Budget 2020 : કિચન સાથે જોડાયેલી 28 વસ્તુઓ મોંઘી, જાણો સસ્તા-મોંઘાની આખી યાદી

News18 Gujarati
Updated: February 10, 2020, 1:27 PM IST
Budget 2020 : કિચન સાથે જોડાયેલી 28 વસ્તુઓ મોંઘી, જાણો સસ્તા-મોંઘાની આખી યાદી
ન્યૂઝ18 ક્રિએટિવ

Budget 2020માં કરવામાં આવેલી જાહેરાતોને કારણે રોજિંદા ઉપયોગમાં લેવાતી અમુક વસ્તુઓ મોંઘી તો અમુક સસ્તી થઈ જશે. સરકારે બજેટમાં આયાત કરવામાં આવતા સામાન પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે અમુક વસ્તુઓ પર ટેક્સ ઘટાડાની જાહેરાત કરી છે.

  • Share this:
નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર તેમજ બેંકમાં જમા રકમ પર વીમાનું સુરક્ષા કવચ પાંચ લાખ કરવા સુધી સહિત અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. બજેટ 2020માં કરવામાં આવેલી જાહેરાતોને કારણે રોજિંદા ઉપયોગમાં આવતી અમુક વસ્તુઓ મોંઘી તો અમુક સસ્તી થઈ જશે. સરકારે બજેટમાં આયાત કરવામાં આવતા સામાન પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે અમુક વસ્તુઓ પર ટેક્સ ઘટાડાની જાહેરાત કરી છે. મોબાઇલમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો, સિગારેટ, તંબાકૂ, ખાદ્ય તેલ, પંખા, જૂતા, ચંપલ મોંઘા થશે. જ્યારે રમત-ગમતના સાધનો, માઇક્રોફોન અને ઇલેક્ટ્રિક વાહનો જેવો સામાન રસ્તો થશે. તો જાણીએ આખી યાદી.

કિચન સાથે જોડાયેલી વસ્તુઓ મોંઘી થશે :

>> બટર ઘી, બટર ઑઇલ, ખાદ્ય તેલ, પનીર બટર, છાશ, મેસલિન, મકાઇ, સુગર બીટ સીડ્સ, સ્ટોર કરેલા બટાકા, ચ્યૂઇગમ, ડાઇટ વાળો સોયા ફાઇબર, આઇસોલેટેડ સોયા પ્રોટીન, અખરોટ મોંઘા થશે.

>> ટેબલવેર, કિચનવેર, વૉટર ફિલ્ટર, ગ્લાસવેર, ચીનાઇ માટીથી બનેલો ઘરેલૂ સામાન, કૉફી અને ચા બનાવવાનું મશીન, ટોસ્ટર, ફૂડ ગ્રાઇન્ડર, ઓવન, કૂકર, કૂકિંગ પ્લેટ, બોઇલિંગ રિંગ્સ, ગ્રિલર અનો રોસ્ટર, ગરણી મોંધી થશે.શણગાર મોંઘો થશે!>> કાંસકી, હેરપીન, કર્લિંગ પીન, કર્લિંગ ગ્રિપ, હેર કર્લર, હેર ડ્રાયર, હેન્ડ ડ્રાઇંગ મશીન, શેવર્સ, હેર ક્લિપર્સ, હેર-રિમૂવિંગ ઉપકરણો અને ઇલેક્ટ્રિક Iron મોંઘા થશે.

લાઇફસ્ટાઇલ વસ્તુઓ મોંઘી થશે

>> ફર્નિચર, લેમ્પ અને લાઇટિંગ ફિટિંગ, ટેબલ ફેન, સીલિંગ ફેન, પેડેસ્ટલ ફેન, પોર્ટેબલ બ્લોઅર, વૉટર હિટર, ઇમર્સન હીટર, ઇલેક્ટ્રો-થર્મિક ફ્લુઇડ હીટર, જંતુનાશક ઉપકરણો, કમ્પ્રેસર, ઇલેક્ટ્રિક હીટિંગ રજિસ્ટર, તાળું અને આભૂષણો મોંઘા થશે.

>>માણિક, પન્ના, નીલમ અને બીજા કિંમતી રત્નો મોંઘા થશે.અન્ય આઇટમ

>> રમકડાં, સ્ટેશનરી આઇટમ, આર્ટિફિશિયલ ફ્લાવર, બેલ્સ, ટ્રોફી, મોબાઇલ ફોનના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી, ડિસ્પ્લે પેનલ અને ટચ એસેમ્બલી, ફિંગરપ્રિન્ટ રીડર, સિગારેટ, હુક્કો, તંબાકૂ, સુગંધિત જરદો મોંઘા થશે.

આ આઇટમો સસ્તી થઈ

સરકારે અમુક આઇટમો પર ઇમ્પોર્ટ કસ્ટમ ડ્યૂટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના કારણે પ્યોર બ્રેડ બ્રીડિંગ હૉર્સ, ન્યૂઝપ્રિન્ટ પેપર, રમતગમતના સાધનો, માઇક્રોફોન, ઇલેક્ટ્રિક વ્હીકલ, પ્લાસ્ટિક અને કેમિકલ અને રૉ શુગર રસ્તા થશે.

First published: February 2, 2020, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading