Income Tax Slabs: Budget 2022માં ઇન્કમ ટેક્સ દરોમાં ફેરફાર નહીં, દંડ ભરીને પાછલા બે વર્ષનું ITR ભરી શકાશે
ઇન્કમ ટેક્સ સ્લેબ
Income tax slabs: નાણા મંત્રીએ ઇન્કમ ટેક્સ સ્લેબ (No changes in Income tax slabs)માં કોઈ ફેરફાર કર્યો નથી. નવી કર વ્યવસ્થા પ્રમાણે જે કોઈ કરદારા પોતાની આવક જોડવાનું ભૂલી જાય છે તો તેને પોતાનું રિટર્ન અપડેટ કરવા માટે બે વર્ષનો સમય મળશે.
નવી દિલ્હી. Budget 2022 Income Tax slabs: નાણી મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ મહત્ત્વની જાહેરાતો કરી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax slab) અંગે જાહેરાત કરતા નાણા મંત્રીએ કહ્યુ કે, હવે દંડ ભરીને કરદાતા પાછલા બે વર્ષનું રિટર્ન ફાઈલ (Income Tax Return) કરી શકશે. એટલે કે આઈટી રિટર્ન (Update ITR) અપડેટ કરવા માટે કરદાતાને મોકો આપવામાં આવશે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સના નિયમોમો સુધારો કરવાની જાહેરાત પણ નાણા મંત્રી તરફથી કરવામાં આવી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ નાણા મંત્રીએ ઇન્કમ ટેક્સ સ્લેબ (No changes in Income tax slabs)માં કોઈ ફેરફાર કર્યો નથી. નવી કર વ્યવસ્થા પ્રમાણે જે કોઈ કરદારા પોતાની આવક જોડવાનું ભૂલી જાય છે તો તેને પોતાનું રિટર્ન અપડેટ કરવા માટે બે વર્ષનો સમય મળશે.
કો-ઓપરેટિવ માટે MATમાં ઘટાડો
બજેટમાં નાણા મંત્રીએ કો-ઓપરેટિવ સોસાયટી માટે MAT (Minimum Alternate Tax) 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે. આ ઉપરાંત 1 કરોડથી 10 કરોડ વચ્ચેની આવક વચ્ચે સરચાર્જને 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે.
ટેક્સ ડિડક્શન તફાવત ખતમ
બજેટમાં નાણી મંત્રીએ કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓમાં ટેક્સ ડિડક્શનનો તફાવત દૂર કરવાની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે NPS ખાતામાં જતી રકમ પર ટેક્સ ડિડક્શનની મર્યાદા 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવી છે.
બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે ક્રિપ્ટોકરન્સીમાંથી થતી કમાણી પર 30% ટેક્સ લાગશે. ક્રિપ્ટોકરન્સી જો ભેટમાં આપવામાં આવે તો ભેટ સ્વીકારનાર વ્યક્તિએ તેના પર ટેક્સ ચૂકવવો પડશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પણ 2023ના વર્ષમાં ડિજિટલ કરન્સી લોંચ કરશે. સરકાર ડિજિટલ અસેટ ટ્રાન્સફરથી થતી આવક પર 30 ટકા ટેક્સ લગાવશે.
કરદાતાઓની ત્રણ કેટેગરી
હાલના નિયમો મુજબ સમગ્ર દેશમાં એક સ્લેબ સિસ્ટમ કામ કરે છે. જ્યાં અલગ-અલગ સ્લેબ માટે અલગ-અલગ ટેક્સના દર નક્કી કરવામાં આવ્યા છે. વ્યક્તિગત કરદાતાઓની ત્રણ કેટેગરીઓ બનાવવામાં આવી છે. જેમાં એક 60 વર્ષથી નીચેના લોકો, બીજી કેટેગરી 60થી 80 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોની અને ત્રીજી કેટેગરીમાં 80 વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલ કઇ રીતે છે ટેક્સ સ્લેબ
હાલની ટેક્સ સિસ્ટમની વાત કરીએ તો 7 સ્લેબ બનાવવામાં આવ્યા છે. જે અનુસાર, 2.5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. 2.5 લાખથી 5 લાખની વાર્ષિક આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગુ પડશે. 5 લાખથી 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 7.5 લાખથી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 15 ટકાના દરે ટેક્સ લાગે છે.
10 લાખથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોએ 20 ટકા, 12.5 લાખથી 15 લાખની વાર્ષિક આવક પર 25 ટકા અને વાર્ષિક 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. આ નવા નિયમોમાં રજૂ કરાયેલા ટેક્સ સ્લેબ દર ઓછા છે, પરંતુ કલમ 80C હેઠળ મળતી અન્ય કર મુક્તિઓને નાબૂદ કરવામાં આવી છે.
જૂની ઇનકમ ટેક્સ વ્યવસ્થા હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જો વાર્ષિક આવક 2.5 લાખથી 5 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે, તો 5 ટકા ટેક્સ લાગે છે. જોકે, રૂ.5 લાખથી વધુની આવક પર વ્યક્તિ આવકવેરા એક્ટ 87A હેઠળ રૂ.12,500ની છૂટનો દાવો કરી શકે છે. આ સાથે 5 લાખથી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગે છે. જો કોઈ વ્યક્તિની કુલ આવક 10 લાખ રૂપિયાથી વધુ હોય તો પણ તેના પર 20 ટકા ટેક્સ લાગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર