નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બજેટ 2021માં (Budget 2021) બેંકોના ડૂબેલા દેવાના મેનેજમેન્ટ માટે એક કંપની બનાવવાની જાહેરાત કરી છે. સાથે કેન્દ્ર સરકારે બેંક ખાતાધારકોને પણ મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઇન્સ્યોરન્સની રકમને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે બેંકમાં રાખેલા તમારા પૈસા ડૂબ્યા તો તમને 5 લાખ રૂપિયા મળશે. એટલે કે બેંકોના બંધ થવા પર ગ્રાહકોને નુકસાન આપવામાં આવશે. પહેલા બેંકમાં રાખેલા પૈસાની ઇન્સ્યોરન્સ એક લાખ રૂપિયા હતી. આ સિવાય બેંકોના ડૂબેલા દેવાના મેનજમેન્ટ કરવા માટે સરકાર કંપની બનાવશે.
આ સાથે બેંકોએ પુનર્પૂંજીકરણ માટે 20 હજાર કરોડનો બજેટીય પ્રાવધાન કર્યો છે. તેમણે કહ્યું કે સરકાર બેંકોને 20 હજાર કરોડ રૂપિયાની પૂંજી ઉપલબ્ધ કરાવશે.
કોરોના વાયરસની (Coronavirus)મહામારી વચ્ચે મોદી સરકારનું નવમું બજેટ રજૂ કરતા વિત્ત મંત્રીએ કહ્યું કે વિત્ત વર્ષ 2021-22માં રાજકોષીય ખાધ જીડીપીના 6.8% રહેવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ પૂરી કરવા માટે 80,000 કરોડ રૂપિયાની જરૂરત રહેશે. વિત્તમંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે સરકાર આ વર્ષે બે સરકારી બેંકોમાં પોતાની ભાગીદારી ઓછી કરવાની છે. આ સાથે સરકાર આ વર્ષે સરકારી ઇન્સ્યોરન્સ કંપની LICનો IPO લોંચ કરવાની તૈયારીમાં છે.
બજેટ ભાષણ વાંચતા નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ પડકારનજક ભર્યા માહોલમાં રજુ થઈ રહ્યું છે. કોરોના વાયરસ મહામારીના કારણે લોકોના જીવ ગયા છે. આ દરમિયાન અમે 40 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જાય તેની વ્યવસ્થા કરી છે. સરકારે 4 આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર