Home /News /business /

Budget 2022: બજેટમાં LICના IPOને લઈને મોટી જાહેરાત, જાણો ક્યારે આવશે પબ્લિક ઓફર

Budget 2022: બજેટમાં LICના IPOને લઈને મોટી જાહેરાત, જાણો ક્યારે આવશે પબ્લિક ઓફર

બજેટ (Union Budget 2022) ભાષણ દરમિયાન નાણામંત્રીએ આઇપીઓ અંગે જાણકારી આપી (પ્રતિકાત્મક તસવીર)

Budget 2022 - દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (Life Insurance Corporation of India) મેગા આઈપીઓ (LIC IPO) ની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

નવી દિલ્હી : લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)મંગળવારે બજેટ (Budget 2022) રજુ કર્યું હતું. બજેટ (Union Budget 2022) ભાષણ દરમિયાન નાણામંત્રીએ આઇપીઓ અંગે જાણકારી આપી હતી. તેમણે 60 લાખ રોજગારીના અવસર ઉભા થયા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ LIC નો આઇપીઓ (LIC IPO) ટૂંક સમયમાં આવશે તેવા સંકેત આપ્યા હતા.

LICના IPO ને લઇને મોટી જાહેરાત

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (Life Insurance Corporation of India) મેગા આઈપીઓ (LIC IPO) ની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, એલઆઈસીનો (LIC) આઈપીઓ(IPO) ટૂંક સમયમાં લાવવામાં આવશે. બજેટ 2022-23ના ભાષણમાં, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જાહેરાત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં LICનો IPO જાહેર કરવા જઈ રહી છે.

આ પણ વાંચો - Budget 2022: મધ્યમવર્ગ અને ગ્રામીણોને 1 લાખ કરોડથી વધુની ભેટ, આ યોજનાઓ બનાવશે આધાર

આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારણે કહ્યું કે, એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પૂર્ણ થઈ ગયું છે અને સાથે જ નીલાચલ ઈસ્પાત (Neelachal Ispat) માટે વ્યૂહાત્મક ભાગીદારની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જાહેરાત કરી હતી કે, સરકાર ટૂંક સમયમાં LICનો IPO જાહેર કરવા જઈ રહી છે.

LIC 31 માર્ચ સુધી શેયર માર્કેટ લિસ્ટ કરાવી શકે છે સરકાર

તાજેતરમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, LICની ડિસઇન્વેસ્ટમેન્ટ રકમ આ વર્ષનાં બજેટમાં સામેલ છે કારણ કે, અમારું લક્ષ્ય 31 માર્ચ પહેલા તેને લિસ્ટ કરવાનું છે.

LIC ના ચેરમેનનો કાર્યકાળ એક વર્ષ વધાર્યો

તાજેતરમાં સરકારે LICના ચેરમેન એમઆર કુમારનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો છે. આ વધારા બાદ કુમાર માર્ચ 2023 સુધી LICનાં ચેરમેન તરીકે ચાલુ રહેશે. આ સાથે જ LICના મેનેજિંગ ડિરેક્ટર રાજ કુમારનો કાર્યકાળ પણ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Union Budget 2022: બજેટ પર પીએમ મોદીએ કહ્યું- દરેક ક્ષેત્રએ કર્યું બજેટનું સ્વાગત, જનતા જનાર્દનની સેવાનો ઉત્સાહ વધ્યો

Fy22 ના વિનિવેશ લક્ષ્યમાં મોટા પાયે ઘટાડો

ઉલ્લેખનીય છે કે, સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી આવકનો અંદાજ રૂ. 1.75 લાખ કરોડથી ઘટાડીને રૂ. 78,000 કરોડ કર્યો છે. આ સાથે સરકારે આગામી નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 65,000 કરોડની આવક મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Budget 2022, LIC IPO, Nirmala Sitharaman, બજેટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन