નવી સ્ક્રેપ પોલિસી: જાણો, જૂની કારના ફિટનેસ ટેસ્ટમાં થશે કેટલો ખર્ચ, કારના માલિકો ખાસ વાંચો

શું છે નવી સ્ક્રેપ પોલિસી અને તેની તમારા વાહન પર શું અસર પડશે, ખાસ વાંચો આ અહેવાલ

દરેક ફિટનેસ સર્ટિફિકેટ આગામી 5 વર્ષ માટે જ લાગુ થશે. જે બાદ વાહન માલિકે બીજો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે

 • Share this:
  નાણાંમંત્રી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman) કેન્દ્રીય બજેટ 2021માં (Budget 2021) લાંબા સમયથી ચર્ચિત નવી સ્ક્રેપ નીતિ જાહેર કરી છે. જોકે, આ નીતિ વિશેની વિગતવાર માહિતી હજી સામે નથી આવી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરકાર આ નીતિને સ્વૈચ્છિક ધોરણે લાગુ કરશે. શક્યતા છે કે તેને પછીથી ફરજીયાત બનાવવામાં આવે. અહીં આપણે જાણીએ કે ખાનગી કારના માલિકો પર શું અસર થશે.

  આ નીતિ લાવવાનો હેતુ

  કેન્દ્ર સરકાર 15 અથવા 20 વર્ષથી વધુ જૂની કાર અને વ્યવસાયિક વાહનોને બાકાત રાખવા માંગે છે. તેનાથી બે ફાયદા થશે. પહેલું એ કે તેનાથી શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ઘટશે અને બીજું કે કોરોના મહામારી પહેલાથી સુસ્ત થઇ ગયેલા ઓટોમોબાઈલ સેક્ટરમાં વેચાણ વધી શકે. આ પોલિસીના અમલ બાદ 20 વર્ષથી વધુ જૂનાં વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. નાણામંત્રીના અનુસાર, ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરો પર કરવામાં આવેલા આ ટેસ્ટથી નક્કી થશે કે વાહન હજી પણ રસ્તા પર દોડવા માટે સક્ષમ છે કે નહીં.ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયેલા વાહન ને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે.

  >> બજેટ અંગે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

  જાણો, ફિટનેસ ટેસ્ટ કેવી રીતે કામ કરે છે

  નવી પોલીસીના દિશાનિર્દેશો અનુસાર, 20 વર્ષ જૂના કોઈપણ વાહનનો ફિટનેસ ટેસ્ટ કરવો પડશે. ફિટનેસ ટેસ્ટ પાસ કરેલા જૂના વાહનોને ફિટનેસ પ્રમાણપત્ર મળશે. દરેક ફિટનેસ ટેસ્ટમાં આશરે 40,000 રૂપિયાનો ખર્ચ થશે. જે રોડ ટેક્સ ઉપરાંત હશે અને શક્ય છે કે 'ગ્રીન ટેક્સ' પણ ચૂકવવો પડે. ઉલ્લેખનીય છે કે વાહન 15 વર્ષ જૂની થાય તે બાદ વાહનના રજિસ્ટ્રેશન સમયે ગ્રીન ટેક્સ આપવો પડશે.

  દરેક ફિટનેસ સર્ટિફિકેટ આગામી 5 વર્ષ માટે જ લાગુ થશે. જે બાદ વાહન માલિકે બીજો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. જેના માટે લગભગ અગાઉ કરાવેલા ફિટનેસ ટેસ્ટના જેટલો જ ખર્ચ થશે.

  આ સિવાય અન્ય કયો ખર્ચ થશે

  ફિટનેસ ટેસ્ટ ઉપરાંત સરકારે ગ્રીન ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ગ્રીન ટેક્સની રકમ રોડ ટેક્સના 10થી 25 ટકા હશે, જે ફીટનેસ ટેસ્ટ વખતે જમા કરાવવો પડશે. જોકે, આ ફિટનેસ ટેસ્ટ માટેનો ખર્ચ તમે કયા શહેરમાં છો અને ત્યાંના વાયુ પ્રદૂષણના સ્તર પર પણ નિર્ભર રહેશે.દા.ત. જો દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ટેક્સ લાગુ થાય, તો ગ્રાહકોને રોડ ટેક્સના 50 ટકા ગ્રીન ટેક્સ તરીકે ભરવા પડી શકે છે.

  >> બજેટ અંગે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

  જો તમારી કાર ફીટનેસ ટેસ્ટમાં નાપાસ થાય તો!

  ફીટનેસ ટેસ્ટમાં ફેઈલ થયેલા વાહનને ચલાવવું ગેરકાયદેસર છે, કારણ કે તે રજીસ્ટર્ડ નથી માનવામાં આવતું. એટલું જ નહીં, ફિટનેસ ટેસ્ટ કરાવ્યા વિના વાહનની નોંધણી પણ કરાવી શકાશે નહીં. એટલે કે જો કોઈ વાહન ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ થાય, તો તે વાહન રજીસ્ટર્ડ નથી ગણાતું. આ પોલિસી 1 એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવશે.

  જે અંતર્ગત વાહન માલિકોને વાહનની એક ચોક્કસ વય બાદ તેમના વાહનને સ્ક્રેપ માટે મોકલવા પર પૈસા પણ મળશે. પરંતુ, કોઈ કાર ફિટનેસ ટેસ્ટમાં 3 વાર નિષ્ફળ જાય, તો વાહન મલિક પાસે અન્ય વિકલ્પો નહીં હોય.

  અહીં ઉલ્લેખનીય છે કે, સ્ક્રેપ યાર્ડ સ્થાપિત કરવા સહિતની અન્ય ઘણી માહિતી હજી જાહેર કરાઈ નથી. પ્રસ્તાવિત નીતિ હેઠળ, 20 વર્ષથી વધુ જૂના ખાનગી અને વ્યવસાયિક વાહનોની સંખ્યા આશરે 51 લાખ છે. આ વાહનોને રસ્તા પરથી દૂર કરવાનો અર્થ છે કે આ વાહન માલિકોને નવા વાહનની જરૂર પડશે. શક્ય છે કે તેઓ ઇલેક્ટ્રિક વાહનો જેવી નવી તકનીકો પણ અપનાવે. ઇલેક્ટ્રિક વાહનો 25 ટકા સુધીનું વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે
  Published by:Jay Mishra
  First published: