Union Budget 2021: જનરલ બજેટનું કાઉન્ટડાઉન શરૂ, બજેટથી આ છે 10 અપેક્ષા

Union Budget 2021: જનરલ બજેટનું કાઉન્ટડાઉન શરૂ, બજેટથી આ છે 10 અપેક્ષા
નાણા મંત્રી નિર્મલા સીતારમણ ઇન્કમ ટેક્સમાં છૂટથી લઈ નેશનલ પેન્શન સિસ્ટમ સુધી આ બાબતોમાં મોટી જાહેરાત કરી શકે છે

નાણા મંત્રી નિર્મલા સીતારમણ ઇન્કમ ટેક્સમાં છૂટથી લઈ નેશનલ પેન્શન સિસ્ટમ સુધી આ બાબતોમાં મોટી જાહેરાત કરી શકે છે

  • Share this:
    નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર (Budget Session) 29 જાન્યુઆરીથી શરૂ થશે. સેશન દરમિયાન 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2021-22નું જનરલ બજેટ રજૂ થશે. લોકસભા સચિવાલયના નિવેદન મુજબ, બે હિસ્સામાં ચાલનારું બજેટ સેશન 8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સેશનનું પહેલું ચરણ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજું ચરણ 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.

    નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)થી જનરલ બજેટમાં લોકોની આ અપેક્ષાઓ છે...



    1. હાલમાં ઇન્કમ ટેક્સ એક્ટ 80 CCE હેઠળ સેક્શન 80C, 80CCC અને 80CCD(1) હેઠળ એક વર્ષમાં કુલ 1.50 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સથી છૂટ મળે છે. તેને વધારીને 2.5 લાખ રૂપિયા કરવાની આશા લોકો નાણા મંત્રીથી રાખી રહ્યા છે.

    2. આ બજેટમાં લોકોને આશા છે કે સોવરન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ કેપિટલ ગેઇન્સના પ્રોવિઝનમાં છૂટ મળશે અને તેમાં કોઈ એક ખાસ વર્ષનો રેફરન્સ નહીં હોય.

    આ પણ વાંચો,કમાણી કરાવનારા 5 બિઝનેસ! શરૂ કરતાં જ થશે પૈસાનો વરસાદ, કોઈ ટ્રેનિંગની પણ જરૂર નથી

    3. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એકાઉન્ટને બંધ કરાવતી વખતે ઉપાડવામાં આવતી 60 ટકા રકમ પર ટેક્સ છૂટ મળે છે. બાકીની રકમથી એનપીએસ સબ્સક્રાઇબરને એન્યૂટી ખરીદવી પડે છે. એન્યૂટી જ્યારે વ્યક્તિને મળે છે તો તે ટેક્સેબલ થઈ જાય છે. લોકોની માંગ છે કે NPSથી ઉપાડવામાં આવેલી રકમને ટેક્સ ફ્રી કરી દેવી જોઈએ.

    4. કોઈ બીજા દેશમાં ટેક્સ ડિડક્શનને ટેક્સપેયરની ઇન્કમ સમજવામાં આવે. ઇન્કમ ટેક્સના સેક્શન 198 હેઠળ વિદેશમાં ટેક્સ ડિડક્ટ થવા પર તેને assesseeની ગ્રોસ ઇન્કમ સમજવી જોઈએ. આ બજેટમાં તેના માટે વિશેષ જોગવાઇ થવાની આશા છે.

    5. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ (DDT)ને ખતમ કરવા માટે અનેક સંશાધનોની જરૂર છે. સેક્શન 243 હેઠળ જો કોઈ ટેક્સપેયરને એડવાન્સ ટેક્સ ચૂકવવો છે અને જો તે ચૂકી જાય છે તો આ ટેક્સની રકમ જેટેલી ચૂકવવી જોઈએ તેનાથી ઓછી હોય છે તો ટેક્સપેયરને તેની પર વ્ય જ આપવું પડે છે.

    6. આ બજેટથી મલ્ટીનેશનલ કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં પણ રાહત મળવાની આશા છે. કંપનીઓનું કહેવું છે કે કોરોના વાયરસ મહામારીના કારણે નાણા મંત્રાલયને કોર્પોરેટ ટેક્સમાં રિફોર્મ લાવવું જોઈએ.

    7. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22ના બજેટથી સરકારી બેંકોની સંખ્યા ઓછી કરવાની પણ આશા છે. બજેટમાં પબ્લિક સેક્ટરની બેંકોને મર્જ કરવાની ઘોષણા પણ થઈ શકે છે.

    આ પણ વાંચો, ખરાબ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો તોડવા પડશે મોંઘાં, ભરવું પડી શકે છે વધુ Insurance પ્રીમિયમ

    8. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં vehicle scrappage policyની ઘોષણા થઈ શકે છે. તેનો ઉદ્દેશ્ય જૂના, પ્રદૂષણ ફેલાવતા વાહનોને ચરણબદ્ધ રીતે હટાવીને ઓટોમોબાઇલની માંગને પ્રોત્સાહન આપવાનો છે.

    9. આ બજેટમાં સરકાર રેલવેમાં ખાનગી રોકાણને વધારવાને લઈ ખાસ ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. આ ઉપરાંત સરકાર દ્વારા યાત્રી સુરક્ષાને લઈને પણ એલાન કરવામાં આવી શકે છે.

    10. દેશના વેપારી વર્ગ બિઝનેસને ફરીથી આગળ ધપાવવા માટે જનરલ બજેટમાં જીએસટીમાં કાપ અને ઓછા વ્યાજ પર લોન મળવાની આશા રાખી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 20, 2021, 09:40 am

    ટૉપ ન્યૂઝ