Home /News /business /

Agriculture Budget 2022 : ખેતીનો સામાન થશે સસ્તો, જાણો ખેડૂતો માટેની મોટી જાહેરાતો

Agriculture Budget 2022 : ખેતીનો સામાન થશે સસ્તો, જાણો ખેડૂતો માટેની મોટી જાહેરાતો

બજેટમાં ખેડૂતો માટેની મહત્ત્વની જાહેરાતો

Budget 2022 for Farmers: 2023માં કેમિકલ મુક્ત કુદરતી ખેતીને (Organic Farming) પ્રોત્સાહન આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

    નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ 2022 (Budget 2022) રજૂ કરતી વખતે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્ર (Agriculture Budget 2022) માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જેમાં કૃષિ માલસામાન સસ્તો કરવો તે મહત્વપૂર્ણ છે. જેમાં તેમણે 2023માં કેમિકલ મુક્ત કુદરતી ખેતીને (Organic Farming) પ્રોત્સાહન આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતોને (Farmer) ડિજિટલ સેવા (Digital services) આપવામાં આવશે. તેમણે કહ્યું, કે સરકાર ઓર્ગેનિક ખેતી પર ભાર મુકશે. તે જ સમયે, સરકાર તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

    ખેડૂતોને સુવિધા પુરી પાડવામાં આવશે (facilities for Farmer)

    નાણામંત્રીએ કહ્યું કે, 44,605 ​​કરોડ રૂપિયાનો કેન-બેતવા લિંક પ્રોજેક્ટ ખેડૂતોની 9 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ કરવા માટે લાગુ કરવામાં આવશે. જે ખેડૂતો અને સ્થાનિક લોકોને સિંચાઈ, ખેતી અને આજીવિકાની સુવિધાઓ પૂરી પાડશે. બજેટમાં મોટી જાહેરાત હેઠળ નાણામંત્રીએ કહ્યું કે, રવિ પાક 2021-22માં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 મેટ્રિક ટન ઘઉં અને ડાંગર ખરીદવામાં આવશે. વર્ષ 2023ને મોટું અનાજનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો - Union Budget 2022ની તમામ મહત્ત્વની વાતો એક ક્લિક પર જાણો

    તેલિબિયાંની ખેતીને પ્રોત્સાહન અપાશે (Oilseed cultivation)

    નાણામંત્રીએ કહ્યું કે, ખેડૂતો કુદરતી ખેતી અપનાવે તે માટે રાજ્ય સરકારો અને MSMEની ભાગીદારી માટે એક વ્યાપક પેકેજ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, "FY23 માટે કૃષિ ખરીદ કિંમત રૂ. 2.37 ટ્રિલિયન રહેશે." તેમણે નિકાસ પર ભાર મૂકી આયાત પર નિર્ભરતા ઘટાડવા અને બાજરીના ઉત્પાદનને વેગ આપવા તેલિબિયાંની ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાની જાહેરાત કરી.

    આ પણ વાંચો- Income tax slabs: Budget 2022માં ઇન્મક ટેક્સ દરોમાં ફેરફાર નહીં, દંડ ભરીને પાછલા બે વર્ષનું ITR ભરી શકાશે

    કૃષિ બજેટ 2022ની વિશેષતાઓ

    • MSP હેઠળ ખેડૂતોને 2.37 લાખ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

    • અદ્યતન ફળો અને શાકભાજી ઉગાડતા ખેડૂતોને મદદ કરવામાં આવશે

    • MSP પર ખેડૂતો પાસેથી રેકોર્ડ ખરીદી કરવામાં આવશે

    • ખેતીની જમીનને લગતા દસ્તાવેજો ડિજીટલ કરવામાં આવશે.

    • ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.





    • એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

    • ખેડૂત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જેના દ્વારા પાકનું મૂલ્યાંકન, જમીનનો રેકોર્ડ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે.

    • ફોર્મિંગ કોર્સ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવશે.

    • ગંગા કોરિડોરની આસપાસ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.

    • રેલવે નાના ખેડૂતો અને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવા ઉત્પાદનો અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સેવા બનાવશે.

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Budget 2022, ખેડૂત, દેશવિદેશ, બજેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन