Home /News /business /Budget: નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગોને મોટી રાહત, ક્રેડિટ ગેરંટી સ્કીમમાં ફેરફાર, 9 હજાર કરોડ આપશે સરકાર
Budget: નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગોને મોટી રાહત, ક્રેડિટ ગેરંટી સ્કીમમાં ફેરફાર, 9 હજાર કરોડ આપશે સરકાર
નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગોને રાહત
Budget 2023 Announcements: બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે MSMEs માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ રીવેમ્પ કરીને 1 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવશે અને તેના માટે કોર્પસમાં 9,000 કરોડ રૂપિયા જોડવાને જોગવાઈ કરવામાં આવી છે.
Budget 2023, MSMEs: દેશમાં સૂક્ષ્મ અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગ (MSMEs)ની ગતિ વધારવા માટે બજેટ 2023માં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે MSMEs માટે ક્રેડિટ ગેરંટી સ્કીમને રિવેમ્પ કરીને 1 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવશે અને તેના માટે કોર્પસ 9,000 કરોડ રૂપિયા જોડવાની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે તે 30 કૌશલ ભારત આંતરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 લોન્ચ કરશે. તેમણે કહ્યું કે યુવાનો આંતરાષ્ટ્રીય તક માટે કુશળ બનાવવા માટે અલગ-અલગ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ઉભા કરશે.
MSMEs પર સરકારનું ખાસ ફોકસ
MSMEsનો અર્થ Micro, Small, and Medium Enterprises થાય છે. દેશમાં નાના ઉદ્યોગોનો વધારો કરવા માટે તથા તેમની આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકારે MSME મંત્રાલય બનાવ્યું છે. ભારતમાં લગભગ 45% રોજગારી નાના ઉદ્યોગોના કારણે મળે છે માટે સરકાર આ સેક્ટર પર ખાસ ફોક કરી રહી છે.
જ્યારે ભારત દ્વારા નિકાસ કરનારા સામાનમાં લગભગ 50% સામાન નાના ઉદ્યોગો દ્વારા જ ઉત્પાદિત કરવામાં આવે છે. ભારત સરકાર ઈચ્છે છે કે દેશમાં વધુમાં વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ થાય જેના કારણે વધુમાં વધુ લોકોને રોજગાર મળતો થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર