Budget 2020 : ઇન્કમ ટેક્સ સ્લેબમાં થયેલા ફેરફાર વિશે કોઈ મૂંઝવણ હોય તો સવાલ-જવાબથી સમજો

News18 Gujarati
Updated: February 10, 2020, 1:36 PM IST
Budget 2020 : ઇન્કમ ટેક્સ સ્લેબમાં થયેલા ફેરફાર વિશે કોઈ મૂંઝવણ હોય તો સવાલ-જવાબથી સમજો
પ્રતિકાત્મક તસવીર

આ વખતની ઇન્કમ ટેક્સ જાહેરાત કંઇક એવી છે કે લોકોને સમજમાં નથી આવી રહી. તમારે આ જ મૂંઝવણને દૂર કરવા માટે ટેક્સ કન્સલ્ટન્સી ફર્મ નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર વિશ્વાસ પંજીયારે સવાલોના જવાબ આપ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020 રજૂ કર્યું છે. જેમાં ઇન્કમ ટેક્સ અંગે નવી જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે જૂની વ્યવસ્થા પ્રમાણે પાંચ લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ નહીં ચૂકવવો પડે. જ્યારે પાંચથી 7.5 ટકાની આવક પર 20 ટકાના બદલે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ વખતે ઇન્કમ ટેક્સ અંગે કંઇક એવી જાહેરાતો કરવામાં આવી છે કે લોકોને સમજમાં નથી આવી રહી. તમારે આ જ મૂંઝવણને દૂર કરવા માટે ટેક્સ કન્સલ્ટન્સી ફર્મ નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર વિશ્વાસ પંજીયારે સવાલોના જવાબ આપ્યા હતા.

1) સવાલ : ઇન્કમ ટેક્સનો નવો નિયમ શું છે?

જવાબ : નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે કરદાતાઓને બે વિકલ્પ આપવામાં આવે છે. આ વખતે પાંચ લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ નહીં ચૂકવવો પડે. જ્યારે 5,00,001ની આવક થતા જ ટેક્સેબલ આવક પર ટેક્સ લાગશે. હવે જો તમારી આવક 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે તો તમારે નવા ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. જેમાં 2.5થી 5 લાખ સુધીની આવક પર 12,000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. તેના ઉપરની આવક પર સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. વિકલ્પ એક પ્રમાણે તમને રોકાણ માટે કોઈ જ પ્રકારની ટેક્સ બચત નહીં મળે.

2) સવાલ : મારી આવક 10 લાખ છે તો નવા વિકલ્પ તરીકે કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

જવાબ : જો તમારી આવક 10 લાખ રૂપિયા છે તો નવા વિકલ્પમાં તમારે 75,000 ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે જૂની રીતે પ્રમાણે રોકાણની કોઈ છૂટ નથી લેતા તો તમારે 1,12,500 લાખ ટેક્સ ચૂકવવો પડશે. નવા પ્રમાણે તમારે 37,500 રૂપિયા બચશે.

3) સવાલ : મારી આવક 7.5 લાખ રૂપિયા છે તો નવા વિકલ્પ પ્રમાણે મારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે?જવાબ : જો તમારી આવક 7.5 લાખ રૂપિયા છે તો તમારે નવા સ્લેબ પ્રમાણે 37,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે જૂના સ્લેબ પ્રમાણે તમે કોઈ ટેક્સ છૂટ નથી લેતા તો તમારે 62,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડતો. એટલે કે તમને 25000 રૂપિયાનો ફાયદો થશે.

4) સવાલ : મારી આવક 15 લાખ છે તો મારી નવા વિકલ્પ તરીકે કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

ટેક્સ કન્સલ્ટન્સી ફર્મ નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર વિશ્વાસ પંજીયાર


જવાબ : જો તમારી આવક 15 લાખ રૂપિયા છે તો નવા વિકલ્પ તરીકે તમારે 1,87,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. જૂના સ્લેબ પ્રમાણે જો તમે કોઈ છૂટ નથી લેતો તા તમારે 2,62,000 ટેક્સ ચૂકવવો પડતો. આ હિસાબે તમને 75,000 રૂપિયાનો ફાયદો થશે.

5) સવાલ : મારી વાર્ષિક આવક 15 લાખ રૂપિયા છે તો નવી ટેક્સ વ્યવસ્થા પ્રમાણે હું કેટલી બચત કરી શકું છું?

જવાબ : નવી વ્યવસ્થામાં સેવિંગ માટે ટેક્સ બચતનો કોઈ વિકલ્પ નથી. જો તમે સેવિંગના માધ્યમથી ટેક્સ બચાવવા માંગો છો તો તમારે જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરવી પડશે.



6) સવાલ : ટેક્સ વ્યવસ્થાના બંને વિકલ્પમાંથી એકની પસંદગી કરવા માટે મારે કોને જાણકારી આપવી પડશે?

જવાબ : ટેક્સ વ્યવસ્થા માટે વિકલ્પ એક અથવા બેની પસંદગી કરવા માટે તમારે તમારી કંપનીને જાણકારી આપવાની રહેશે.

7) સવાલ : શું હવે મને કોઈ ટેક્સ છૂટ નહીં મળે?

જવાબ : પાંચ લાખ સુધીની આવકવાળા લોકોએ કોઈ જ ટેક્સ ચૂકવવાનો નથી. પાંચ લાખથી એક રૂપિયો આવક થતાં જ 2.5 લાખ સુધી ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. જે બાદમાં 2.5 લાખથી પાંચ લાખ સુધીની આવક પર 12,500 રૂપિયા અને બાકીના ટેક્સેબલ આવક પર નવા સ્લેબ પ્રમાણે ટેક્સ લાગશે.

First published: February 1, 2020
વધુ વાંચો
अगली ख़बर