NPS અને PF સહિત આ સ્કિમો પર ટેક્સ છૂટનો લાભ ચાલુ જ રહેશે, જાણો આખી યાદી

News18 Gujarati
Updated: February 10, 2020, 1:31 PM IST
NPS અને PF સહિત આ સ્કિમો પર ટેક્સ છૂટનો લાભ ચાલુ જ રહેશે, જાણો આખી યાદી
ન્યૂઝ18 ક્રિએટિવ.

નવી ટેક્સ સિસ્ટમમાં ઇન્કમ ટેક્સ સેક્શન 80સી, 80ડી, 24 અંતર્ગત મળતી તમામ છૂટને ખતમ કરી દેવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી : બજેટ 2020માં કરદાતાઓ માટે મોટી રાહત જાહેર કરતા અને ઇન્કમ ટેક્સ કાયદાને વધારે સરળ બનાવતા એક નવી વ્યક્તિગત કર વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. નવા સ્લેબ પ્રમાણે એવા કરદાતાઓને છૂટ
આપવામાં આવી છે જેઓ વિવિધ છૂટને છોડવા માટે તૈયાર હોય. નવી ટેક્સ વ્યવસ્થા સંપૂર્ણ રીતે વૈકલ્પિક રહેશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણના કહેવા પ્રમાણે રેન્ટ પર સ્ટાન્ડર્ડ ડિડક્શન, ખેતીથી થયેલી આવક, વીમાથી થયેલી આવક, છટણી પર મળતું વળતર, પાંચ લાખ સુધી વીઆરએસ, નિવૃત્તિ પર મળતું કેશ વળતર, જીપીએફ અને પીપીએફ પર વ્યાજ, એનપીએસ, સુકન્યા સમૃદ્ધિની રકમ પર આવકમાંથી મુક્તિ ચાલુ જ રહેશે.

70 છૂટ ખતમ કરવામાં આવી

બજેટમાં 100થી વધારે છૂટ અને કપાત આપવામાં આવી છે. જેમાંથી લગભગ 70 જેટલી છૂટને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બાકીની છૂટ અંગે સમીક્ષા કરવામાં આવશે અને આગામી વર્ષોમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. નવી વ્યવસ્થા પ્રમાણે 80સી અંતર્ગત કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે. નવી ટેક્સ સિસ્ટમમાં ઇન્કમ ટેક્સ સેક્શન 80સી, 80ડી, 24 અંતર્ગત મળતી તમામ છૂટને ખતમ કરી દેવામાં આવી છે.



નવા ટેક્સ સ્લેબમાં આ છૂટ મળશે

બજેટ રજૂ કર્યા બાદ નાણા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે નવી ટેક્સ વ્યવસ્થામાં પણ કરદાતાઓને અમુક છૂટ મળતી રહેશે. નાણા મંત્રીના કહેવા પ્રમાણે નિવૃત્તિ પછીના લાભો, નિવૃત્તિ પર રજાની રોકડમાં ચૂકવણી, વીઆરએસ અંતર્ગત
પાંચ લાખ સુધીની છૂટ, ઇપીએફઓમાં નોકરીદાતાનો ફાળો, એનપીએસ અંતર્ગત પ્રાપ્ત રકમ પર ટેક્સમાં છૂટ મળતી રહેશે.

આ છૂટ ચાલુ જ રહેશે

>> ખેતીની આવક ટેક્સ ફ્રી રહેશે.
>> નિવૃત્તિ પછી રજાઓની રોકડમાં ચૂકવણી. જેમાં સરકારી કર્મચારીઓ માટે કોઈ મર્યાદા નથી. બાકીના લોકો માટે ત્રણ લાખ સુધી છૂટ.
>> ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ એક્ટ, 1947 અંતર્ગત કર્મચારીને નિવૃત્તિ પર મળતી પાંચ લાખ સુધીની રકમ પર છૂટ.
>> વીઆરએસ અંતર્ગત મળનારી રકમમાં પાંચ લાખ રૂપિયા સુધીની છૂટ.
>> લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી અંતર્ગત મળતા બોનસમાં અમુક શરતો સાથે છૂટ. મૃત્યુ પર મળતી સંપૂર્ણ રકમ પર શરત વગર છૂટ.
>> ઈપીએફ અંતર્ગત કંપનીનો ફાળો કર્મચારીની આવક નહીં માનવામાં આવે. આ ફંડો પર 9.5 ટકા સુધી મળતા વ્યાજ પર છૂટ.



>> છટણી કરવા પર કર્મચારીને મળતી રકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી.
>> કર્મચારીને મળતી રકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી.
>> જપીએફ અને પીપીએફ પર મળતા વ્યાજમાં છૂટ.
>> સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટથી મળતી રકમ પર છૂટ.
>> એનપીએસ બંધ થવા પર મળતી સંપૂર્ણ રકમ પર છૂટ.
>> એનપીએસમાંથી આંશિક ઉપાડની રકમ પર છૂટ.
>> શિક્ષણ માટે સ્કૉલરશિપ પર છૂટ.
>> સરકારી સિક્યોરિટીઝ, સરકારી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા ટેક્સ ફ્રી બૉન્ડ પર મળતા વ્યાજ પર છૂટ.

First published: February 2, 2020, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading