Home /News /business /Budget 2023: આ બજેટથી કોને ફાયદો થશે? કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ખામીઓ ગણાવી કહ્યું- 'જનતા સાથે છેતરપિંડી'
Budget 2023: આ બજેટથી કોને ફાયદો થશે? કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ખામીઓ ગણાવી કહ્યું- 'જનતા સાથે છેતરપિંડી'
પી. ચિદમ્બરમ - ફાઇલ તસવીર
Budget 2023: મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બજેટને સંપૂર્ણપણે નકામું ગણાવ્યું છે. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે આ વિશે કહ્યું કે આજનો બજેટ અસંવેદનશીલ છે અને દેશના મોટા ભાગના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે બેરોજગારી, ગરીબી અને સમાનતા જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો નથી. ગરીબ શબ્દ બે વાર વપરાયો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે દેશનું સામાન્ય બજેટ (આમ બજેટ 2023) રજૂ કર્યું છે. આ બજેટમાં ગરીબ, અમીર અને મધ્યમ વર્ગ માટે ઘણી મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ બજેટને સંપૂર્ણપણે નકામું ગણાવ્યું છે. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે આ વિશે કહ્યું કે, ‘આજનું બજેટ અસંવેદનશીલ છે અને દેશના મોટા ભાગના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.’
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યુ કે, ‘નિર્મલા સીતારમણે બેરોજગારી, ગરીબી અને સમાનતા જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો નથી. ગરીબ શબ્દ બે વાર વપરાયો છે. હું આશા રાખું છું કે સરકાર જેની ચિંતા કરી રહી છે તેના પર દેશની જનતા ધ્યાન આપશે. ઘાતકી GST દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. આ સરકાર ‘ગિફ્ટ સિટી’ અમદાવાદને અન્ય આર્થિક કેન્દ્રોના ખર્ચે આગળ ધપાવી રહી છે.’
પી. ચિદમ્બરમે કહ્યુ કે, આ સરકાર નવા ટેક્સ પ્રણાલીમાં વધારો કરી રહી છે, જેનો ઉપયોગ થોડા લોકો કરે છે અને તે કરદાતા માટે લૂંટ છે. વિશ્વમાં સંભવિત મંદીને લઈને આર્થિક સર્વેક્ષણ કે બજેટ ભાષણમાં કોઈ યોજના નથી. તેમણે પૂછ્યું કે, આ બજેટથી કોને ફાયદો થયો છે? ચોક્કસપણે ગરીબોને નથી થયો. નોકરીની શોધમાં ભટકતા યુવાનોને નહીં. નોકરીમાંથી કાઢી મૂકેલા યુવકને નહીં. મોટી સંખ્યામાં કરદાતાઓ અને ગૃહિણીઓને આનો કોઈ ફાયદો નથી.
બજેટમાં બેરોજગારોને કોઈ રાહત નથી
તેમણે કહ્યુ કે, બજેટ દર્શાવે છે કે સરકાર લોકોને અને તેમના જીવન અને આજીવિકા અંગેની ચિંતાઓ અને અમીર અને ગરીબ વચ્ચેની વધતી જતી અસમાનતાની ચિંતા કરતી નથી. નાણામંત્રીએ તેમના ભાષણમાં ક્યાંય પણ બેરોજગારી, ગરીબી કે અસમાનતા જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો નથી. આ બજેટે સૌને નિરાશ કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર