Income Tax Slabs : નવા ઇન્કમ ટેક્સ નિયમ અંગે કોઈ મૂંઝવણ હોય તો બંને વિકલ્પ વિશે અહીં સમજો

News18 Gujarati
Updated: February 1, 2020, 3:58 PM IST
Income Tax Slabs : નવા ઇન્કમ ટેક્સ નિયમ અંગે કોઈ મૂંઝવણ હોય તો બંને વિકલ્પ વિશે અહીં સમજો
સીબીડીટી એટલે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT-Central Board Of Direct Taxes)ના ફોર્મ 26 AS (From 26AS) નવા સંશોધનની સાથે તે સૂચિત કર્યું છે કે આ તમારું વાર્ષિક ટેક્સ સ્ટેટમેન્ટ છે. તમે તમારા પેન નંબરની મદદથી ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટથી આને નિકાળી શકો છો. જો તમે તમારા આવક પર ટેક્સ ચુકવ્યો છે કે પછી તમારી આવક પર કોઇ વ્યક્તિ/સંસ્થાએ ટેક્સ કાપ્યો છે તો તેની જાણકારી તમને ફોર્મ 26ASથી મળી જશે. આ નવું ફોર્મ 1 જૂન 2020થી લાગુ થશે.

નવા સ્લેબ પ્રમાણે પાંચ લાખથી 7.5 લાખની આવક પર 10 ટકા, 7.5થી 10 લાખ સુધી 15 ટકા, 10થી 12.5 લાખ પર 20 ટકા અને 12.5ખી 15 લાખ સુધી 25 ટકા ટેક્સ લાગશે, જ્યારે 15 લાખથી વધારે આવક પર 30 ટકા ટેક્સ ચુકવવો પડશે.

  • Share this:
નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) સંસદમાં બજેટ 2020 (Budget 2020) રજૂ કર્યું છે. તેમણે મંદ પડી ગયેલા અર્થતંત્રને ડોઝ આપવા માટે આમ આદમીના ખિસ્સામાં વધારે પૈસા નાખીને ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને નોકરી કરતા લોકોને રાહત આપી છે. પંરતુ મોટા ભાગના લોકો નવા ટેક્સ સ્લેબને લઈને મૂંઝવણમાં છે. હકીકતમાં પાંચ લાખ સુધીની આવકવાળા લોકોએ કોઈ જ ટેક્સ ચુકવવો પડશે નહીં. પરંતુ જો તમારી આવક 5,00,001 રૂપિયા થાય છે તો તમારે ઇન્કમ ટેક્સ ચુકવવો પડશે.

નાણા મંત્રીએ બે વિકલ્પ આપ્યા

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે કરદાતાઓને બે વિકલ્પ આપામાં આવ્યા છે. માનો કે તમારી આવક 10 લાખ રૂપિયા છે તો બજેટ 2020ની જાહેરાત પ્રમાણે તમારે નવા સ્લેબ પ્રમાણે ટેક્સ ચુકવવો પડશે. સરળ શબ્દોમાં કહીએ તો 2.5 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ ચુકવવો નહીં પડે. જ્યારે 2.5 લાખથી પાંચ લાખની આવક પર 12,500 રૂપિયા ટેક્સ અને બાકીની રકમ પર નવા સ્લેબ પ્રમાણે ટેક્સ ચુકવવો પડશે. એટલે કે 5,00,001થી 7.5 લાખની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. જ્યારે બાકીની રકમ પર 15 ટકા ટેક્સ લાગશે. જો તમારી વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધારે થાય છે તો વિકલ્પ એક પ્રમાણે તમને રોકાણ અંતર્ગત કોઈ જ છૂટ નહીં મળે.

આ પણ વાંચો : Budget 2020 : પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, જાણો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે

નવા સ્લેબ પ્રમાણે પાંચ લાખથી 7.5 લાખની આવક પર 10 ટકા, 7.5થી 10 લાખ સુધી 15 ટકા, 10થી 12.5 લાખ પર 20 ટકા અને 12.5ખી 15 લાખ સુધી 25 ટકા ટેક્સ લાગશે, જ્યારે 15 લાખથી વધારે આવક પર 30 ટકા ટેક્સ ચુકવવો પડશે.

જ્યારે વિકલ્પ-2માં તમે જૂની વ્યવસ્થા પસંદ કરી શકો છો. જે પ્રમાણે પાંચ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી હશે, પરંતુ તેનાથી વધારે આવક થતા જ 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં ચુકવવો પડશે. બાકીની આવક પર ટેક્સ બચાવવા માટે પહેલાની જેમ રોકાણના વિકલ્પ રહેશે. જોકે, વિકલ્પ પસંદ કરવા માટે તમારે કંપનીને જણાવવું પડશે.કરદાતાઓને પરેશાન નહીં કરવામાં આવે

નાણા મંત્રીએ કહ્યુ કે ટેક્સ અંગે કોઈને પરેશાન નહીં કરવામાં આવે. કાયદા પ્રમાણે ટેક્સ ચાર્ટર લાવવામાં આવશે. લોકોના મનમાં ટેક્સ અંગેનો ડર ખતમ કરવામાં આવશે. ટેક્સ કલેક્શન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. કુલ મળીને સરકાર ટેક્સ અંગે કરદાતાઓને પરેશાન નહીં કરે. જ્યારે ટેક્સ ચોરી કરનારાઓ માટે કાયદો કડક કરવામાં આવશે.
First published: February 1, 2020, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading