નવા ટેક્સ સ્લેબનો ફાયદો મેળવવા માટે તમારે છોડવી પડશે આ 70 છૂટ, જાણો

News18 Gujarati
Updated: February 10, 2020, 1:38 PM IST
નવા ટેક્સ સ્લેબનો ફાયદો મેળવવા માટે તમારે છોડવી પડશે આ 70 છૂટ, જાણો
પ્રતિકાત્મક તસવીર

જો તમે ઇન્કમ ટેક્સના નવા સ્લેબની પસંદગી કરો છો તે તમને આશરે 70 જેટલી છૂટ જતી કરવી પડશે. પહેલા વીમો, રોકાણ, ઘરનું ભાડું, મેડિકલ, બાળકોની ફી, જેવી 100 છૂટ આપવામાં આવતી હતી, જ્યારે નવા ટેક્સમાં 70 છૂટને ખતમ કરી દેવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) પોતાના બીજી બજેટમાં ઇન્કમ ટેક્સ અંગે મોટી જાહેરાત કરી છે. પરંતુ આ બદલાવ કે છૂટ કેટલી શરતોને આધીન છે. જો તમે નવા સ્લેબનો લાભ લેવા માંગો છો તો તમારે આશરે 70 જેટલી છૂટને છોડવી પડશે. પહેલા વીમો, રોકાણ, ઘરનું ભાડું, મેડિકલ, બાળકોની ફી, જેવી 100 છૂટ આપવામાં આવતી હતી, જ્યારે નવા ટેક્સમાં 70 છૂટને ખતમ કરી દેવામાં આવી છે.

નવી કર વ્યવસ્થા પ્રમાણે 0થી 5 લાખ સુધીની આવક કર મુક્ત રહેશે. પાંચથી 7.50 લાખ સુધી 10 ટકા, 7.5 થી 10 લાખ સુધી 15 ટકા, 10થી 12.5 લાખ સુધી 20 ટકા, 12.5થી 15 લાખ સુધી 25 ટકા અને 15 લાખથી વધારેની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

નવી ટેક્સ વ્યવસ્થા અપનાવનાર કરદાતા ચેપ્ટર VIએ (80સીસીસી, 80સીસીડી, 80ડી, 80ડીડી, 80ડીડીબી, 80ઈ, 80ઈઈ, 80ઈઈએ, 80ઈઈબી, 80જી, 80જીજી, 80જીજીસી, 80આઈજી, 80આઈએબી, 80આઈએસી, 80આઈબી, 80આઈબીએ વગેરે) અંતર્ગત કોઈ પણ કપાતને ક્લેઇમ નહીં કરો શકો.નવી વ્યવસ્થા અપનાવતા તમને આ છૂટ નહીં મળે.

1) લીવ ટ્રાવેલ અલાઉન્સ જે ચાર વર્ષના બ્લૉકમાં નોકરીયાત લોકોને બે વાર મળે છે.2) હાઉસ રેન્ટ અલાઉન્સ જે સામાન્ય રીતે કર્મચારીને પગાર તરીકે મળે છે.
3) નોકરીયાત વર્ગને મળતું રૂ. 50 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન.
4) સેક્શન 16માં એન્ટરટેઇન્મેન્ટ એલાઉન્સ અને એમ્પ્લોઇમેન્ટ/પ્રોફેશનલ ટેક્સ માટે ડિડેક્શન.
5) હાઉસ લોન ચુકવણી પર ટેક્સ બેનિફિટ.
6) સેક્શન 57 કે ક્લૉઝ (iia) અંદર્ગત 15 હજાર રૂપિયાનું ડિડક્શન. આ ડિડક્શન ફેમિલી પેન્શન પર મળે છે.
7) સેક્શન 80સી અંતર્ગત મળતા લાભ પણ ચાલ્યા જશે. જેમાં ઈએલએસએસ, એનપીએસ, પીપીએફ વગેરે સામેલ છે.
8) સેક્શન 80 ડી હેઠળ મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ક્લેઇમ.
9) સેક્શન 80 ડીડી હેઠળ અને 80 ડીડીબી અંતર્ગત ડિસેબિલિટી પર ટેક્સ બેનિફિટ.
10) સેક્શન 80જી અંતર્ગત એજ્યુકેશન લોન પર વ્યાજની ચૂકવણી પર ટેક્સ બ્રેક.
11) સેક્શન 80જી અંતરગ્ત ચેરિટેબલ સંસ્થાઓને દાન પર બ્રેક.

First published: February 1, 2020, 6:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading