Home /News /business /

Budget 2022: બજેટ દરમિયાન નાણા મંત્રીએ કરી 10 મોટી જાહેરાત, જાણો કયા સેક્ટરને શું મળ્યું

Budget 2022: બજેટ દરમિયાન નાણા મંત્રીએ કરી 10 મોટી જાહેરાત, જાણો કયા સેક્ટરને શું મળ્યું

બજેટમાં મોટી જાહેરાતો

Budget 2022 big announcement: નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત ચોથી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારનું આ 10મું બજેટ છે. નાણા મંત્રીએ આ બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી છે. નાણ મંત્રીની મોટી જાહેરાત પર એક નજર કરીએ.

    નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharama) આજે સંસદમાં 2022-23ના વર્ષ માટે સામાન્ય બજેટ (AAM Budget 2022) રજૂ કરી દીધું છે. બજેટમાં ખાસ કરીને મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. સાથે જ નિર્મલા સીતારમણે કહ્યુ છે કે તમામ લોકોનું કલ્યાણ જ અમારું લક્ષ્ય છે. બજેટમાં નાણા મંત્રીએ અનેક મોટી જાહેરાતો કરી છે. જોકે, નાણા મંત્રીએ ઇન્કમ ટેક્સ સ્લેબ (Income Tax Slabs)માં કોઈ ફેરફાર કર્યો નથી. તેમણે એવી જાહેરાત ચોક્કસ કરી છે કે નવા વર્ષથી કરદાતાઓ ગત બે વર્ષના ઇન્મક ટેક્સ રિટર્ન (Income Tax Return)ને અપડેટ કરી શકશે. સાથે જ બજેટમાં ક્રિપ્ટોની કમાણી (Cryptocurrency earning) પર 30% ટેક્સ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રીની મહત્ત્વની જાહેરાતો પર એક નજર કરીએ.

    નાણા મંત્રીની મહત્ત્વની જાહેરાતો:

    1) નાણા મંત્રીના બજેટ ભાષણ પ્રમાણે 60 લાખ યુવાઓને નોકરી આપવામાં આવશે.

    2) આગામી ત્રણ વર્ષમાં 400 નવી પેઢીની 'વંદે ભારત ટ્રેન' દોડાવવામાં આવશે.

    3) ત્રણ વર્ષ દરમિયાન 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે.

    4) 1.5 પોસ્ટ ઓફિસને કોર બેન્કિંગના દાયરામાં લાવવામાં આવશે. એટલે કે હવે પોસ્ટ ઓફિસમાં પણ ઑનલાઇન ટ્રાન્સફર શક્ય બનશે.

    5) વર્ષ 2022-23ના વર્ષમાં 80 લાખ નવા અફોર્ડેબલ ઘરોનું નિર્માણ કરવામાં આવશે. 48,000 કરોડ રૂપિયાની ફાળવણી.

    આ પણ વાંચો: Budget 2022: ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ-ચાર્જર સહિતની આ ચીજો થશે સસ્તી

    6) દેશમાં એક ડિજિટલ યુનિવર્સિટી બનાવવામાં આવશે.

    7) 25 હજાર કિલોમીટરનો નેશનલ હાઈવે 20,000 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

    8) દેશની પાંચ મોટી નદીઓને જોડવા માટે જળ સંસાધન વિકાસ મંત્રાલયની મદદથી કામ કરવામાં આવશે.

    9) દેશના 75 જિલ્લામાં ડિજિટલ બેન્કિંગ સેવાની શરૂઆત કરવામાં આવશે.

    10) 2022-23ના વર્ષમાં ઈ-પાસપોર્ટ આવશે. આ પાસપોર્ટમાં સુરક્ષાને લઈને આધુનિક ફીચર હશે. E-Passport પાસપોર્ટમાં રેગ્યુલપાસપોર્ટનું ડિજિટલ ચીપવાળું સ્વરૂપ હશે. આ પાસપોર્ટમાં એક ચીપ લાગેલી હશે જેના કારણે ડેટા સિક્યોરિટીમાં મદદ મળશે.

    આ પણ વાંચો: Income Tax Slabs: Budget 2022માં ઇન્મક ટેક્સ દરોમાં ફેરફાર નહીં, દંડ ભરીને પાછલા બે વર્ષનું ITR ભરી શકાશે

    11) શહેરોના વિકાસ માટે સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવશે.

    12) વન નેશન, વન રજિસ્ટ્રેશન યોજના શરૂ કરવામાં આવશે. જેનાથી બિઝનેસ કરવો સરળ બનશે.

    13) ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમને પુશ કરવા માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવશે.

    14) બજેટમાં નાણા મંત્રીએ જાહેરાત કરી કે PM ઈ-વિદ્યાના પ્રોગ્રામ 'વન ક્લાસ વન ટીવી ચેનલ' અંતર્ગત ચેનલની સંખ્યા 12થી વધારીને 200 કરવામાં આવશે. જેનાથી તમામ રાજ્યોને ધોરણ 1થી 12 સુધી સ્થાનિક ભાષામાં શિક્ષણ પૂરું પાડવામાં મદદ મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Budget 2022, Nirmala Sitharaman, બજેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन