયલ એસ્ટેટ સેક્ટર પર મોટી અસર થવાની ધારણા છે. વધતા વ્યાજ દરો ખરીદદારો માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં, સરકારે કલમ 24(b) હેઠળ હાઉસિંગ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ વધારીને રૂ.5 લાખ કરવા જેવા પગલાં લેવાની જરૂર છે.
હોમ લોનના નિયમોમાં ફેરફાર
IMGCના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનુજ શર્માનું કહેવું છે કે હોમ લોનને સસ્તી બનાવવા માટે હોમ લોન પર વ્યાજ દર ઘટાડવાની જરૂર છે. તેમણે કહ્યું કે જો કે લોનના દર આરબીઆઈના પોલિસી રેટ પર નિર્ભર છે. પરંતુ બજેટ 2023 હોમ લોન લેવાના નિયમોમાં રાહત આપીને ઘર ખરીદનારાઓને રાહત આપી શકે છે. આમાં, ડાઉનપેમેન્ટની લઘુત્તમ મર્યાદા ઘટાડી શકાય છે.
નિષ્ણાતો કહે છે કે એફોર્ડેબલ હાઉસિંગ હેઠળ ગણવામાં આવતી પ્રોપર્ટી માટે 45 લાખ રૂપિયાની વર્તમાન પ્રાઇસ બેન્ડ ભારતના મોટાભાગના શહેરોમાં વાજબી નથી. તેને વધારીને રૂ. 75 લાખ કે તેથી વધુ કરવી જોઈએ.
GSTમાં રાહત
નિષ્ણાતો કહે છે કે નિર્માણાધીન અને પરવડે તેવા હાઉસિંગ માટેનું વર્તમાન GST માળખું ડેવલપર્સ પર વધારાનું ભારણ ઊભું કરે છે. જેના કારણે ખરીદદારો માટે મિલકતોની કિંમત વધારે છે. સ્ટીલ અને સિમેન્ટ પર GST અનુક્રમે 18% અને 28% છે પરંતુ ડેવલોપર્સ ઇનપુટ સામગ્રી પર ચૂકવવામાં આવેલા GST માટે ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકતા નથી. જો સરકાર આ બજેટમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરે છે, તો ચોક્કસપણે તે ડેવલોપર્સના ખર્ચનો બોજ ઘટાડશે.
રેન્ટલ હાઉસિંગ
ફરાંદે સ્પેસના અધ્યક્ષ અનિલ પાંડેનું કહેવું છે કે, ભારતમાં રેન્ટલ હાઉસિંગ માર્કેટ હજુ સંપૂર્ણ રીતે વિકસિત નથી. આ બજેટમાં સરકાર રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ બનાવતા ડેવલપર્સને ટેક્સમાં પ્રોત્સાહન આપીને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપી શકે છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર