Budget 2021: શું આ વખતનાં બજેટમાં દરેક નાગરીક માટે અનિવાર્ય થઇ જશે વીમો?

ઇંશ્યોરન્સ સેક્ટરને Budget 2021 છે ઘણી આશા

ઇંશ્યોરન્સ સેક્ટર (Insurance Sector) ઇચ્છે છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) ઇંશ્યોરન્સને અનિવાર્ય કરી દે. સાથે જ ઇંશ્યોરન્સ સેક્ટર ઇચ્છે છે કે, આવકવેરા કાયદો (Income Tax Act)ની કલમ 80C હેઠળ ટેક્સ છૂટની સીમા (Tax Deduction Limit) પણ વધારવામાં આવે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરી 2021નાં સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ 2021-22 (Budget 2021) રજૂ કરશે. કોરોના સંકટને કારણે માનવામાં આવે છે કે આ વર્ષનું બજેટ ઘણું અલગ હોઇ શકે છે. તેમાં હેલ્થ સેક્ટર (Health Sector)ની સાથે સાથે અન્ય સેક્ટર્સ પર ખ્ચમાં વધારાની જાહેરાત થઇ શકે છે. એવામાં દરેક સેક્ટર કેન્દ્ર સરકાર (Central Government)થી તેમનાં માટે રાહતભરી જાહેરાતની આશા રાખી રહ્યું છે. આ કડીમાં ઇંશ્યોરન્સ સેક્ટર (Insurance Sector) પણ છે. સરકાર દેશનાં દરેક નાગરિક માટે વીમો અનિવાર્ય કરે. તેવો કાયદો ઇંશ્યોરન્સ સેક્ટર ઇચ્છે છે. આવકવેરા કાયદો (Income Tax Act)ની કલમ 80C હેઠળ ટેક્સ છૂટની સીમા (Tax Deduction Limit) પણ વધારવામાં આવે.

    દેશમાં ઇંશ્યોરન્સ પોલીસી ખરીદવી ખરાબ સમયમાં આર્થિક મદદની જગ્યાએ ખર્ચ માનવામાં આવે છે. ઇંશ્યોરન્સ સેક્ટરથી જોડાયેલાં લોકોનું કહેવું છે કે, એવામાં સરકારનાં લોકોએ વીમા યોજનાઓ પ્રત્યે જાગૃત કરવા માટે પગલાં લેવાં જોઇએ સાથે જ ગૈર જીવન બીમા પ્રત્યે લોકોને આકર્ષિત કરવા માટે ટેક્સ બેનિફિટ્સ લિમિટ વધારવી જોઇએ. સાથે જ સરકારને નવી વીમા યોજનાઓ શરૂ કરવા પર પણ વિચાર કરવો જોઇએ. જેથી લોકોને વધુમાં વધુ ફાયદો મળી શકે. આપને જણાવી દઇએ કે, તમામ લાઇફ અને હેલ્થ ઇંશ્યોરન્સ પોલિસીને કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ મળે છે.

    આ પણ વાંચો: Budget 2021 અંગે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

    કલમ 80Cમાં શામેલ છે ILSS,PPF સહિતની ઘણી પ્રોડક્ટ્સ
    આવકવેરા કાયદાની કલમ- 80C હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીનાં રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. આપને જણાવી દઇએ કે, 80Cમાં ઇએલએસએસ (ELSS), પીપીએફ (PPF), એનએસસી (NSC) જેવાં ઘણા અન્ય પ્રોડક્ટ શામેલ છે. એવામાં લોકો કલમ 80C હેઠળ ટેક્સ છૂટની સીમા વધારવા પર વિચાર કરી શકે છે. જેથી 1.5 લાખ રૂપિયાની લિમિટને વધારી શકાય.

    આ પણ વાંચો- Budget 2021: બજેટથી આમ આદમીને અનેક આશા, ટેક્સ સ્લેબને લઈને નિષ્ણાતોનો આવો મત

    કલમ 80D અને 80CCDની સીમા વધારવાની છે આશા
    કેન્દ્ર સરકાર કલમ 80Dની લિમિટમાં વધારો કરી શકે છે. આ કલમની લિમિટ 50,000 રૂપિયા છે. જે ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે હતી. આ બજેટમાં આ લિમિટ દરેક વ્યક્તિ માટે વધારવામાં આવી શકે છે. કલમ 80CCDમાં પેન્શન પ્લાન્સને પણ શામેલ કરવાની વાત કરવામાં આવી રહી છે. NPS સ્કિમમાં કરવામાં આવેલાં રોકાણ પર કલમ 80CCD (1B) હેઠળ 50,000 રૂપિયાની વધુમાં છૂટ મળે છે. આ કરાણે લોકો લાઇફ ઇંશ્યોરન્સની જગ્યાએ NPSમાં રોકાણ કરે છે. આશા છે કે કલમ 80CCD (1B) હેઠળ પેન્શન પ્લાન્સમાં પણ છૂટ મળશે.
    Published by:Margi Pandya
    First published: