Home /News /business /

Budget 2022: મધ્યમવર્ગ અને ગ્રામીણોને 1 લાખ કરોડથી વધુની ભેટ, આ યોજનાઓ બનાવશે આધાર

Budget 2022: મધ્યમવર્ગ અને ગ્રામીણોને 1 લાખ કરોડથી વધુની ભેટ, આ યોજનાઓ બનાવશે આધાર

નાણામંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં 8.7 કરોડ પરિવારોને 'હર ઘર, નલ સે જલ' હેઠળ આવરી લેવામાં આવ્યા છે

Union Budget 2022 - નાણામંત્રીએ કહ્યું- 2014થી સરકારનું ધ્યાન નાગરિકોના સશક્તિકરણ પર છે, ખાસ કરીને ગરીબો અને દલિત લોકો માટે સરકાર કામ કરી રહી છે

  નવી દિલ્હી : સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23 (budget 2022-23) રજૂ કરતા કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જણાવ્યું હતું કે, 2022-23માં 3.8 કરોડ મકાનોને હર ઘર નલ સે જલ યોજના હેઠળ આવરી લેવા માટે 60 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, 2014થી સરકારનું ધ્યાન નાગરિકોના સશક્તિકરણ પર છે, ખાસ કરીને ગરીબો અને દલિત લોકો માટે સરકાર કામ કરી રહી છે. આ માટે ઘણાં પગલાં પણ લેવામાં આવ્યા હતા, જેમાં ઘર, વીજળી, રાંધણગેસ, પાણી આપવાની યોજના સામેલ હતા.

  વધુ વિગતો આપતા, નાણામંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં 8.7 કરોડ પરિવારોને 'હર ઘર, નલ સે જલ' હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેમાંથી 5.5 કરોડ પરિવારોને છેલ્લા બે વર્ષમાં નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે.

  પ્રધાનમંત્રી આવાસ યોજના

  નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2022-23માં ગ્રામીણ અને શહેરી એમ બંને રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાત્ર લાભાર્થીઓ માટે 80 લાખ મકાનોના નિર્માણ માટે 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણીની પણ જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર શહેરી વિસ્તારોમાં મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે પરવડે તેવા આવાસને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારની જમીન અને બાંધકામ મંજૂરીઓ માટે લાગતો સમય ઘટાડવા માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે. સરકાર નાણાકીય ક્ષેત્રના નિયમનકારો સાથે મૂડી વધારવા તેમજ મધ્યસ્થીનો ખર્ચ ઘટાડવા માટે કામ કરશે.

  આ પણ વાંચો - Union Budget 2022: બજેટ પર પીએમ મોદીએ કહ્યું- દરેક ક્ષેત્રએ કર્યું બજેટનું સ્વાગત, જનતા જનાર્દનની સેવાનો ઉત્સાહ વધ્યો

  વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ

  નવા વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ નાણામંત્રી ઉત્તર સરહદે આવેલા ગામોને આવરી લેશે. નિર્મલા સીતારમણે કહ્યું, 'સીમાવર્તી ગામો, જ્યાં વસ્તી ખૂબ જ ઓછી છે, તેમની કનેક્ટિવિટી અને મૂળભૂત સુવિધાઓ પણ ખૂબ મર્યાદિત છે, તેઓ વિકાસના લાભોથી વંચિત છે. આ નવા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ઉત્તરીય સરહદના એવા જ ગામને લાવવામાં આવશે. અહીંની પ્રવૃત્તિઓમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આવાસ, પ્રવાસન કેન્દ્રોનું નિર્માણ, માર્ગ જોડાણ, વિકેન્દ્રિત નવીનીકરણીય ઊર્જાની જોગવાઈ, દૂરદર્શન અને શિક્ષણ ચેનલો માટે 'ડાયરેક્ટ ટુ હોમ એક્સેસ'ની જોગવાઈ અને આજીવિકા નિર્માણ માટે સહાયનો સમાવેશ થશે. આ પ્રવૃત્તિઓ માટે વધારાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલની યોજનાઓને એકમાં મર્જ કરવામાં આવશે. અમે તેમના પરિણામોનું વિશ્લેષણ કરીશું અને તેમનું સતત નિરીક્ષણ કરીશું.

  એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ

  કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, 2022-23માં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જટિલ વિસ્તારોમાં યોગ્ય પ્રગતિ કરી ન હોય તેવા બ્લોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, “દેશના સૌથી દૂરના અને પછાત જિલ્લાઓમાં રહેતા નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવાનું અમારું સ્વપ્ન મહત્વાકાંક્ષી બ્લોક પ્રોગ્રામ ખૂબ જ ટૂંકા ગાળામાં સાકાર થયો છે. આ 112 જિલ્લાઓમાંથી 95 ટકામાં આરોગ્ય, પોષણ, નાણાકીય સ્થિતિ અને મૂળભૂત માળખાકીય સુવિધાઓ જેવા મુખ્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. તેઓ રાજ્યના સરેરાશ મૂલ્ય કરતાં પણ વધી ગયા છે. જો કે, આ જિલ્લાઓના કેટલાક બ્લોક હજુ પણ પછાત છે. 2022-23માં આ પ્રોગ્રામ હેઠળ આ જિલ્લાઓના સમાન બ્લોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Budget 2022, Nirmala Sitharaman, બજેટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन