Budget 2021: સ્માર્ટફોનથી લઈને ટીવી-ફ્રિઝની વધી શકે છે કિંમત, નાણા મંત્રી કરી શકે છે જાહેરાત

Budget 2021: સ્માર્ટફોનથી લઈને ટીવી-ફ્રિઝની વધી શકે છે કિંમત, નાણા મંત્રી કરી શકે છે જાહેરાત
Budget 2021: સ્માર્ટફોનથી લઈને ટીવી-ફ્રિઝની વધી શકે છે કિંમત, વિત્ત મંત્રી કરી શકે છે જાહેરાત

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2021-22 માટે બજેટ રજુ કરશે

  • Share this:
    નવી દિલ્હી : આગામી બજેટમાં (Union budget 2021) કેન્દ્ર સરકાર સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ અને અપ્લાયંસેસ સહિત લગભગ 50 આઇટમ્સ પર 5-10 ટકા ઇમ્પોર્ટ ટ્યૂટી (Import Duty)વધારવાની જાહેરાત કરી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ મામલા સાથે જોડાયેલા લોકોના હવાલાથી આ વિશે જાણકારી આપી છે. સરકાર દ્વારા આયાત શુલ્ક વધારવાનો આ નિર્ણય પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત હશે, જેથી ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળી શકે. એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સરકાર આ પગલાથી 200-210 અબજ રૂપિયાના વધારાની રેવન્યૂનો લક્ષ્ય રાખી રહી છે. કોરોના વાયરસ મહામારીના કારણે આર્થિક સુસ્તી વચ્ચે સરકારની રેવન્યૂ ઉપર પણ અસર પડી છે.

    બે સરકારી સૂત્રોએ જણાવ્યું કે આયાત શુલ્કમાં વધારાથી ફર્નીચર અને ઇલેક્ટ્રોનિક્સ વાહનોની આયાત પર સૌથી વધારે અસર પડશે. તેનાથી સ્વીડનની કંપની આઈકિયા (Ikea)અને એલન મસ્ક (Elon Musk)ની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર અસર પડશે. હાલમાં જ ટેસ્લાએ ભારતમાં આવવાને લઈને પોતાની તૈયારીઓ વિશે જાણકારી આપી છે. જોકે અધિકારીઓએ એ જાણકારી આપી નથી કે આ ફર્નીચર અને ઇલેક્ટ્રિક વાહનો પર આયાત શુલ્કમાં કેટલો વધારો થશે.



    આ પણ વાંચો - કૃષિ કાયદાઃ કમિટી પર ઉઠેલા સવાલો પર સુપ્રીમે કહ્યું- તમામ સભ્ય પોતાની ફીલ્ડમાં એક્સપર્ટ, પક્ષપાત કેવો?

    પહેલા પણ ટેસ્લા અને આઇકિયા બંનેના અધિકારીઓએ ભારતમાં વર્તમાન આયાત શુલ્ક વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ સિવાય ફ્રિઝ, અને એસી પર આયાત શુલ્ક વધી જશે. સૂત્રોએ જણાવ્યું કે આ પ્રસ્તાવોને ફાઇનલ કર્યા પહેલા કેટલાક ફેરફાર પણ થઈ શકે છે.

    સરકારી અધિકારીઓનું કહેવું છે કે ભારતની લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે આ રીતના ટેક્સ લગાવવા જરૂરી છે. તેનાથી ઘરેલું વેપારને પ્રોત્સાહન મળી શકશે. ગત વર્ષે ભારતે ફૂટવિયર, ફર્નીચર, રમકડા, ઇલેક્ટ્રોનિક આઈટમ્સ સહિત ઘણી વસ્તુઓ પર 20 ટકા આયાત શુલ્ક વધારી હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2021-22 માટે બજેટ રજુ કરશે.
    Published by:Ashish Goyal
    First published:January 20, 2021, 16:48 pm

    ટૉપ ન્યૂઝ