PM Gati Shakti Announcement: કેન્દ્રીય બજેટ 2022 (Budget 2022)ની જાહેરાત કરતી વેળા નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)એ પીએમ ગતિ શક્તિ (PM Gati Shakti) યોજનાને 20,000 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાકત કરી છે વર્ષ 2022-23માં આ યોજના હેઠળ 25,000 કિલોમીટર નેશનલ હાઇવેની જાળ બિછાવાશે. (PM Gati Shakti 25,000 Kms Roads to be built). નાણા મંત્રીએ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની આ યોજના માટે આ જાહેરાત કરી છે.
FM સીતારમણે Budget 2022ની જાહેરાત કરતા જણાવ્યું કે 'PM Gati Shakti યોજના વિકાસના સાત એન્જિને જોડવાનું કામ કરશે. સરકાર દ્વારા આ યોજનામાં આ વર્ષે 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે.'
"PM Gati Shakti રોડ, રેલવે, એરપોર્ટ અને માસ ટ્રાન્સપોર્ટ, જળ પરવિહન અને ટ્રાન્સપોર્ટ માટે પરિવર્તન આણનારો અભિગમ છે. પરિવહનના આ સાત એન્જિન ભારતના અર્થતંત્રને ખૂબ આગળ લઈ જશે.
FM સીતારમણે Budget 2022 રજૂ કરતા જણાવ્યું કે આ વર્ષે આ પ્રોજેક્ટમાં નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 25,000 કિલોમીટરનો હાઈવે બાંધવામાં આવશે. જે ભારતના વિકાસની નવી યાત્રામાં મોટું યોગદાન આપશે.
" isDesktop="true" id="1175059" >
શું છે PM Gati Shakti યોજના?
PM Gati Shakti યોજના વડાપ્રધાન મોદીની એક મહાત્વાકાંક્ષી યોજના છે. આ યોજનાને વર્ષ 2021માં ઓક્ટબર મહિનામાં વડાપ્રધાન મોદીએ વર્ય્લુઅલ લોકાર્પણ કરી છે. આ યોજના હઠેળ 16 મંત્રાલય જેમાં રેલવે, શિપીંગ, નાગરિક ઉડ્યન, પેટ્રોલિયમ અને ગેલ, પાવર, ટેલિકોમ વગેરેનો સમાવેશ થાય છે તેને એક સાંકળે બાંધી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો હેતું છે.
PM Gati Shakti યોજનાનો એક હેતુ એવો છે કે સરકારી બાબૂગીરીથી દૂર રાખી અને તેની અડચણ વગર આ યોજનાને તેજ ગતિથી પુરી કરવાની છે. જેમાં માલના પરિવહન માટે રેલવે, શિપીંગ, અને રોડ રસ્તા દ્વારા ફાસ્ટટ્રેક વિકાસની માયાજાળ તૈયાર કરવાની છે.
PM Gati Shakti હેઠળ 220 એરપોર્ટ હેલિપોર્ટ, વોટર એરોડ્રામનું લક્ષ્ય
PM Gati Shakti યોજના હઠેળ વર્ષ 2014-25 સુધીમાં નાગરિક ઉડ્યન મંત્રાલય દ્વારા 220 નવા એરપોર્ટ, હેલિપોર્ટ, વોટર એરોડ્રામના નિર્માણનું લક્ષ્યાંક છે. મીડિયમ અને સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝના વેપાર ધંધાને તેજગતિએ વધારવાનો આ યોજનામાં હેતું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર