Home /News /business /

Budget 2022: FM સીતારમણે કરી મોટી જાહેરાત, હવે E-Passport ઈશ્યૂ કરાશે

Budget 2022: FM સીતારમણે કરી મોટી જાહેરાત, હવે E-Passport ઈશ્યૂ કરાશે

E Passport : Union Budget 2022માં ઈ-પાસપોર્ટ ઈશ્યૂુ કરવાની જાહેરાત કરવામાં આવી

Budget 2022 E Passport Anouncement:નાણા મંત્રી નિર્મલા સીથારમણે (FM Nirmala Sitharaman) બજેટમાં (Budget 2022) પાસપોર્ટ અંગે કરી મોટી જાહેરાત



    નાણાકીય વર્ષ 2022-23 માટે આજે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રી સતત ચોથી વખત બજેટ રજૂ (Budget 2022-23) કરી રહ્યા છે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારબાદ આ 10મું બજેટ છે. બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઈ પાસપોર્ટ (E-PassPort) ઈશ્યૂ કરવાની જાહેરાત કરી છે.

    નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે નાગરિકોની સુવિધા માટે નાણાકિય વર્ષ 2022-23 (FY 2022-23)થી E-PassPort ઈશ્યૂ કરાશે એટલે એનો અર્થ એવો થયો કે પાસપોર્ટમાં નાગરિકોની તમામ માહિતી પાસપોર્ટમાં હશે

    E-Passportમાં શું હશે

    E-Passport પાસપોર્ટમાં રેગ્યુલપાસપોર્ટનું ડિજિટલ ચીપવાળું સ્વરૂપ હશે. આ પાસપોર્ટમાં એક ચીપ લાગેલી હશે જેના કારણે ડેટા સિક્યોરિટીમાં મદદ મળશે. માઇક્રોચીપમાં પાસપોર્ટ હોલ્ડરની તમામ વિગતો હશે. જેમાં નામ, જન્મતારીખ, વગેરે. આ પાસપોર્ટના કારણે ઈમીગ્રેશનની લાંબી લાંબી કતારોમાંથી છૂટાકારોમળશે. ઈમીગ્રેશનની લાઇનમાં આ ચીપ જ સ્કેન કરવામાં આવશે. હાલમાં E-Passportનો ઉપયોગ અમેરિકા, બ્રિટન જર્મનીમાં થઈ રહ્યો છે. આ ચીપમાં 64 કેબીની સ્ટોરેજ સ્પેસ હોય છે જેમાં યૂઝરની તમામ માહિતી આપવામાં આવેલી હોય છે.

    આ પણ વાંચો : Union Budget 2022 live: 16 લાખ યુવાનોને નોકરી, આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન આવશે: નિર્મલા સીતારમણ

    ડિજિટલ પાસપોર્ટ સમજવાની ભૂલ ન કરવી

    નવા પાસપોર્ટ અંગે અગાઉ વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટ કહ્યું હતું કે E-Passportમાં ઈલેક્ટ્રોનિક ચીપ હશે જેના માટે અમે ઉત્પાદકોની શોધ કરી રહ્યા છે. પાસપોર્ટની બૂકલેટમાં જ આ ચીપ ફીટ કરવામાં આવશે જેમાં તમામ માહિતી હશે. જોકે, આ ડિજિટલ પાસપોર્ટ નથી.

    ડિજિટલ ભારત માટે નાણા મંત્રીની જાહેરાત (Digital India)

    કૌશલ વિકાસ અને અજીવિકા સંબંધિત ડિજિટલ ઇકોસિસ્ટમ લોંચ કરવામાં આવશે. જેના મારફતે કૌશલ્ય વધારવું, ઑનલાઇન શિક્ષણ આપવામાં આવશે. રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમ બનાવવા માટે એક ઓપન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.

    અફોર્ડેબલ હોમ અને પીવાનું શુદ્ધ પાણી (Affordable House)

    નાણા મંત્રીએ જાહેરાત કરી કે 3.8 લાખ ઘરોમાં નળથી શુદ્ધ જળ ઉપલબ્ધ કરાવવા માટે 60,00 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. 2022-23 દરમિયાન 80 લાખ પરિવારને સસ્તા ઘર મળશે. અફોર્ડેબલ હાઉસહોલ્ડ સ્કીમ માટે સરકાર લાભાર્થીઓની ઓળખ કરશે.

    શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત (Education sector)

    બજેટમાં નાણા મંત્રીએ જાહેરાત કરી કે PM ઈ-વિદ્યાના પ્રોગ્રામ 'વન ક્લાસ વન ટીવી ચેનલ' અંતર્ગત ચેનલની સંખ્યા 12થી વધારીને 200 કરવામાં આવશે. જેનાથી તમામ રાજ્યોને ધોરણ 1થી 12 સુધી સ્થાનિક ભાષામાં શિક્ષણ પૂરું પાડવામાં મદદ મળશે.

    વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)

    આગામી ત્રણ વર્ષમાં ઉત્તમ ક્ષમતાની 400 નવી પેઢીની 'વંદે ભારત' ટ્રેન લાવવામાં આવશે. આગમી ત્રણ વર્ષમાં 100 PM ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે. સ્થાનિક બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે 'એક સ્ટેશન એક પ્રોડક્ટ'ની વિચારધારાને આગળ ધપાવવામાં આવશે.

    સાત મુખ્ય ક્ષેત્ર પર ફોકસ રહેશે (Focus areas)

    1) PM ગતિશક્તિ 2) સામુહિક વિકાસ 3) ઉત્પાદનમાં વધારો 4) સનરાઇઝ અપોર્ચ્યુન્ટી 5) કાયમી ઉર્જાના સ્ત્રોતમાં વધારો કરવો 6) પર્યાવરણ બચાવ 7) રોકાણ માટે ફંડની વ્યવસ્થા

    >> દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીનો આઈપીઓ બહુ ઝડપથી આવશે. ભારતનો વિકાસદર 9.27% રહેવાનો અંદાજ.

    >> બરાબર 11.00 વાગ્યે સંસદની કાર્યવાહી શરૂ. નાણામંત્રીએ બજેટ ભાષણ વાંચવાની શરૂઆત કરી.

    આ પણ વાંચો : Budget 2022: PM Gati Shakti યોજના હેઠળ 25,000 કિ.મી રોડ રસ્તા બનાવવાની જાહેરાત, 20,000 કરોડની ફાળવણી

    >> નાણા મંત્રીએ આ વખતે ડિજિટલ રીતે બજેટ રજૂ કરી રહ્યા છે.

    બજેટ 2022ની પળેપળની માહિતી: ક્લિક કરો

    આર્થિક સર્વેક્ષણ (Economic Survey)

    બજેટના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીના રોજ નાણા મંત્રીએ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. જેના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો ગ્રોથ 9.2 ટકા રહેવાની સંભાવના છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Budget 2022, Nirmala Sitharaman, Union budget

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन