Home /News /business /

Budget 2022: બજેટની જાહેરાત બાદ આ સ્ટૉક્સમાં આવી શકે છે વધુ મજબૂતી, જાણો શું કહે છે બ્રોકરેજ

Budget 2022: બજેટની જાહેરાત બાદ આ સ્ટૉક્સમાં આવી શકે છે વધુ મજબૂતી, જાણો શું કહે છે બ્રોકરેજ

બજેટ 2022

Religare Broking hot picks: બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, અન્ડરલાયિંગ થીમ સમાન રહેશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ અને હેલ્થકેર સ્પેસ જેવા મુખ્ય સામાજિક ક્ષેત્રોમાં મૂડી ખર્ચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નવી દિલ્હી: સરકાર 1 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે યુનિયન બજેટ (Union Budget 2022)ની જાહેરાત કરશે. આ પહેલા જ તેની અસર શેરબજાર (Stock Market) પર દેખાવા લાગી છે. આજે સવારે બજાર ખુલતા જ ઉછાળો નોંધાયો હતો. તેવામાં બ્રોકરેજ હાઉસ રેલિગર (Brokerage house Religare Broking) બ્રોકિંગને અપેક્ષા છે કે સરકાર બજેટ 2022માં મુખ્ય ક્ષેત્રો પર ખર્ચ વધારીને આર્થિક વૃદ્ધિ (economic growth)ને પાટા પર લાવવામાં ધ્યાન કેન્દ્રિત કરશે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, અન્ડરલાયિંગ થીમ સમાન રહેશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ અને હેલ્થકેર સ્પેસ જેવા મુખ્ય સામાજિક ક્ષેત્રોમાં મૂડી ખર્ચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ કંપનીઓના શેર ઉછળી શકે

બ્રોકરેજ મુજબ, કૃષિ (Farming)માં વિવિધ નવી જાહેરાતો ગ્રામીણ વિકાસને વધારવામાં, ખેડૂતોની આવક વધારવામાં અને રોજગારીના સર્જનમાં મદદ કરશે. પીઆઈ, કોરોમંડલ, રેલિસ અને ગોદરેજ એગ્રોવેટ વગેરે જેવી કંપનીઓને આવી કોઇ પણ જાહેરાત કરવામાં આવે તો ફાયદો થશે. એચડીએફસી, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, કેન ફિન હોમ્સ સહિતની હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે એફોર્ડેબલ હાઉસિંગ તરફનું આકર્ષણ પોઝિટિવ રહેશે.

એટલે કે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહક યોજનાઓ (PLI)ની ફાળવણીમાં વધારો થવાથી કેપિટલ ગુડ્ઝ પ્લેયર્સની ઓર્ડર બુકમાં વધારો થવાની સંભાવના છે, જે એલએન્ડટી, થર્મેક્સ, સિમેન્સ ઇન્ડિયા, પોલિકેબ ઇન્ડિયા, કેઇઆઇ ઇન્ડસ્ટ્રીઝ, એબીબી ઇન્ડિયા માટે સકારાત્મક હોઈ શકે છે.

આ પણ વાંચો: Multibagger Stock: બોનસ શેરના સમાચાર બાદ ઉછળ્યો આ શેર, લાગી 5 ટકાની અપર સર્કિટ

સિમેન્ટ સ્ટૉક્સ (Cement stocks)

બ્રોકરેજ હાઉસે વધુમાં ઉમેર્યુ કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ સિમેન્ટ કંપનીઓના વિકાસને વેગ આપવા માટે મદદ કરશે. રેમકો સિમેન્ટ્સ, અલ્ટ્રાટેક, એસીસી, અંબુજા વગેરે જેવી તમામ સિમેન્ટ કંપનીઓ માટે સકારાત્મક સાબિત થશે.” તદુપરાંત, ગ્રીન એનર્જી માટે સ્થાનિક ઉત્પાદનમાં કોઈપણ પ્રકારનો વધારો અને આયાત પરની નિર્ભરતાને ઘટાડે તેવી કંપનીઓ જેમ કે ટાટા પાવર, અદાણી ગ્રીન વગેરે જેવી કંપનીઓને હકારાત્મક અસર કરી શકે છે.

શેરબજારના દ્રષ્ટિકોણથી જોઈએ તો તાજેતરનો સુધારો મહદ્અંશે ઊંચા ફુગાવાને કારણે વ્યાજના દરમાં અપેક્ષા કરતા વધુ ઝડપથી વધારો થવાની ધારણાના કારણે થયો છે.

આ પણ વાંચો: Economic Survey 2022: નિર્મલા સીતારમણે રજૂ કર્યો ઇકોનોમિક સર્વે, 9.2% ગ્રોથનો અંદાજ, જાણો મુખ્ય વાતો

બજેટની ધારણા (Budget prediction)

બ્રોકરેજએ આગળ જણાવ્યા અનુસાર, “અપેક્ષા છે કે સરકાર ધીમી ગતિથી તેની નાણાકીય એકત્રીકરણની યાત્રા શરૂ કરશે કારણ કે સરાકાર હાલની આર્થિક રિકવરીને અવરોધવા માંગતી નથી. અમારું માનવું છે કે બજેટ મહદ્ અંશે વૃદ્ધિ-સંચાલિત હશે. પરંતુ તે રાજકોષીય મજબૂતીકરણ માટેનો માર્ગ પણ નક્કી કરશે.”
First published:

Tags: Budget 2022, Investment, Share market, Stock tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन