Home /News /business /

Budget 2022: આગામી બજેટમાં કર દરોમાં ફેરફારને બદલે મળી શકે છે વધુ કર કપાત

Budget 2022: આગામી બજેટમાં કર દરોમાં ફેરફારને બદલે મળી શકે છે વધુ કર કપાત

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)આગામી 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ (Budget 2020) રજૂ કરવા જઇ રહ્યાં છે

Budget 2020 - આવનારા બજેટને લઈને તમામ ક્ષેત્રોની પોતાની અપેક્ષાઓ છે. કરદાતાઓમાં આ બજેટને લઇને થોડી ખુશી દેખાઇ રહી છે

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)આગામી 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ (Budget 2020) રજૂ કરવા જઇ રહ્યાં છે. મોદી સરકારના (Modi government)બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ (Budget)હશે. આવનારા બજેટને લઈને તમામ ક્ષેત્રોની પોતાની અપેક્ષાઓ છે. કરદાતાઓમાં આ બજેટને લઇને થોડી ખુશી દેખાઇ રહી છે. વધતી જતી મોંઘવારીએ જીવન નિર્વાહ ખર્ચાળ બનાવી દીધો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કરદાતાઓ આશા રાખીને બેઠા છે કે, બજેટ 2022 કરના દરો અને સરચાર્જમાં ઘટાડો થાય. આ સિવાય કલમ 80C હેઠળ ઉપલબ્ધ કપાતમાં વધારો, હાઉસિંગ લોનની ચુકવણીમાં રાહતો, ડિવિડન્ડ કરવેરા પર રાહત, અસ્કયામતોના વિવિધ વર્ગોમાં મૂડી લાભને તર્કસંગત બનાવવો, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ દૂર કરવા સહિતની બાબતોમાં રાહત મળે તેવી પણ અપેક્ષા છે. તેમજ સામાન્ય માણસ પાસેથી લેવામાં આવતો GST દર દૂર કરવામાં આવે તેવું પણ લોકો ઈચ્છે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કરદાતાઓ પોતાની પાસે પૈસા બચે તેવું ઈચ્છે છે.

આ પહેલાંનું બજેટમાં સામાન્ય માણસ માટે કોઇ ખાસ ફાયદાઓ લાવ્યુ ન હતુ. ત્યારે હવે સરકાર કરદાતાઓની અપેક્ષા પૂરી કરી શકશે કે નહીં તે સવાલ ઊભો થયો છે. આ વખતે સરકારે લોકોની માગ સમજવાની જરૂર છે. કારણ કે કોવિડે 2 વર્ષથી તકલીફો ઊભી કરી છે. બીજી તરફ સરકારે લોકોના અનાજ અને અન્ય લાભો માટે પ્રયાસ કર્યા છે, મનરેગાની ચૂકવણી (MNREGA payouts), MSMEને રક્ષણ, અર્થતંત્ર ઉપર લઈ જવું વગેરે બાબતો કેન્દ્ર સ્થાને રહી છે.

અર્થશાસ્ત્રીઓ નાણાકીય વર્ષ 2022 માટે 9.2% ની GDP વૃદ્ધિનો અંદાજ લગાવી રહ્યા છે, કોરોના મહામારીનો ડર પણ સતત વધી રહ્યો છે. ભવિષ્યમાં પણ COVID-19 ની વધારાની નાણાકીય અસર વધી શકે છે, તે બાબતે પણ તૈયાર રહેવાની જરુર છે. સરકાર પોતાના તરફથી જીડીપી વૃદ્ધિના દરને પહોંચાડવા તેમજ મૂડી ખર્ચ (કેપેક્સ) વધારવા માટે પ્રતિબદ્ધ છે અને આ રીતે તેની કેપેક્સ જરૂરિયાતોને ધિરાણ કરવા સક્ષમ થવા માટે કર પર આધાર રાખવો પડશે.

આ પણ વાંચો - Budget 2022: બેંકો કે પોસ્ટ ઓફિસોમાંથી રોકડ ઉપાડ પર TDSમાંથી મુક્તિ મળશે? કરદાતાઓને રાહત આપવા બજેટમાં આવું થઈ શકે

એવી પણ દલીલ થઇ રહી છે કે, ટેક્સ રિસિપ્ટ્સમાં મજબૂત વસૂલાતથી સરકારને કરદાતાઓને કેટલીક કર રાહતો આપવા માટે જગ્યા મળવી જોઈએ. જો કે, અંદાજિત જીડીપી વૃદ્ધિ માટે આ કર ઉછાળો ખૂબ જરૂરી છે. સરકારને આશા છે કે, છેલ્લા એક દાયકામાં વર્ષ-દર-વર્ષની જેમ રાજકોષીય ખાધ સહન ના કરવી પડે. સરકારને ભવિષ્ય માટે પણ તૈયાર થવાની જરુર છે, કારણ કે ભવિષ્યમાં કોરોના ક્યારે પતશે તે પણ નક્કી નથી.

કર આધારને વિસ્તૃત કરવા માટે સરકાર કપાત વિના આવકવેરાનાં નીચા દરોની દિશામાં પહેલેથી જ આગળ વધી રહી છે અને તે મુજબ તે કન્સેશનલ ટેક્સ રેજીમ / સીટીઆરને બાદ કરતાં ઓછી રાહત દરનો વિકલ્પ ઓફર કર્યો છે. નાણાકીય વર્ષ 2020-2021 થી અસરકારક CTR હેઠળ, વ્યક્તિઓ અને હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) કરદાતાઓ કરના નીચા સ્લેબ દરે તેમની કુલ આવક ઓફર કરી શકે છે. જો કરદાતા પાસે નાણાકીય વર્ષમાં વ્યવસાય અથવા વ્યવસાયિક આવક ન હોય તો યોગ્ય કરદાતાઓ માટે CTR વૈકલ્પિક છે અને દર વર્ષે તેને લઇ શકે છે.

અન્ય કિસ્સાઓમાં, એક વખત કરદાતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ વિકલ્પ જ્યાં સુધી વેપાર/વ્યવસાય બંધ ન થાય ત્યાં સુધીનો છે અને જો કોઈપણ વર્ષમાં તે વિકલ્પ પસંદ કરવામાં ન આવે તો, આવા કરદાતા વેપાર/વ્યવસાય બંધ ન થાય ત્યાં સુધી ફરીથી પસંદ કરી શકતા નથી. વ્યક્તિઓ અને HUF માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 હોવાથી CTRની સફળતાનું મૂલ્યાંકન કરવા માટે ડેટાની હજુ પણ રાહ જોવામાં આવી રહી છે. નાણા મંત્રી વર્તમાન/જૂની કર વ્યવસ્થા હેઠળ કર દરોમાં કોઈપણ ફેરફાર અથવા કોઈપણ વધારાની કર કપાત કરી શકે છે કારણ કે, તે CTR ને નોન-સ્ટાર્ટર બનાવશે.

આ પણ વાંચો - Budget 2022: જાણો બજેટમાં આવતા વિવિધ ટેક્નિકલ શબ્દોનો અર્થ, ખૂબ સરળ શબ્દોમાં સમજો

આ બજેટમાં રાજકોષીય અને નીતિ અંગેની ગડમથલ જોવા મળે તેવી શક્યતા છે. આ બજેટમાં લોકો માટે કર દરો અને સરચાર્જમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. જો કે, 42.744% (મહત્તમ કર દર 30% વત્તા 37% સરચાર્જ વત્તા 3% શિક્ષણ ઉપકર) ના મહત્તમ અસરકારક દર જેવા જ નીતિવિષયક સમીક્ષાની ચોક્કસપણે જરૂર છે. હાઈ નેટ વર્થ ધરાવતા લોકો (HNIs) ભારતની બહાર જવાનો રસ્તો શોધી રહ્યા છે. આ HNIs ભારતમાંથી બહાર નીકળી જવાથી આપણે સંભવિત ઉદ્યોગસાહસિકતા, મૂડી, બૌદ્ધિક, વ્યાવસાયિક અને તકનીકી કૌશલ્યો ગુમાવીએ છીએ. આ બાબતો દેશની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. કર દરોનું તર્કસંગત પાલન વૃદ્ધિ વધારવામાં પણ મદદ કરી શકે છે. જો કે, આ માટે આપણે બજેટ 2023 સુધી રાહ જોવી પડશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Budget 2020, Nirmala Sitharaman, બજેટ

આગામી સમાચાર