Budget 2022: નિર્મલા સીતારમણના બજેટ બાદ આ કંપનીઓના શેર વધ્યા, તમને પણ રોકાણથી થઈ શકે છે ફાયદો
Budget 2022: નિર્મલા સીતારમણના બજેટ બાદ આ કંપનીઓના શેર વધ્યા, તમને પણ રોકાણથી થઈ શકે છે ફાયદો
ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)
Budget 2022 Stock market: સરકારે આગામી નાણાકીય વર્ષ માટે કેપિટલ ખર્ચ (Capital Expenditure)માં 35 ટકા વધારાની જાહેરાત કરી છે, જે 7.5 લાખ કરોડ રૂપિયા રહેશે. જેનાથી સ્ટીલ સહિત મેટલ કંપનીઓનો (Steel and Metal companies) વિકાસ વધશે.
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આગામી નાણાકીય વર્ષ માટે બજેટ (Budget 2022) રજૂ કરી દીધું છે. આ બજેટ ગ્રોથને વધારો આપનારું છે. તમને પ્રથમ નજરે બજેટમાં તમારા માટે વધારે કંઈ ખાસ ભલે ન મળે પરંતુ આ બજેટ આવતા વર્ષોમાં અર્થતંત્ર (Indian economy)ને ઝડપથી ટ્રેડ પર લાવવા માટે સક્ષમ છે. તેની સૌથી મોટી વાત એ છે કે સરકારે પોતાનો કેપિટલ ખર્ચ (Capital expenditure) વધારવાનો પ્લાન બનાવ્યો છે. જેનાથી અર્થતંત્રના અનેક સેક્ટરને ફાયદો થશે. આ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. અહીં અમે એવી કંપનીઓ અને સેક્ટર વિશે જણાવીએ જેમાં રોકાણ કરવાથી તમને વધારે ફાયદો થઈ શકે છે.
ફિનટેક શેરોમાં તેજી (Fintech Stocks)
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ડિજિટલ ઇકોનૉમી (Digital Economy)ને પોતાના પ્રાથમિકતા ગણાવી છે. તેનો સીધો મતલબ એવો થાય કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital transaction) સાથે જોડાયેલી કંપનીઓના અચ્છે દિન આવવાના છે. બજેટ બાદ પેટીએમના શેર (Paytm Stock)માં ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી વેચવાલીના દબાણ હેઠળ રહેલા શેરમાં મંગળવારે તેજી જોવા મળી હતી. પેટીએમનો શેર 5.58 ટકા વધીને 970.50 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. ઓનલાઈન ડિલિવરી ઝોમાટોનો શેર (Zomato Share) 4.65 ટકાની તેજી સાથે બંધ રહ્યો હતો.
ટેલીકોમ કંપનીઓમાં રોકાણ (Telecom Companies)
બજેટમાં 5G સ્પેક્ટ્રમની હરાજીની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. નાણા મંત્રીએ આવતા વર્ષે 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની હરાજીની જાહેરાત કરી હતી. જેનાથી ખાનગી ટેલીકોમ કંપનીઓ પોતાની 5G સેવા લોંચ કરી શકશે. આ કારણે એચએફસીએલ શેર પાંચ ટકા વધીને 83 રૂપિયા પર બંધ રહ્યો હતો. તેજસ નેટવર્ક શેર ત્રણ ટકા વધીને 425 રૂપિયા પર પહોંચી ગયો હતો. વિંધ્યા ટેલીલિંક્સનો શેર આશરે 1 ટકા વધીને તેજી સાથે 1,223 રૂપિયા પર બંધ રહ્યો હતો.
સરકારે આગામી નાણાકીય વર્ષ માટે કેપિટલ એક્સપેન્ડિચરમાં 35 ટકાની વધારાની જાહેરાત કરી છે. આગામી વર્ષે સરકારનો કેપિટલ એક્સપેન્ડિચર 7.5 લાખ કરોડ રૂપિયા રહશે. જેનાથી સ્ટીલ કંપનીઓમાં ગ્રોથ જોવા મળશે. 400 વંદે ભારત ટ્રેન્સ (Vande Bharat Trains) માટે મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમની જરૂર પડશે. બીજી તરફ 25,000 કિલોમીટરનો હાઈવે બનાવવા માટે સીમેન્ટ સહિતની વસ્તુઓની માંગ રહેશે. આ જ કારણ છે કે મેટલ કંપનીઓના શેરમાં તેજી આવી રહી છે. તમે મેટલ કંપનીઓમાં સારો એવો નફો કમાઈ શકો છો.
પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા માટે સરકારે તૈયારી કરી લીધી છે. આ અંગેની જાહેરાત નાણા મંત્રીએ મંગળવારે કરી હતી. જેનો સીધો ફાયદો સુગર કંપનીઓને મળશે. તમે આ સેક્ટરની મજબૂત કંપનીઓમાં રોકાણ કરી શકો છો. જેમાં બલરામપુર સુગર્સ, ઈઆઈડી પેરી અને દ્વારિકેશ જેવી કંપનીઓ સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર