Home /News /business /

Budget 2022: શું બેંકો કે પોસ્ટ ઓફિસોમાંથી રોકડ ઉપાડ પર TDSમાંથી મુક્તિ મળશે? કરદાતાઓને રાહત આપવા બજેટમાં આવું થઈ શકે

Budget 2022: શું બેંકો કે પોસ્ટ ઓફિસોમાંથી રોકડ ઉપાડ પર TDSમાંથી મુક્તિ મળશે? કરદાતાઓને રાહત આપવા બજેટમાં આવું થઈ શકે

2022ના બજેટમાં (Budget 2022) આ તકલીફથી છુટકારો મળે તેવી આશા સેવવામાં આવે છે

Budget 2022 - આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ખાનગી, જાહેર, સહકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસો દ્વારા TDS કાપવામાં આવે છે. બેંકો અથવા પોસ્ટ ઓફિસોમાં રહેલા ખાતામાંથી કોઈપણ વ્યક્તિને રૂ. 20 લાખ અથવા રૂ. 1 કરોડથી વધુની રોકડ ચૂકવણી કરતી વખતે કર કાપવામાં આવે છે

વધુ જુઓ ...
મુંબઈ:  રોકડમાં થતા વ્યવહારોની સંખ્યા ઘટાડવા માટે ફાઇનાન્સ (નંબર 2) એક્ટ, 2019એ આવકવેરા અધિનિયમ, 1961માં રૂ. 1 કરોડથી વધુના રોકડ ઉપાડ પર સોર્સ (TDS) પર કર કપાત માટે કલમ 194એન દાખલ કરી હતી. 2020ના કેન્દ્રીય બજેટમાં (Budget) સરકારે છેલ્લા ત્રણ વર્ષથી ITR ફાઇલ ન કરનારા કરદાતાઓ માટે TDSની થ્રેશોલ્ડ મર્યાદા ઘટાડીને 20 લાખ રૂપિયા કરી દીધી હતી. આ નિયમોના કારણે ઘણા લોકો સામે અસમંજસ ઉભી થઈ છે. જેથી 2022ના બજેટમાં (Budget 2022) આ તકલીફથી છુટકારો મળે તેવી આશા સેવવામાં આવે છે.

નિયમ મુજબ કોઈ ચોક્કસ નાણાંકીય વર્ષમાં વ્યક્તિ દ્વારા રોકડમાં ઉપાડવામાં આવેલી રકમ નિશ્ચિત રકમ કરતા વધી જાય તો TDS કાપવું પડશે. એટલે કે, જો અગાઉના ત્રણેય વર્ષ માટે ITR ફાઇલ કરવામાં આવ્યા ન હોય તો મર્યાદા 20 લાખ રૂપિયા રહેશે. જ્યારે જો ત્રણ વર્ષમાં એક અથવા વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા હોય તો તે મર્યાદા 1 કરોડ રૂપિયાની હશે.

TDS કોણ કાપી શકે છે?

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ખાનગી, જાહેર, સહકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસો દ્વારા TDS કાપવામાં આવે છે. બેંકો અથવા પોસ્ટ ઓફિસોમાં રહેલા ખાતામાંથી કોઈપણ વ્યક્તિને રૂ. 20 લાખ અથવા રૂ. 1 કરોડથી વધુની રોકડ ચૂકવણી કરતી વખતે કર કાપવામાં આવે છે.

TDS કપાતનો દર

નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. 20 લાખથી વધુની રોકડ ઉપાડવામાં આવે તેવા કિસ્સામાં નિર્ધારિત દરે TDS કાપવામાં આવશે. દા.ત, જો રોકડ ઉપાડનાર વ્યક્તિએ અગાઉના ત્રણેય વર્ષ માટે ITR ફાઇલ કર્યું હોય તો રૂ. 1 કરોડથી વધુ રોકડ ઉપાડના કિસ્સામાં TDS 2% છે, જ્યારે રોકડ ઉપડાનાર વ્યક્તિએ અગાઉના ત્રણ વર્ષમાંથી કોઈ પણ ITR ફાઇલ કરી ન કર્યું હોય તે કિસ્સામાં 20 લાખ રૂપિયાથી વધુ રોકડ ઉપાડ પર TDS 2% અને 1 કરોડ રૂપિયાથી વધુ ઉપાડ પર 5% હશે.

આ પણ વાંચો - Budget 2022: જાણો બજેટમાં આવતા વિવિધ ટેક્નિકલ શબ્દોનો અર્થ, ખૂબ સરળ શબ્દોમાં સમજો

કલમ 194N હેઠળ કર કાપવા માટે સક્ષમ જોગવાઈની જરૂર

આવકવેરા નિષ્ણાંતોનું કહેવું છે કે કલમ 194N હેઠળ કર કાપવા માટે સક્ષમ જોગવાઈની જરૂર છે. કારણ કે, રોકડ ઉપાડી લેવી તે આવક નથી.
Taxmannના મત મુજબ કલમ 194N ફાઇનાન્સ (નંબર 2) એક્ટ, 2019 દ્વારા અમલમાં મુકવામાં આવી હતી. જે પછીથી ફાઇનાન્સ એક્ટ, 2020 દ્વારા નવી જોગવાઈ સાથે બદલવામાં આવી હતી. આ જોગવાઈ મુજબ બેંક, સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જાળવવામાં આવેલા પોતાના ખાતામાંથી વ્યક્તિ દ્વારા ઉપાડવામાં આવેલી રોકડમાંથી સોર્સ (TDS) પર કર કપાત જરૂરી છે.

કલમ 194N ચેપ્ટર 12 હેઠળ આવરી લેવામાં આવી છે. આ ચેપ્ટર કરની રિકવરી અને કલેક્શન સાથે સંબંધિત છે. કલમ 4 અને કલમ 190માં કરની કપાત અને વસૂલાત માટે સક્ષમ જોગવાઈઓ છે

કલમ 4(1) માં જોગવાઈ કરવામાં આવી છે કે જે તે વર્ષની કુલ આવકના સંદર્ભમાં આવકવેરા વસૂલવામાં આવશે. કલમ 4(2) એવી જોગવાઈ કરે છે કે પેટા કલમ (1) હેઠળ ચાર્જ કરી શકાય તેવી આવકના સંદર્ભમાં આવકવેરો સોર્સ પર કાપવામાં આવશે.

કલમ 190 કરની કપાત/વસૂલાત અને એડવાન્સ ટેક્સની ચુકવણી સાથે સંબંધિત છે. આ કલમની પેટા કલમ (1) એવી જોગવાઈ કરે છે કે, "કોઈપણ આવકના સંદર્ભમાં નિયમિત મૂલ્યાંકન પછીના વર્ષમાં કરવાનું હોવા છતાં, આવી આવક પરના કર સોર્સ પર કપાત અથવા કલેક્શન દ્વારા અથવા એડવાન્સ ચુકવણી દ્વારા અથવા કલમ 192ની પેટા કલમ (1એ) હેઠળ ચુકવણી કરવામાં આવશે.

આ જોગવાઈમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે, કરની વસૂલાત અને કપાત આકારણીની આવકના સંદર્ભમાં કરવામાં આવશે. હાથમાં આવક તરીકે પ્રાપ્ત થયેલી રકમને વર્ગીકૃત કરી શકાતી ન હોય તો સોર્સ પર કોઈ કર કાપી કે કલેક્ટ કરી શકાતો નથી,

આ પણ વાંચો - TV18 Broadcast એ ત્રીજા ક્વાર્ટરમાં મેળવ્યો 35 ટકા વધારે શુદ્ધ લાભ, ચેક કરો ડિટેલ્સ

ટેક્સમેનના DGM નવીન વાધવા કહે છે કે, રોકડ ઉપાડ પર TDSનો નિયમ રોકડમાં વ્યવહારોની સંખ્યા ઘટાડવા માટે લવાયો હતો. કલમ 194Nમાં ખાતાઓમાંથી ઉપાડવામાં આવેલી રકમમાંથી કરની કપાત જરૂરી છે. જો કે, તે કલમ 4 અને કલમ 190ની જોગવાઈઓ સામે વિરોધાભાસી છે. બેંક ખાતામાંથી રોકડનો ઉપાડ તે આવક નથી. તેથી TDSનો પ્રશ્ન ઊભો ન થવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે CIT વિરુદ્ધ એલી લિલી કંપની (ભારત) (પી) લિમિટેડ [2009] 178 ટેક્સમેન 505 (SC)ના કિસ્સામાં આ દરખાસ્તની પુષ્ટિ કરી હતી કે, જો કોઈ ચોક્કસ આવક કલમ 4(1)ની બહાર આવે તો TDSની જોગવાઈઓ થઈ શકે નહીં. આવું જ તિરુનેલવેલી જિલ્લા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ વિરુદ્ધ JCITના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું. કોર્ટનું કહેવું હતું કે, જો રોકડ ઉપાડવામાં આવે તો કલમ 194એન હેઠળ કર કાપી શકાતો નથી. ઉપાડવામાં આવેલી રોકડ એ ખાતાધારકની આવક નથી.
Published by:Ashish Goyal
First published:

Tags: Budget 2022, બજેટ

આગામી સમાચાર